By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    4 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    4 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    5 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    1 day ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    1 day ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    4 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 day ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ભાગીદારી છૂટી થયા બાદ પણ હિસાબ માંગી ભત્રીજાનો કાકા પર હુમલો : કારમાં કરી તોડફોડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટમાં ભાગીદારી છૂટી થયા બાદ પણ હિસાબ માંગી ભત્રીજાનો કાકા પર હુમલો : કારમાં કરી તોડફોડ
CRIME

રાજકોટમાં ભાગીદારી છૂટી થયા બાદ પણ હિસાબ માંગી ભત્રીજાનો કાકા પર હુમલો : કારમાં કરી તોડફોડ

Khaskhabar Editor
Last updated: 2026/08/11 at 2:15 PM
Khaskhabar Editor 1 month ago
Share
23 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

રાજકોટના નીલકંઠનગરમાં રહેતા અને નિવૃત જીવન જીવતા હિતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ ઉ.60એ કિશન રમેશભાઈ પટેલ, ખ્યાતિબેન કિશનભાઇ પટેલ અને રમીલાબેન રમેશભાઈ પટેલ સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે 2001થી હું તથા મારો ભાઈ રમેશભાઈ અમે જમીન મકાનનું કામ ભાગીદારીમાં સાથે કરતા અને બાદ 2015માં અમે આ ભાગીદારીમાંથી છુટ્ટા પડી ગયા હતા મારે હિસાબ રમેશભાઈ પાસેથી લેવાનો નીકળતો હોય પરંતુ આ રમેશભાઈ તથા તેનો દીકરો કિશનભાઈ આ હિસાબ કરવા કે મને પૈસા આપવા માંગતા ના હોય જેથી હિસાબ કરતા નહીં અને છેલ્લા બે વર્ષથી હિસાબ કર્યા વગર મારી પાસેથી ઉલટાના પૈસા માંગવા કિશન આવતો હોય જેથી મેં છેલ્લે કંટાળીને કહેલ કે મારે પૈસા જોતા નથી પરંતુ તું સેના પૈસા માંગે છે જેથી આ કિશન ગઈ તા.7ના રોજ મને તેની શેરીમાંથી નીકળતો હોય ત્યારે પણ કારણ વગર મારી સાથે બોલાચાલી કરી હતી આ વાતની અદાવત રાખી આ કિશન તેની થાર લઈને આવી અને અમારી ઇનોવા ગાડી બહાર પડેલ હોય તેમાં પ્લાસ્ટિકના ધોકાથી કાચ ફોડતો હોય જે અવાજ સાંભળી હું અને મારી પત્ની મયુરીબેન બહાર આવ્યા હતા આ કિશન અમારી ગાડીના કાચ તોડતા હોય જેથી તેને સમજાવવા જતા આ કિશન મને જેમ તેમ ગાળો આપી તેના હાથમાં રહેલ પ્લાસ્ટિકનો ધોકો ખંભાના ભાગે મારી દીધો હતો બીજા હાથમાં છરી હાથમાં હોય જે પકડી રાખેલ ત્યારે તેની પત્ની ખ્યાતિબેન તથા તેની માતા રમીલાબેન પણ આવેલ તે બંનેએ આ કિશનના હાથમાંથી છરી તથા પાઇપ લઈ મારી પત્ની મયુરીબેનને ઢીકા પાટુનો માર મારેલ અને ગાળો ભાંડી હતી શેરીના માણસો ભેગા થઈ જતા આ ત્રણેય ત્યાંથી જતા-જતા મને કહેલ કે બીજી વાર હાથમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

રાજકોટમાં 3 વર્ષ કે વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા વધુ 42 પોલીસ જવાનોની આંતરિક બદલી
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક સાથે વધુ 42 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં પ્રથમ યાદી જાહેર કરી 49 કર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી હતી આ પછી વધુ એક બદલીનો લીથો તૈયાર કરી 88 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજરોજ બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ શાખામાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી કુલ 5 લીથા જાહેર કરવામાં આવ્યા તેમાં કુલ 179 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો 23 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં 49 પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા આ પછી બીજો અને ત્રીજો લીથો 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 84 અને 4 મળી કુલ 88 પોલી કર્મીની બદલી કરવામાં આવી હતી.

