સુરક્ષા, ફાયર અને મેડિકલ સહિતની સુવિધા, સાધનો-વ્યવસ્થા અંગે પુરતી કાળજી રાખવા પર ભાર મુકાયો
કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
ગીર સોમનાથ જિલ્લામાં પણ કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ આરંભાઈ છે. આ તૈયારીઓની સમીક્ષા માટે પ્રભારી સચિવશ્રી વિશેષ રૂપે ગાંધીનગરથી ગીર સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતાં અને તેમણે જિલ્લાની તૈયારીઓની સમીક્ષા જિલ્લાના શિર્ષ અધિકારીઓ સાથે કરી હતી. સચિવએ જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ જેવી કે, રક્તની ઉપલબ્ધતા ઓક્સિજન અને વેન્ટિલેટર એમ્બ્યુલન્સ ઓક્સિજન પ્લાન્ટ સહિતની વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. સચિવએ પાણી, ટ્રાન્સપોર્ટેશન, સોમનાથ મંદિરની સુરક્ષા, લોકો દ્વારા ખોટી માહિતીનું પ્રસારણ ન થાય તે માટેની કાળજી સહિતના મુદ્દાઓ સ્પષ્ટ કરીને તે માટે લેવાની દરકાર બાબતે ઉપસ્થિત અધિકારીઓને વિશેષ માર્ગદર્શન પૂરુંપાડ્યું હતું.