23મી નવેમ્બર ઉજવાય છે ફીબોનાકી દિવસ તરીકે.. એની પાછળનું કારણ બહુ રસપ્રદ છે.. 23મી નવેમ્બર પશ્ચિમી પદ્ધતિ અનુસાર લખાય છે : 1123.. આ જે આંકડો છે તે ફિબોનાકી સિરીઝને ફોલો કરે છે.. 1+1 = 2 , 1+2 =3 , 2+3=5.. આ રીતે સિરીઝ ચાલતી રહે.. આથી 23 નવેમ્બર ને ફીબોનાકિ દિવસ
આ સિરીઝ કોઈ સામાન્ય સિરીઝ નથી… આ સિરીઝ ફૂલની પેટર્ન થી લઈને શેરના ભાવમાં થતા ફેરફાર સુધી ઉપયોગી છે.. અનેક પ્રાકૃતિક રચનાઓ આ સિરીઝ અનુસરે છે. લેખ સાથે જોડેલ ફોટો જુઓ, એમાં ફિબોનાકી સીરીઝ સ્પષ્ટ દેખાય છે ને??
- Advertisement -
એક આડવાત કરીએ તો ફિબોનાકી પોતે કહેતો ગયો કે આ સિરીઝ એણે પોતે નથી શોધી !! ફિબોનાસી એ એની અત્યંત જાણીતી પુસ્તક લીબરે અબાકી (એટલે કે ગણતરી કરવાની ચોપડી)માં બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ સિરીઝ એણે હિંદુ ગણિત શાસ્ત્રીઓ પાસેથી મેળવેલી છે. ત્રીજી સદીમાં પિંગળ નામનાં ગણિતશાસ્ત્રી દ્વારા આ સિરીઝ (શૃંખલા)ની શોધ થઈ હતી. ફિબોનાસિ એક ફ્રેન્ચ અધિકારીનો પુત્ર હતો જેની નિયુક્તિ અલ્જીરિયામાં થયેલી. ફીબોનાકી લખે છે કે અલજીરિયામા આવેલા બૂજિયા શહેરમાં હિંદુ વેપારીઓની એક કોલોની(વસાહત) છે.. (હિંદુ વ્યાપારીઓ અંગ્રેજો આવ્યા પહેલા આખા જગતમાં વેપાર કરતાં એની આ મોટી સાબિતી, હિંદુ વેપારીઓ જે મલાઈ ખાતા એને એકલા જમી જવા અંગ્રેજો અહીંયા આવેલા) આ વેપારીઓ પાસેથી હું ગણિત શીખ્યો છું.. જગતના તમામ ગણિત સામે હિંદુ ગણિત પદ્ધતિ સહુથી ચડિયાતી છે એટલે આ મારી પુસ્તક સદંતર રીતે હિંદુ ગણિત પર આધારિત છે..
ફિબોનાકિને ભલે આજે આપણે ખાલી આ મૂળ ભારતીય એવી આંકડાની સિરીઝ માટે યાદ કરીએ પણ ખરેખર ફીબોનાકિ ને એની માટે નથી યાદ કરવામાં આવતો!! ફીબોનાકીનું પ્રદાન એવડું મોટું છે કે એને યુરોપિયનો અને અમેરિકનો મંદિર બનાવીને પૂજે તો ય ઓછું પડે. ભાઈ ફીબોનાકિ એ જાણતા અજાણતા એક મોટું કામ કરી દીધું! એણે પોતાની પુસ્તકમાં ભારતીય હિંદુ ગણિતને યુરોપમાં જાણીતું કરી દીધું.. અને પછી યુરોપમાં જે વૈજ્ઞાનિક અને વ્યાપારિક વિકાસ થયો એનો હજી સુધી અંત નથી આવ્યો! યુરોપ અમેરિકાની તમામ વૈજ્ઞાનિક અને વ્યાપારિક પ્રગતિ પાછળ હિંદુ ગણિત પદ્ધતિ છે કેમકે જ્યા સુધી ફિબોનાકી એ પોતાની પુસ્તકમાં હિંદુ ગણિત નો પ્રચાર નહોતો કર્યો ત્યાં સુધી યુરોપિયન લોકો રોમન આંકડા લખીને હિસાબ કરતા, એમના આંકડામાં શૂન્ય જ નહોતો!! આથી યુરોપિયનો સાદો હિસાબ કરવામાં હાંફી જતા.. મોટા લેવલનું ગણિત વિચારવાનું તો તે વિચારી શકતા નહોતા… આજે આ લોકો ભારતીય ગણિતનો ઉપયોગ કરીને AI ક્રાન્તિ સુધી પહોંચ્યા છે તે કેવી વક્રતા!!હિંદુ ગણિત શીખવાને લીધે યુરોપિયનો માં અચાનક જાણે બૌદ્ધિક ક્રાંતિ થઈ હોય એમ યુરોપ વિજ્ઞાન ગણિત તત્વદર્શન નું ધામ બની ગયું.. ઉજ્જડ , યુદ્ધખોર અને મૂર્ખ યુરોપિયન સમાજ ધીમે ધીમે સત્યમ શિવમ સુંદરમ ના સિદ્ધાંતોમાં માનતો એક ઉચ્ચ દરજ્જાનો સમાજ બનવા લાગ્યો.. કળા અને વિજ્ઞાન એની ચરમસીમા પર પહોંચવા લાગ્યા..
