રાજકોટ જિલ્લામાં વર્ષ 2023થી અત્યાર સુધીમાં 1830 જેટલા લાભાર્થીઓને 100.29 કરોડની સહાય ચૂકવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઘર મેળવવું દરેક માનવીનું સ્વપ્ન છે, પણ દરેકને માટે એ શક્ય નથી. આ સ્વપ્નને સાકાર કરે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની એવી સંવેદનાશીલ યોજના જેમાં જરૂરિયાતમંદોને પોતાનું ઘર આપવાનો સંનિષ્ઠ પ્રયાસ થાય છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ, સામાજિક અને શૈક્ષણિક રીતે 5છાતવર્ગ, આર્થિક 5છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા નાગરિકોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા તથા જેની વાર્ષિક આવક 6 લાખથી ઓછી છે અને માલિકીનો પ્લોટ ધરાવતા વ્યક્તિને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ1.70 લાખ આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે. આ રકમ ઉઇઝ દ્વારા ચાર હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. રાજ્ય સરકારે 2025-26ના બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે ₹ 1,108 કરોડ ફાળવ્યા છે.
- Advertisement -
આ બાબતે વાત કરતા જામકંડોરણા તાલુકાના જશાપર ગામના રહેવાસી શ્રી સરોજબેન સાવલિયા કહે છે કે, અમે છેલ્લા 15 વર્ષ થી ભાડાના મકાનમાં રહેતા હતા. જેમાં અમને બહુ તકલીફો ભોગવવી પડતી હતી. અમને થોડાક વર્ષો પહેલા 100 ચોરસ મિટરનો પ્લોટ સરકાર તરફથી મળ્યો. મારા સાસુમાં પતિ અને દીકરો અને હું એમ થઈને ચાર લોકો સાથે રહિયે છીએ. અમારી વાર્ષિક આવક અંદાજિત 1 લાખ જેટલી છે. મારા પતિ મજૂરી કામ કરે છે, મારો દીકરો દિવ્યાંગ હોવાથી ઘરે બેસીને થોડું ઘણું કામ કરે છે.



