જૂનાગઢનાં કોન્ટ્રાકટરને મુંબઇની સંસ્થાએ 12.68 લાખ ન ચૂકવ્યા
મુંબઇની સવાણી હેરિટેજ ક્ધઝર્વેશન પ્રા.લી.ને વકીલ મારફત નોટિસ ફટકારાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં બહાઉદીન મકબરાનું રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામ મુંબઇની સવાણી હેરીટેઝ ક્ધઝર્વેશનન પ્રા.લી.સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામનો પેટા કોન્ટ્રાકટ જૂનાગઢનાં કોન્ટ્રાકટરને આપ્યો હતો. પરંતુ કામ પૂર્ણ થઇ ગયા છતાં આજ સુધી રકમ ચૂકવી નથી. મુંબઇની સંસ્થા પાસેથી રૂપિયા 12.68 લાખ લેવાનાં થતા હોય આજ સુધી ન આપતા વકીલ મારફત નોટીસ ફટકારી છે. આ અંગે એડવોકેટ રાજેશ બી. સરવૈયાએ જણાવ્યું હતું કે, કિશોરભાઇ મોહનલાલ હરીયલ નકશીકામ તથા મુખ્યત્વે હેરીટેઝને લગતા નકશીકામ અને તેના ડેવલોપમેન્ટનું કામ કરે છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પૌરાણીક વિરાસતોની મિલ્કતો સબંધી રાજય સરકારે તથા પ્રવાસન નિગમ દ્વારા જૂનાગઢ અને પોરબંદર શહેર અને આસપાસનાં ઐતિહાસીક ઇમારતો જે હેરીટેજની વ્યાખ્યામાં આવે છે અને જર્જરીત છે. તેને જોવા લાયક સ્થળ તરીકે ફરીથી લોકો માટે મુકવા જરૂરી બાંધકામ અને પ્લાસ્ટર, નકશીકામ, પેચવર્કનું કામ મુંબઇની સવાણી હેરીટેઝ ક્ધઝર્વેશન પ્રા.લી.એ આપવામાં આવ્યું છે.
મુંબઇની સવાણી હેરીટેઝ ક્ધઝર્વેશને પેટા કોન્ટ્રાકટ જૂનાગઢનાં કિશોરભાઇ મોહનલાલ હરીયલને આપ્યો હતો. જેમાં બહાદીન મકબરાનાં સાફ, સફાઇ, પ્લાસ્ટર એન્ડ ફાઇનલ કોટીંગ પ્લાસ્ટરનાં 47 લાખ, મકબરાનાં ચાર મિનારાનાં કામનાં 12 લાખ અને પોરબંદર રાજબા કોલેજનાં કામનાં 4 લાખ મળી કુલ 63 લાખ રૂપિયાનો પેટા કોન્ટ્રાકટ રાખ્યો હતો. આ તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને સમય મર્યાદામાં પૂર્ણ કર્યું છે. પેટા કોન્ટ્રાકટની બાકીની રકમ 12,68,055 રૂપિયા આજદિન સુધી ચૂકવ્યાં નથી. કિશોરભાઇ હરીયલને રકમ ન ચૂકવી છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત કર્યો છે અને આર્થીક રીતે મોટું નુકશાન થતા માનસીક યાતના પણ ભોગવે છે. પેટા કોન્ટ્રાકટર સાથે છેતરપીંડી થતા સવાણી હેરીટેઝ ક્ધઝર્વેશને નોટીસ ફટકારી છે. નોટીસ મળ્યાંનાં 15 દિવસમાં બાકી રકમ ચૂકવવામાં નહી આવે તો દિવાની તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
કામને લઇ સવાલ ઉઠ્યાં હતા
દોઢ માસ પહેલા ઉપરકોટમાં રાણેકદેવી મહેલનાં કામ વખતે ઘૂમ્મટ પડ્યો હતો. જેમાં શ્રમીકનું મોત પણ થયું હતું. તેમજ મુંબઇની કંપની કરેલા કામને લઇને પણ સવાલો ઉઠ્યાં છે. કામની ગુણવત્તાને લઇ સવાલ ઉઠી રહ્યાં છે.
શ્રમિકોને રૂપિયા ન ચૂકવાતાં કામ બંધ કર્યું હતું
ઘણા સમય પહેલા અહીં કામ કરતા શ્રમીકોનાં રૂપિયા ચૂકવાયા ન હતાં. જેના કારણે કામ કરતા શ્રમીકોએ કામ બંધ કરી દીધું હતું. પરંતુ બાદમાં સમાધન થતા અને વાયદો આપતા કામ શરૂ કર્યું હતું.