આ બધું થયું ભારતીય ગણિતને લીધે !!
ભારતમાં ઊંધું થયું . ભારતીય લોકો ધીમે ધીમે મૂર્ખ, જડ, અસંસ્કારી, બદસુરતીના દાસ બનવા લાગ્યા..
નીતશે નામનો મહાન વિચારક કહેતો ગયો કે ઈશ્વરે આપણને કળા ની ભેટ આપી છે જેથી આપણે સત્યથી મરી જઈએ નહિ..
કળા ક્યા હોય ? જ્યા પેટર્ન હોય !!!
- Advertisement -
માણસને પેટર્ન ગમે છે.. પેટર્ન બને છે ગણિતના ઊંડા જ્ઞાન અને સમજણથી!
ભારતીય ગણિત શીખેલા યુરોપિયનો ધીમે ધીમે આ રહસ્યને સમજવા લાગ્યા.. ભારતીયો પોતાના જ જ્ઞાનને ભૂલીને ધર્મને નામે ઢોંગ, પાખંડ અને દંભમાં રાચવા લાગ્યા.. ફીબોનાકિ સિરીઝ પણ એક પેટર્ન છે.. ગણિત ઈશ્વરની ભાષા છે જેમાં ઈશ્વર પોતાની પેટર્ન આપણને સમજાવે છે અને એનાથી સર્જન કરે છે.. દુનિયાના ગૂઢ રહસ્યો ગણિતની અંદર સંઘરાયેલ છે અને દરેક રહસ્યમાં પેટર્ન છે.. ભારતીય જ્યોતિષ પણ ગ્રહો નક્ષત્રો ની પેટર્ન ઉપરથી ભવિષ્ય ભાખવાની એક ચેષ્ટા તો છે!!આઈન્સ્ટાઈને કહ્યું કે જગતની રચના કરતી વખતે ઈશ્ર્વર ક્યાંય જુગાર નથી રમ્યો.. અર્થાત્, આ જગતમાં કશું જ રેન્ડમ નથી, બધાની એક પેટર્ન છે.. જેને આપણે ગણિત વડે સમજી શકીએ છીએ. AI શું છે?? તે બીજું કશું નથી પણ વિચારો શબ્દો અને ચિત્રો વગેરેની પેટર્ન છે જેને મશીન ગણિત દ્વારા સમજે છે અને આપણને ધાર્યું કામ કરી આપે છે !!ભારતનું કપડું એક સમયે ઇંગ્લેન્ડની સહુથી મોટી આયાત હતું કેમકે તે માત્ર કપડું નહિ પણ સુંદરતા અને કળાના નમુના સમાન સર્જન હતું.. ધીમે ધીમે અંગ્રેજોએ આ કળાને બહુધા નષ્ટ કરી દીધી .. ભારતનું લગભગ તમામ સાહિત્ય પેટર્ન માં રચાયેલું છે.. રામાયણ મહાભારત મેઘદૂતમ ઋતુસંહાર બધું કાવ્ય છે.. વેદો પણ છંદ બદ્ધ છે. આપણા મહાન પૂર્વજોએ ક્યાંય કરતા ક્યાંય અછાંદસ (છંદમાં ના હોય એવું, નિબંધ જેવું) સર્જન નથી કર્યું.. ગણિત પણ આપણે કવિતાઓની પેટર્ન સ્વરૂપે ભણતા ..આવડી જબરી સમજ હતી આપણી કળાની..સુંદરતાની .. આજે આપણે આ સમજથી સાવ વિમુખ છીએ. પ્રાચીન મંદિરો જેવા સુંદર મંદિરો આપણે હજુ બનાવી શકતા નથી.. આપણા શહેરો ને કે ગામડાઓ ને આપણે સુંદર તો ઠીક સ્વચ્છ પણ રાખી શકતા નથી..દરેક ભારતીય ને નવેસર થી સૌંદર્ય દ્રષ્ટિ નો પાઠ આપવાની જરૂર છે.. આવડો મોટો દેશ છોડીને ભારતીય લોકો વિયેતનામ કે થાઇલેન્ડ જેવા ગરીબ દેશોમાં પ્રવાસે જવામાં આનંદ અનુભવે એટલા આપણે સૌંદર્ય ગરીબ છીએ.. આપણે વિકાસ કરીએ છીએ પણ એમાં ક્યાંય સુંદરતા, કળા, પેટર્ન કે લાવણ્ય નથી.. ભારતીય વિકાસ ચીનના વિકાસ જેવો કેન્સર જેવો છે. એમાં માત્ર વૃદ્ધિ છે, સુંદરતા નથી..કદાચ ભારતમાં કોઈ ફિબોનાકી પાકે અને ઈશ્વરની પેટર્ન અને એમાં સમાયેલા સૌંદર્યને આપણને સમજાવે તો થાય એમ છે.. બાકી સૌંદર્ય વિહીન વિકાસ ભેંસના શિંગડા ભેંસને ભારે એવો થવાનો છે.. એમાં બધું હશે પણ સુખ નહિ હોય..




