28,574 ઘરોમાં પોરાનાશક અને ફિલ્ડવર્કરો દ્વારા 279 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ આરોગ્ય સૂચનો રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.12/05/2025 થી તા.18/05/2025) દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કામગીરી કરવામાં આવી છે. પાણીજન્ય રોગોથી બચવા આ મુજબના પગલાં અવશ્ય લઈએ. પાણી અને અરોગ્યનો સીધો સંબંધ છે, જેથી પાણીજન્ય રોગો જેવાકે ઝાડા, ઝાડા-ઉલ્ટી, મરડો, કોલેરા, કમળો, ટાઈફોઈડ જેવા રોગો થવાનું જોખમ વધી જાય છે. જેનાથી બચવા : પીવાના પાણીને 20 મિનિટ સુધી ઉકાળવું અને ત્યારબાદ જ પીવું, પીવાના 20 લીટર પાણીમાં 1 ક્લોરીનની ગોળીનો ભૂકો કરીને દ્રાવણ બનાવીને નાખવું અને અડધા કલાક પછી જ પીવાના ઉપયોગમાં લેવું, તમામ ટાંકી, કુવા વિગેરે સાફ કરાવી તેમાં દરરોજ આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીની સુચના મુજબ નિયત પ્રમાણમાં ટી.સી.એલ. (બ્લીચીંગ) પાવડરનું દ્રાવણ નાંખી ક્લોરીનેશન કરેલું પાણી જ પીવાના ઉપયોગમાં લેવું, ઘરોની આજુબાજુ ગંદકી કરવી નહી, ઠેર ઠેર એકઠાં થયેલા ઉકરડાનો નાશ કરવો અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવો, વાસી ખોરાક અથવા પલડી ગયેલા અનાજનો ઉપયોગ કરવો નહી, ખાધ પદાર્થોને ઢાંકીને રાખવા, દૂધ ઉકાળીને પીવું, ઝાડા-ઉલ્ટીની અસર ધરાવતાં દર્દીને તાત્કાલિક ઓ.આર.એસ.નું દ્રાવણ બનાવી પીવડાવો, નજીકના આરોગ્ય કર્મચારી અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરી યોગ્ય સલાહ-સારવાર મેળવો, ક્લોરીન ટેબ્લેટની જરૂરીયાત હોય તો નજીકના શહેરી પ્રાથમિક કેન્દ્રનો સંપર્ક કરવો.
- Advertisement -
પાણીજન્ય રોગચાળા અન્વયે કરવામાં આવેલ કામગીરીમાં તા.12/05/25 થી તા.18/05/25 સુધીમાં કરવામાં આવેલ ક્લોરીન ટેસ્ટની સંખ્યા 396 અને નેગેટીવ રીપોર્ટ આવેલની સંખ્યા 0. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.12/5/2025 થી તા.18/05/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 28,574 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 279 ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઈ છે. ડેન્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 614 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂમલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 80 અને કોર્મશીયલ 54 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે. મચ્છરજન્ય રોગોમાં અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યામાં મેલેરિયા 1, ડેન્ગ્યુ 0, ચિકુનગુનિયા 0 નોંધાયા છે. અન્ય રોગચાળામાં શરદી – ઉધરસના 620, સામાન્ય તાવના 624, ઝાડા – ઉલટીના 229, ટાઈફોઈડ તાવ 1, કમળો તાવ 5, મરડા 0, કોલેરાના 0 કેસ નોંધાયા છે.