શાપરમાં ટાવરમાંથી 1.20 લાખની બે રીમોર્ટ રેડિયો યુનિટની ચોરી

રાજકોટના જંક્શન પ્લોટમાં ગોવર્ધન એપાર્ટમેન્ટમાં રહેતા અને R.S. સીકયુરીટીમાં રાજકોટ જીલ્લા ટીમ લીડર તરીકે નોકરી કરતા દિનેશસિંહ શ્યામસિંહ રાજપુત ઉ.50એ 1.20 લાખની ચોરી અંગે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ઇન્ડસ કંપની દ્રારા જે ટાવર ઉભા કરવામાં આવેલ હોય તે ટાવર પર અમારે પેટ્રોલીંગ રાખવાનું હોય છે. અને રાજકોટ જીલ્લામાં મારી નીચે કુલ 7 માણસો કામ કરે છે ગત 10 તારીખે હું તથા ડ્રાઇવર યુવરાજસિંહ રાણા એમ અમો બંને રાજકોટ મોટા મૌવા બાજુ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમારા ટેલીગ્રામ ગ્રૂપમાં અમારા ચીફ પ્રકાશભાઈ વાળંદ દ્રારા રાત્રીના આશરે સવા ત્રણેક વાગ્યે મેસેજ કરવામાં આવેલ કે, ટાવર આઈ.ડી. IN-1269639 પર પહોંચો અને ચેક કરો તેમ મેસેજ મળેલ અને આ ટાવર આઇ.ડી. વેરાવળ (શા.) ખાતે ખોડીયારનગર વિસ્તારના હોય જેથી મે સુપરવાઇઝર મહેશકુમાર હરજીવનભાઇ શ્રીમાળીને ફોન કરી ટાવર આઈ.ડી. પર પહોચવા માટે જણાવેલ અને ઇન્ડસ કંપની દ્રારા જે ટાવર ઉભા કરવામાં આ વેલ છે. તેમા અલગ અલગ કંપની પોતાના અજના રીમોર્ટ રેડીયો યુનિટ લગાવતી હોય છે. અને આ રીમોર્ટ રેડીયો યુનિટ જો કોઇ કાઢે તો, અલાર્મ વાગવા લાગે છે. અને અમારા ચીફને તુરંત જ જાણ થઇ જાય છે. અને સુપરવાઇઝર મહેશકુમા૨ દ્રારા વેરાવળ (શા.) ખાતેના ટાવર ખાતે તપાસ કરતા ટાવર ઉપર લગાવેલ નોકીયા કંપનીના બે અજના રીમોર્ટ રેડીયો યુનિટ જોવા મળેલ નહી કોઇ અજાણીયા ઇસમે કેબલ વાયર કાપી બે રીમોર્ટ રેડીયો યુનિટની ચોરી કરી લઇ ગયેલ હોવાનું જાણવા મળતા 1.20 લાખની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

કમરે બાંધેલી બંધુક પર હાથ મૂકી ભાઈએ કહ્યું પહેલા મળી હોત તો તને મારી નાખત : જમીનમાં ભાગ નહીં આપવા મુદ્દે અવાર નવાર ધમકી આપતા હોવાનો આક્ષેપ

