રાજકોટ – મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વમાં પૂણ થયેલ પાંચ વષના સફળ શાસનની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લામાં કુલ ૪ સ્થળોએ ચોથી ઓગસ્ટના રોજ ‘‘નારી ગૌરવ દિન’’ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
મંત્રી સૌરભભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજકોટના રૈયા રોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાનો સંયુકત કાર્યક્રમ યોજાશે. જયારે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની ઉપસ્થિતિમાં જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે જસદણ અને વીંછીયા તાલુકાનો, ધારાસભ્ય ગીતાબા જાડેજાની ઉપસ્થિતિમાં ગોંડલ ટાઉન હોલ ખાતે ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકાનો તથા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિતિમાં જેતપુર લેઉવા સમાજ ખાતે જેતપુર-ધોરાજી-ઉપલેટા તાલુકાઓનો સંયુકત કાર્યક્રમ યોજાશે. જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વસહાય જૂથોને ‘‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’’ મારફતે વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ તથા ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીનું વિતરણ કરવામાં આવશે. તથા આટકોટ ખાતે સ્થપનાર સેનિટરી પેડના મેન્યુફેકચરીંગ યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. અધિક કલેકટર એન.એફ.ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ચેતન નંદાણી, તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ આ કાર્યક્રમના નોડલ ઓફિસર તરીકે કામગીરી કરી રહયા છે.


