અમેરિકામાં દર વર્ષે કરોડો પુસ્તકોનો ખાત્મો બોલી રહ્યો છે, AI કંપની જૂના, અલભ્ય આઉટ-ઓફ-પ્રિન્ટ પુસ્તકો હજારોની સંખ્યામાં ખરીદે છે અને પછી તેની પુસ્તકદેહ ખત્મ કરવાનો ખેલ શરૂ થાય છે. હાઈ-સ્પીડ મશીનો દ્વારા તેના તમામ પાના સ્કેન કરવામાં આવે છે
- Advertisement -
જગતમાં દર વર્ષે લાખો જૂના પુસ્તકોનો નાશ કરવામાં આવે છે. આ વાત ઘણી ગંભીર છે આઘાતજનક છે પણ આ જ સત્ય છે અને આ આખી પ્રક્રિયા પ્રવૃતિ કાયદેસર પણ છે. દુકાનમાં જે પુસ્તકો વેચાતા નથી, એ પાછા પ્રકાશક પાસે આવે છે. એકલા અમેરિકામાં જ દર વર્ષે 25% થી 40% પુસ્તકો વેચાયા વગર પાછા આવે છે. તેને ફરી ગોડાઉનમાં રાખવા કરતા ફાડી નાખવાનું કે તેનો માવો બનાવીને તેમાંથી અન્ય પ્રોડક્ટ બનાવી વેચવાનું નફાકારક રહે છે. આમ એકલા અમેરિકામાં જ દર વર્ષે 32 કરોડથી 70 કરોડ પુસ્તકોને બાળી નાખવામાં આવે છે કે તેનો માવો બનાવી તેમાંથી અન્ય પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે.UKમાં પણ દર વર્ષે પરત આવેલા 4 થી 6.5 કરોડ પુસ્તકો માંહેથી મોટો ભાગનાનો નાશ કરી નાખવામાં આવે છે.આનું કારણ એ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ક્યાંય પણ પુસ્તક ખરીદે એટલે પછી એ તેની પોતાની અંગત માલિકીની મિલકત બની જાય છે. તે એને ફાડે, બાળે વાંચે કે વેચે, દુનિયાનો કોઈ કાયદો તેને રોકી નથી શકતો. પ્રકાશક પોતાના જ પુસ્તકનો નાશ કરે તો એ ગુનો નથી.એક નવી અને ચોંકાવનારી વાત એ બહાર આવી રહી છે કે AI કંપનીઓ પુસ્તકો ખરીદીને તેનો મોટા પાયે નાશ કરી રહી છે. 2024-2026માં આ હવે મોટો મુદ્દો બન્યો છે. એનું નામ છે “Project Panama” અને Destructive Scanning.AI કંપની જૂના, અલભ્ય આઉટ-ઓફ-પ્રિન્ટ પુસ્તકો હજારોની સંખ્યામાં ખરીદે છે અને પછી તેની પુસ્તકદેહ ખત્મ કરવાનો ખેલ શરૂ થાય છે. હાઈ-સ્પીડ મશીનો દ્વારા તેના તમામ પાના સ્કેન કરવામાં આવે છે. ત્યાર બાદ મૂળ પુસ્તકની હજારો નકલનો નાશ કરીને તેનો માવો બનાવવામાં આવે છે.તેની પાછળનું કારણ એ છે કે ઈન્ટરનેટ હવે AIએ તૈયાર કરેલા નકલી લખાણથી છલોછલ છે. AIને ભણાવવા માટે માનવીએ તૈયાર કરેલું શુદ્ધ લખાણ જોઈએ છે. 2022 પહેલાના છાપેલા પુસ્તકો એ છેલ્લો શુદ્ધ ખજાનો છે જેમાં AIનું લખાણ નથી.AIને પોતાના જ લખાણના આધારે તૈયાર કરવામાં આવે તો તેની ગુણવત્તા બગડે છે. આ બાબતને “Model Collapse”કહેવામાં આવે છે. એનાથી બચવા માટે જ કંપનીઓ પુસ્તકો તરફ દોડી છે.એક દુકાનદાર કહે છે કે પહેલા એ અઠવાડિયે 20 પુસ્તકો વેચતો, હવે એક જ ઓર્ડરમાં 3000 અલગ-અલગ પુસ્તકો માંગે છે, કોઈ પૂછપરછ વગર!તો આ કાયદેસર કેવી રીતે છે એ જ સૌથી મોટી વાત છેઆ અંગે અમેરિકાની કોર્ટમાં કેસ પણ દાખલ થયો હતો. Bartz v. Anthropic (જૂન 2025) તરીકે તે જાણીતો છે.