રાજકોટના રેલનગરમાં અમૃત રેસિડેન્સીમાં રહેતા દેવલબા યજુવેન્દ્રસિંહ ઝાલા ઉ.41એ મોરબી રહેતા મોટા પપ્પાના દિકરા પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા અને યુવરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા સામે પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું લાખાજીરાજ રોડ ઉપર આવેલ ઓમ ક્રિએશન નામની કપડાની દુકાનમાં નોકરી કરૂ છુ મારા પતિ પ્રા.નોકરી કરે છે મારા સાસુ પ્રફુલાબા દિલીપસિંહ ઝાલા અમારી સાથે રહે છે ગત તા.4 મેં 2025ના રોજ ઉપરોક્ત ત્રણેય અમારા ઘરે હતા ત્યારે હું તથા મારા સાસુ તથા મારા પિત તથા મારા જેઠ ધર્મેન્દ્રસિંહ તથા મારો દિકરો ઘરે હાજર હતા અને મારા મોટા પપ્પાના દિકરા પુષ્પરાજસિંહએ મને જણાવેલ કે તારે જમીન જોયે છે કે સંબંધ જોયે છે જેથી મેં કહેલ કે મારે જમીન જોયે છે જેથી મારા મોટા પપ્પાના દિકરા પુષ્પરાજસિંહએ મને જણાવેલ કે તો તુ તારૂ આધારકાર્ડ આપ જેથી મેં જણાવેલ કે હું મારા વકીલ સાથે આવીશ એમ તમને આધારકાર્ડ ન આપુ જેથી મારા પપ્પાએ મને જણાવેલ કે એમ હું તને જમીન ન આપુ તુ મારી દિકરી નથી અને હું મરી જાવ પછી યુવરાજને તને જમીન આપવી હશે તો આપશે જેથી મેં જણાવેલ કે હું તમારી દિકરી છુ જેથી મારો હક્ક તો જમીન ઉપર લાગે તેમ મેં જણાવેલ અને અમારા બંને પરીવાર વચ્ચે જમીનના ભાગ બાબતે બોલાચાલી થઈ હતી તે દરમ્યાન મારા મોટા પપ્પાના દિકરા પુષ્પરાજસિંહ ઉશ્કેરાય ગયેલ અને તેમની કમરમા બંધુક બાંધેલ હતુ તેના ઉપર હાથ રાખેલ અને પુષ્પરાજસિંહએ મને કહેલ કે તુ મને પહેલા મળી હોત તો તને મારી નાખત તેમ કહીને આ લોકો ત્યાંથી નીકળવા લાગેલ અને જતા જતા આ પુષ્પરાજસિંહ મને કહેલ કે તને જમીન મળે તો હુ મુંછ મુડાવી નાખીશ કહી જતા રહ્યા હતા અને છએક મહીના બાદ આ પુષ્પરાજસિંહનો મને ફોન આવેલ મને કહેલ કે તુ કેમ પોલીસમા ફરીયાદ કરીશ એ હુ જોય લઈશ મારો ભાઇ યુવરાજસિંહ તથા મારા મોટા પપ્પાના દિકરા પુષ્પરાજસિંહ મને જમીનમાં ભાગ દેવો ન પડે તે માટે ભેગા મળી તેઓ મને રૂબરૂમાં અને ફોન દ્વારા અવાર નવાર ધમકી આપેલ હોય અને આ ફરીયાદ મોડી કરવાનુ કારણ એવુ છે કે મારા પીતાનો મને ફોન આવેલ અને સમાધાન કરવાનુ કહેલ પરંતુ આજદીન સુધી સમાધાન કરવા આવેલ નહીં. જેથી ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં મામાના દીકરા ભાઈએ યુવક પર એસિડ ફેંકી, પાઇપથી હુમલો કર્યો

રાજકોટના નવાગામની શક્તિ સોસાયટીમાં રહેતા હરેશભાઈ મોહનભાઈ પરમાર ઉ.50એ જયંતીભાઈ અમરશીભાઇ ચુડાસમા સામે એસિડ એટેક અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ગત સવારે કોઠારીયા મેઈન રોડ ખાતે મારા મામાના દીકરા ધીરૂભાઇની દીકરી અલ્પાબેનના સસરા ગુજરી ગયેલ હોય જેથી ઉત્તરક્રિયામાં ગયો હતો ત્યા હું જમીને મારી ઘરે જવા હાલતો થયો હતો અને થોડે આગળ જતા જયરામ પાર્કથી કૉઠારીયા મેઈન રોડ તરફ જવાના કાચા રસ્તા પર અચાનક મારા મામાનો દિકરો જયંતીભાઈ અમરશીભાઈ ચુડાસમા રસ્તા પર ઉભો હોય જેણે પોતાના હાથમા રહેલ એસીડ ભરેલ બોટલથી મારા મોઢાના ભાગે પીચકારી કરી ઉડાળતા મે બચાવમાં મારો હાથ આડો રાખતા મારા ડાબા હાથની હથેડી તથા આંગળિયો તેમજ મોઢાના ભાગે તથા હોઠની ઉપર તથા અંદર તેમજ ગળાની નીચે છાતીના ભાગે આ એસીડના છાંટા ઉડયા હતા જેથી મને અસહ્ય બળતરા થતા મે મારૂ મો.સા. ઉભુ રાખી અને ત્યા આગળ જોતા પાણી હોય જેના વડે મે તરત જ મારી આંખ તથા મોઢાને ધોવા લાગેલ ત્યા આ મારા મામાના દિકરા જયંતીભાઇએ તેની પાસે રહેલ લોખંડના પાઈપ વડે મને માર મારી અને ત્યા પડેલ મારૂ મો.સા.માં પાઇપ વડે મારવા લાગેલ અને નુકશાની કરતો હતો ત્યારે હું ત્યાંથી જતો હતો ત્યારે મને ગાળો આપવા લાગેલ તેથી થોડે દૂર જઇ અને મે મારા મોબાઇલમાથી 108 તથા 112ને ફોન કરતા 112 આવી જતા જયંતિભાઈ ત્યાંથી ભાગી ગયો હતો અને 108 આવી જતા હું સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવાર માટે દાખલ થયો હતો આ મારા મામાનો દોકરો જયંતિ કે જે મારા મકાનથી થોડે આગળ જ ૨ હે છે જે આજથી એકાદ મહીના પહેલા પાણીના નળ કનેક્શન માટે કરેલ ખાડાની ધુળ તેના ઘર તરફ જવાના રસ્તે પડેલ હોય જે તેને નળતર થતી હોવાનું કહી અમારી સાથે અગાઉ બોલાચાલી કરી હતી તેનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કોટડાસાંગાણીમાંથી બિહારી શખસ ગાંજા સાથે ઝડપાયો

