By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 hour ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    3 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    1 day ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 hour ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોટેચા ચોક પાસે કારચાલકને માર મારનાર ટ્રાફિક પોલીસનાં લખન રાજા સુસરા વિરૂદ્ધ કમિશનરને અરજી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કોટેચા ચોક પાસે કારચાલકને માર મારનાર ટ્રાફિક પોલીસનાં લખન રાજા સુસરા વિરૂદ્ધ કમિશનરને અરજી
TALK OF THE TOWNરાજકોટ

કોટેચા ચોક પાસે કારચાલકને માર મારનાર ટ્રાફિક પોલીસનાં લખન રાજા સુસરા વિરૂદ્ધ કમિશનરને અરજી

Khaskhabar Editor
Last updated: 2024/10/17 at 4:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

ફરિયાદી અભિષેક ઝાટકિયાએ પોલીસ કમિશનરને આપેલી અરજીમાં સુસરા વિરૂદ્ધ પગલાં લેવા માંગ કરી

ટ્રાફિક હૅડ કૉન્સ્ટેબલ લખન સુસરાએ પાવતી વગર લાંચરૂપે 500 રૂપિયા માંગ્યા હોવાની અને ઢોરમાર માર્યાની રાવ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટનાં કોટેચા ચોક પાસે થોડાં દિવસ પહેલાં યુવા ભાઈ-બહેનને બેફામ ગાળો ભાંડીને ભાઈ અભિષેક ઝાટકિયાને ઢોર માર મારનાર ટ્રાફિક હૅડ કૉન્સ્ટેબલ લખન રાજાભાઈ સુસરા વિરૂદ્ધ અભિષેકે રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, અભિષેકને બેફામ માર મારીને લખન સુસરાએ વિક્ટિમ કાર્ડ ખેલ્યું હતું અને અભિષેક વિરૂદ્ધ લાત મારવાની અને ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે અભિષેકની ધરપકડ પણ કરી હતી. જો કે, એ પછી સીસીટીવી ફૂટેજ સામે આવતાં સુસરાનો ભાંડો ફૂટ્યો હતો. સીસીટીવીનાં ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, સુસરા બહુ ઝનૂનપૂર્વક અભિષેકને માર મારી રહ્યો છે. લોકો જો વચ્ચે ન પડ્યાં હોત તો ન થવાનું થઈ ગયું હોત. આ મામલે અભિષેક ઝાટકિયાએ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરી છે. જે નીચે મુજબ છે:
અમે ફરિયાદી રાજકોટ મુકામે રહીએ છીએ અને દર્શન યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરીએ છીએ, તેમજ આ કામના તહોમતદાર રાજકોટ મુકામે પોલીસ હૅડ કૉન્સ્ટેબલ તરીકે બકલ નં. 226 ટ્રાફિક શાખા, રાજકોટમાં ફરજ બજાવે છે.

તા. 13-10-2024ના બપોરે 12-00 વાગ્યા આસપાસ અમો ફરિયાદી તથા અમોના બહેન અને બનેવી અમોની ફોર વ્હીલર કારમાં રાજકોટ મુકામે કોટેચા ચોક પાસે આવેલી સપના સોડામાં સોડા પીવા તથા પાણીની બોટલ લેવા માટે ગયેલાં હતા ત્યારે અમો ફરિયાદીએ અમોની હોન્ડા કંપનીની અમેઝ ફોર વ્હીલર કાર કે જેના રજિસ્ટ્રેશન નં. GJ-03-HA-4969 $ છે, તે કાર કોટેચા ચોક પાસે સપના સોડાની સામે પાર્ક કરેલી હતી. અમોની કારની આગળ અન્ય બે કાર પણ પાર્ક કરેલી હતી.

- Advertisement -

ત્યારબાદ પાર્ક કર્યાની પાંચ મિનિટમાં જ ટ્રાફિક શાખાનું ટોઈંગ વાહન આવેલ અને અમોની કાર તથા અમોની આગળ પડેલ અન્ય બે કારને લોક કરી દીધેલા. જેથી અમો અમોની કાર પાસે ગયેલા ત્યારે અમોની આગળ પડેલી અન્ય બે કારના માલીકોએ રૂા. 200ની રકમ પોલીસને આપી અને પોતાની કારનું લોક ખોલાવી લીધેલું અને તે લોકો ત્યાંથી જતા રહ્યાં હતાં.