આ સંદર્ભમાં જજ વિલિયમ અલ્સપે ચુકાદો આપ્યો કે, “તમે કાયદેસર રીતે ખરીદેલું પુસ્તક સ્કેન કરો, એનું ડિજિટલ વર્ઝન બનાવો અને મૂળ પુસ્તકનો નાશ કરી દો, તો એ *Fair Use* છે. કારણ કે એક કોપી અંદર, એક કોપી બહાર. તમે બે કોપી રાખી નથી.”એટલે જ કંપનીઓ પુસ્તકનો નાશ કરે છે! જો એ પુસ્તકને સાચવીને રાખે + સ્કેન પણ રાખે, તો એમની પાસે 2 કોપી થઈ જાય, તો કોપીરાઈટનો ભંગ થાય. પણ નાશ કરી દે તો 1 જ કોપી રહે, અને આમ આ પુરી પ્રક્રિયા કાયદેસર બની જાય.આને જ કાયદાની ખામી / Loophole કહે છે.
જોકે ખરીદેલા પુસ્તકનું સ્કેન કરવું કાયદેસર ગણાય પણ ચોરેલા / પાયરેટેડ પુસ્તકો ડાઉનલોડ કરવા એ ગુનો બને. એટલે જ *Anthropic કંપનીએ 70 લાખ પાયરેટેડ પુસ્તકો માટે 1.5 અબજ ડોલર (લગભગ 13,000 કરોડ રૂપિયા) નો દંડ ભરવો પડ્યો હતો.
ભારતમાં શું સ્થિતિ છે?
ભારતમાં *Copyright Act 1957, કલમ 14* મુજબ પુસ્તક ખરીદવાથી તમને એને ડિજિટલ બનાવવાનો અધિકાર નથી મળતો. પણ *કલમ 52* માં Fair Dealing ની છૂટ છે.
- Advertisement -
દિલ્હી હાઈકોર્ટે *ANI vs OpenAI (24 જુલાઈ 2026)* કેસમાં કહ્યું કે AI ટ્રેનિંગ માટે લખાણ રાખવું એ પ્રથમ દૃષ્ટિએ સંશોધન માટે Fair Dealing હોઈ શકે. પણ આ કેસ હજુ ચાલુ છે, તેનો અંતિમ ચુકાદો નથી આવ્યો.અલબત્ત આ સમગ્ર કાર્યવાહી સામે વિશ્વભરમાં વિરોધ ઉઠી રહ્યો છે.અલભ્ય પુસ્તકો કાયમ માટે જતા રહે છે* – જેની દુનિયામાં 2-3 જ નકલ બચી હોય તેનો પણ નાશ કરી નાખવામાં આવે છે.
જ્ઞાન જાણકારી અંગત માલિકીના બની જાય છે. અગાઉ પુસ્તક સહુ કોઈ વાંચી શકતા હતા, હવે એનું ડિજિટલ વર્ઝન ફક્ત કંપની પાસે રહે છે, લોકોને નથી મળતું.
લેખકને કંઈ નથી મળતું* લેખકે મહેનત કરી, પણ AI કંપની એનાથી અબજો કમાય છે, લેખકને પૈસો નથી મળતો.કાયદેસર હોવું અને નૈતિક હોવું એ બે અલગ વાત છે.* કાયદો કહે છે “તમારું પુસ્તક છે, તમે ફાડી શકો”, પણ સંસ્કૃતિ કહે છે “પુસ્તક એ સમાજની ધરોહર છે, એને બચાવવી જોઈએ.”




