By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    7 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    20 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    20 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન
    20 hours ago
    UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ
    23 hours ago
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    20 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    23 hours ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    2 days ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    22 hours ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    7 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓવર થિન્કિંગ: ચાવી વગરનું તાળું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઓવર થિન્કિંગ: ચાવી વગરનું તાળું
Author

ઓવર થિન્કિંગ: ચાવી વગરનું તાળું

Khaskhabar Editor
Last updated: 2025/11/04 at 4:28 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

વિશેષ લેખ : સ્વાતિ રાવલ, જેન્સી સોલંકી

ઓવર થિન્કિંગને સાદી સરળ ભાષામાં કહીએ તો વિચારવાયુ એટલે કે આપણા મગજમાં આવતા સતત નાના-મોટા વિચારો, જેમ કે કોઈ એક વાત, એક પ્રશ્ર્ન કે એક ઘટનાથી શરૂ થઈને અનેક નવા પ્રશ્ર્નોની માયાજાળ રચાય છે. જાણે માછીમાર માછલી પકડવા માટે જાળ પાથરે છે અને માછલીઓ તેમાંથી છૂટવા માટે સંઘર્ષ કરે છે એમ એકવાર માણસ વિચારવાનું શરૂ કરી દે તો તે વિચારોની જાળમાં એવો ફસાઈ જાય છે કે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ઓવર થિન્કિંગ એ બીજું કંઈ નહીં પરંતુ ભૂતકાળની યાદો અને ભવિષ્યના ભયનું વંટોળિયું, જે માણસના વર્તમાનને ઝાંખુ બનાવી દે છે. જેમ કે ‘વરસાદ ન પડે તો પાક બગડે, પણ વધારે વરસાદ પડે તો પણ પાકને નુકસાન થાય. એ જ રીતે વિચાર કરવો સારો છે પણ એક હદ પછી તે નુકસાનકારક બની જાય છે.’
ઓવર થિન્કિંગ દરમિયાન માણસને મુંઝવતાં પ્રશ્ર્નો જન્મે છે
‘મારૂં પ્રેઝન્ટેશન સારૂં નહીં જાય તો?’
‘પરિણામ સારૂં ન આવ્યું તો?’
‘મને સારી નોકરી નહીં મળે તો.’
‘મારા ધ્યેય સુધી પહોંચી શકીશ નહીં તો?’
આવા પ્રશ્ર્નોનો ઉકેલ વિચારવામાં નહીં, પરંતુ કાર્ય કરવામાં છે. જો તમે સારી તૈયારી કરો, મહેનત કરો અને એક સારૂં પ્રેઝન્ટેશન આપો તો પછી નિર્ણય તમારા હાથમાં નહીં, પરંતુ તમારા બોસના હાથમાં રહેશે. સતત વિચારોમાં ફસાઈ રહેશો તો સમસ્યા વધશે, પરંતુ ઉકેલ તરફ જશો તો સમસ્યા ઘટશે.
રાતે સૂતા જ જેમ રેડિયોમાં કેસેટ આપમેળે ચાલુ થઈ જાય એમ મગજમાં વિચારોનો પ્રવાહ શરૂ થઈ જાય છે. એવા સમયે ‘મ્યૂટ બટન’ દબાવતાં શીખવું જોઈએ, એટલે કે તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો. જ્યારે તમે તમારા ધ્યેય સાથે જોડાઈ જશો ત્યારે આ બિનજરૂરી વિચારો આપમેળે મ્યૂટ થઈ જશે. ઓવર થિન્કિંગ એટલે ચાવી વગરનું તાળું,એવા પ્રશ્ર્નો જેનો ઉકેલ આપણને તરત મળતો નથી. પણ શું ક્યારેય એવું તાળું બન્યું છે જેની ચાવી જ ન બની હોય? દરેક પ્રશ્ર્નોનો ઉકેલ છે. ફક્ત વિચારની દિશા બદલવાની જરૂર છે.
સૌથી વધુ ઓવર થિન્કિંગથી પીડાતી પેઢી હોય તો એ છે Generation z આજની યુવા પેઢી જે ખૂબ જ સક્ષમ છે અને ખૂબ જ ટેકનોલોજીની દુનિયામાં આગળ છે પરંતુ કોઈ ને કોઈ રીતે ઓવર થિન્કિંગનો વાયરસ તેમને લાગી ગયો છે અને આ વાયરસથી બચવા માટે એમને Real world નામની રસી મૂકાવી પડશે. ઓવર થિન્કિંગ એક એવી ઈમેજીનેશનની દુનિયા છે, જ્યાં લોકો ઘણા બધા પ્રશ્ર્નો અને વિચારોની ગૂંથી સુલજાવાની કોશિશ કરતાં હોય છે જે તેમને છયફહ Real worldથી કોશો-કોશો દૂર હોય છે.
વિદ્યાર્થી જીવનમાં અતિચિંતન ખાસ કરીને પરીક્ષા સમયે વધુ દેખાય છે.
‘જો હું નિષ્ફળ જઈશ તો શું?’
‘મારા માતા-પિતા શું કહેશે?’
‘બીજાઓ કરતાં હું પાછળ રહી જઈશ?’
આવા પ્રશ્ર્નો મનમાં ઉથલપાથલ મચાવે છે અને આત્મવિશ્ર્વાસને ખાઈ જાય છે. પરંતુ હકીકત એ છે કે સફળતા તે જ વ્યક્તિ મેળવે છે જે પોતાના વિચારો પર નિયંત્રણ શીખી જાય છે.
અતિચિંતનથી ઉકેલ નહીં મળે, ઉકેલ મળે છે ક્રિયાથી. જ્યારે આપણે વિચારોને દિશા આપીએ, ત્યારે જ મન શાંત રહે છે અને શક્તિ વધે છે.
અરે યુવાન!
આ આનંદના જીવનમાં ન કર વધુ વિચાર,
જેમાં તું ખોવી બેઠો આજનો વર્તમાન
શું હતું ભૂતકાળ, કે શું હશે ભવિષ્યકાળ?
ચાહે જે પરિસ્થિતિમાં તું છે હાલ,
તેમાંથી જ બને છે જીવનની તાલ.
તો ઉઠ! લે હથિયાર હિંમતનો, વિશ્ર્વાસનો,
અને કરી દે જીવનની જંગનો એલાન!

- Advertisement -

You Might Also Like

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો

ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોરઠમાં ’ગ્રાઉન્ડ ઝીરો’ પર નુકસાનીનું નિરીક્ષણ કર્યું
Next Article મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવમાં સહભાગી બન્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ
ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું
મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત
9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે
ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?