ત્યારબાદ અમો ફરિયાદી આ કામના તહોમતદાર કે જેઓ પોલીસ વાનમાં બેસેલા હતા ત્યાં ગયેલા અને અમો ફરિયાદીએ આ કામના તહોમતદારને જણાવેલું કે, ‘સાહેબ મારી કાર સાઈડમાં જ પડેલી છે, કોઈ ટ્રાફિકની સમસ્યા થાય તે રીતે પાર્ક કરેલી નથી.’ જેથી આ કામના તહોમતદાર ઉશ્કેરાઈ ગયેલા અને અમોને જણાવેલ કે, ‘****, રૂપિયા ભર અને લોક ખોલાવી લે.’ આ રીતે અમોને અહીંયા લખી ન શકાય તેવી ગાળ બોલી અમોને રૂપિયા ભરવા જણાવેલ. તેમ છતાં અમોએ તેઓને શાંતિથી પૂછયું કે સાહેબ, કેટલા રૂપિયા ભરવાના છે? હું દંડ ભરવા તૈયાર છું, ત્યારે આ કામના તહોમતદારે જણાવેલું કે રૂા. 500/- આપીશ તો પહોંચ નહીં આપું અને રૂા. 1000/- આપીશ તો પહોંચ મળશે.’ જેથી અમો ફરિયાદીએ આ કામના તહોમતદારને જણાવેલ કે તમે મારી આગળ પાર્ક કરેલી કારને તો રૂા. 200 લઈ જવા દીધા તો મારી પાસે કેમ રૂા. 500 માંગો છો, જેથી આ કામના તહોમતદાર ઉશ્કેરાઈ ગયેલા અને અમોને ઝાપટ મારવાનો પ્રયત્ન કરેલ, પરંતુ તેઓના સાથી કર્મચારીએ તેઓને રોકી દીધેલ તેમજ અમો ફરિયાદીએ દંડની રકમ રૂા. 1000 આ કામના તહોમતદારને ચૂકવી આપેલ છતાં તેઓએ અમોને તેની કોઈ પહોંચ આપેલ નહીં.
ત્યારબાદ અમો ફરિયાદીના બહેન દિક્ષા નટવરલાલ ઝાટકીયા આ પોલીસ વાન પાસે આવેલ અને આ કામના તહોમતદારને જણાવેલ કે સાહેબ, અમારી કાર રોડની સાઈડમાં જ પાર્ક કરેલી છે, તમે નીચે ઉતરીને જોવા તો આવો. જેથી આ કામના તહોમતદાર પોલીસ વાનમાંથી ઉતરી અને અમોની કાર પાર્ક કરેલ હતી ત્યાં આવેલા અને જણાવેલ કે આ નો પાર્કિંગ જ છે, તેમ કહી જાહેરમાં ‘****, ****’ જેવી અહીંયા લખી ન શકાય તેવી ગાળો બોલી સંબોધવા લાગેલા ત્યારે અમો ફરિયાદીએ તહોમતદારને જણાવેલું કે અહીંયા લેડીઝ મારા બહેન ઊભા છે, ગાળો તો ન બોલો, જેથી આ કામના તહોમતદાર ઉશ્કેરાઈ ગયેલા અને અમોને બે ઝાપટ (ફડાકા) મારેલા, જેથી અમો પાસેથી દૂર કરવા અને અમો ફરિયાદીને વધુ માર ન મારે તે માટે અમોએ આ કામના તહોમતદારને પગથી આઘા ખસેડેલ. જેથી તેઓ વધુ ઉસ્કેરાઈ અને ત્યાં રસ્તાની સાઈડમાં પડેલ લાકડાનો ધોકો ઉપાડેલ અને અમોને માર મારવા આવેલા પરંતુ ત્યાં હાજર રહેલી પબ્લિકે તેઓને પકડી રાખી રોકેલા. આ તમામ બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ છે. ત્યાં હાજર રહેલ પબ્લિકે પણ આ કામના તહોમતદારને જણાવેલ કે તમારો ગાળો ના બોલવી જોઈએ, અને માર મારવો ન જોઈએ, નો પાર્કિંગમાં પાર્ક કરી હોય તો તમોને માત્ર દંડ વસુલવાની સત્તા છે. આ કામના તહોમતદારનું આ રીતનું ગેરકાયદેસરનું વર્તન થતાં અમોએ આ કામના તહોમતદારને સસ્પેન્ડ કરાવી દેવાનું પણ કહેલ છે, જેથી સમાજમાં એક દાખલો બેસે કે પોલીસ હોય તો દાદાગીરી ન કરી શકાય. તમામ ઘટના ત્યાં આવેલ લીટલ લોર્ડસ સ્કૂલના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે, જે લીટલ લોર્ડસ સ્કૂલના સીસીટીવી ફૂટેજ કબજે કરી યોગ્ય કાર્યવાહી કરવા અમારી નમ્ર વિનંતી છે. અમોએ સદરહુ લીટલ લોર્ડસ સ્કૂલમાંથી સીસીટીવી ફૂટેજ મેળવેલ છે, જે ફૂટેજ આ ફરિયાદ સાથે અલગથી પેનડ્રાઈવમાં સામેલ રાખેલ છે. જે પેનડ્રાઈવન સોની કંપનીની છે તથા તેની સ્ટોરેજ કેપેસીટી 8 ૠઇની છે.
ત્યારબાદ આ કામના તહોમતદારે 100 નંબર ઉપર ફોન કરી પોલીસ વાન બોલાવી લીધેલ અને અમોને પોલીસ વાનમાં બેસવા જણાવેલ. તેમજ અમોને બહેન દિક્ષાબેનને પણ પોલીસ વાનમાં બેસવા જણાવેલ, પરંતુ અમોના બહેન એક સ્ત્રી હોય, આ જે પોલીસ વાન આવેલ તેમાં કોઈ લેડી કોન્સ્ટેબલ ન હોય, જેથી અમોના બહેને તેમાં બેસવાની ના કહેતા આ કામના તહોમતદારે જણાવેલ કે ‘જો તું આમાં નહીં બેસે તો તારા ભાઈને ખોટા કેસમાં ફસાવી દઈશ અને ફરજમાં રૂકાવટનો કેસ દાખલ કરી દઈશ’ જેથી આ કામના તહોમતદારની ધમકીથી અમોના બહેન અને અમો ફરિયાદી પોલીસ વાનમાં બેસેલ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગયેલ અને ત્યાં પહોંચ્યા બાદ અમોને અમારી દંડની રકમ રૂા. 1000ની પહોંચ આપવામાં આવેલ.

આમ આ કામના તહોમતદારે અમો સાથે ક્રૂરતાભર્યુ વર્તન કરેલ છે તેમજ અમોને જાહેરમાં ભુંડી ગાળો બોલી અમારું અપમાન કરેલ છે તેમજ અમો ઉપર હાથ ઉપાડેલ છે, અમોને જાહેરમાં માર મારેલ છે જેથી આ કામના તહોમતદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમારી નમ્ર વિનંતી છે તેમજ આ કામના તહોમતદાર પોલીસમાં હોય તેમજ મોટી ઓળખાણ- લાગવગ ધરાવતા હોય, અમોને આ કામના તહોમતદારથી જાનનું જોખમ હોય અમોને હથિયારી પોલીસ રક્ષણ અપાવવા નમ્ર અરજ છે.

સબબ અમો ફરિયાદી આ ફરિયાદ લાવી દાદ માંગવાની કે –
ઉપરોક્ત હકિકતે આ કામના તહોમતદારે અમો ફરિયાદી સાથે એક સરકારી કર્મચારીને ન છાજે તેવું વર્તન કરી, અમોને જાહેરમાં ગાળો બોલી અપમાનિત કરેલ છે તેમજ અમોને જાહેરમાં માર મારેલ છે જેથી તેઓ સામે ગુનો દાખલ કરી યોગ્ય પગલાં ભરી, પકડી મંગાવી અને સખત નશ્યત પહોંચાડવા અમારી નમ્ર અરજ છે. આ સાથે અરજીકર્તાએ સાક્ષીઓના નામનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

અભિષેક સામે પગલાં લેવામાં ગજબનાક સ્ફૂર્તિ દાખવનાર પોલીસ હવે સુસરા વિરૂદ્ધ ત્વરા દાખવશે?
પોતાનું પાપ છૂપાવવા હેડ કૉન્સ્ટેબલ સુસરાએ અભિષેક ઝાટકિયા વિરૂદ્ધ ફરિયાદ લખાવી અને પોલીસે અભિષેક વિરૂદ્ધ ત્વરિત પગલાં લીધાં. હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, લખન સુસરાએ યુવાનને બેફામ માર માર્યો હતો. તો હવે પોલીસ પોતાનાં પરિવારનાં જ ગણાતા સુસરા સામે કેવાં પગલાં લેશે? પગલાં લેશે કે કેમ એ પણ એક સવાલ છે.

હેડ કૉન્સ્ટેબલ લખન સુસરાનાં વર્તન અંગે ભારે ચર્ચા
ટ્રાફિક શાખાનાં હેડ કૉન્સ્ટેબલ લખન સુસરાનું વર્તન લોકો સાથે હંમેશા ચર્ચામાં રહ્યું છે. અગાઉ પણ અનેક વિવાદોમાં તેણે લખ્ખણ ઝળકાવ્યા છે. ટોઈંગ દરમિયાનની તેની કામગીરીમાં પણ અનેક વિવાદો સર્જાતા રહ્યાં છે. સવાલ એ છે કે, શું તેને થોડાં મહિના ઘેર બેસાડીને આરામ અપાશે?

You Might Also Like

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

TAGGED: Kotecha Chowk, Lakhan Raja Susra, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ED ગુજરાતમાં… રાજકોટ સહિત એકસાથે 23 જગ્યાએ દરોડા
Next Article દરિયાઈ માર્ગે ગુજરાત પહોંચતો હતો ‘ભારતની બરબાદીનો સામાન’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?