રાજકોટ જીલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી કરતા ઈસમો પર વોચ રાખવાની સુચના અન્વયે કોટડા સાંગાણી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.ત્યારે હડમતાળા જીઆઈડીસીમાં આવેલ કોસ્મોસ ટેકનોકાસ્ટ કારખાનાની સામે એક શખસ ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી આધારે ટીમે દરોડો પાડી હાજર શખસને પોતાનું નામઠામ પૂછતા પોતે રીતેશકુમાર મહાબિર મંડલ મૂળ બિહારી જણાવતા પોલીસે તેની ઝડતી લેતા ૭૫૫ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે કુલ રૂ.૪૦,૭૫૦નો મુદામાલ કબજે લઈ પૂછતાછ કરતા ૧૫ દિવસ પહેલા ગુજરાત મજૂરી કામ અર્થે આવ્યો ત્યારે ગાંજો સાથે લાવ્યાની કબુલાત આપતા પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

૧૫ વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી પાડોશીએ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

શહેરના જામનગર રોડ પર આવેલા ક્વાર્ટરમાં રહેતા રહેમાન સોહિલભાઈ શેખ નામના શખ્સ સામે સગીર વયની બાળકી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાનો પોકસો હેઠળ ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો છે. મળતી વિગતો મુજબ, આરોપી રહેમાને ફરિયાદીની ૧૫ વર્ષ અને ૫ મહિનાની સગીર વયની દીકરીને પોતાની પ્રેમજાળમાં ફ્સાવી હતી. છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન આરોપીએ આ સગીરાને રાત્રિના સમયે ચાર વાર પોતાના ઘરે બોલાવી હતી અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા.દરમિયાન, સગીરાને આશરે પાંચેક માસનો ગર્ભ રહી જતાં સમગ્ર લંપટલીલાનો પર્દાફાશ થયો હતો.પરિવારજનોને જાણ થતાં તેઓએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ.પી.ગઢવીએ પોકસો હેઠળ ગુનો નોંધી આરોપી રહેમાન શેખની શોધખોળ હાથ ધરી છે.

જાળીયા ગામની વારસાઈ જ઼મીન હડપવા બોગસ વેચાણ કરાર ઉભો કર્યો

શહેરના જૂના મોરબી રોડ પર આવેલ સત્યમ પાર્ક પાસે રહેતા વિધવા મહિલા ચાર્મીબેન શૈલેષભાઈ પીપળીયાએ પોતાના વડીલોપાર્જિત જાળીયા ગામની કિંમતી ખેતીની જમીન પચાવી પાડવાના ગુનાહિત કાવતરા અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના સ્વર્ગસ્થ પતિ તથા સાસુએ ભૂતકાળમાં રૂ.૧૨ લાખ પેટે દિવ્યેશ ધનવંતરાય ગાંધીને પાવર ઓફ એટર્ની કરી આપી હતી. પરંતુ, દિવ્યેશ ગાંધીએ આ પાવર ઓફ એટર્નીનો દૂરૂપયોગ કરી જમીન નિર્મળાબેન કાંતિલાલ સેજપાલના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. આ અંગે મામલતદાર કચેરીએ કાચી નોંધ રદ કરી દીધી હોવા છતાં, કાવતરાના ભાગરૂપે કોટડા નાયાણી ખાતે રહેતા યોગેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાએ આ કિંમતી જમીન પચાવી પાડવાનો ખેલ રચ્યો હતો. યોગેન્દ્રસિંહ જાડેજાએ નિર્મળાબેન સેજપાલ પાસેથી તા. ૦૨/૦૭/૨૦૧૦ના રોજ 25 લાખમાં જમીન વેચાણ અંગેનો નોટરી અશ્વિનકુમાર ટોલીયા સમક્ષ થયેલો સ્ટેમ્પ પેપર મેળવ્યો હતો. સ્ટેમ્પ વેન્ડર મુકુંદરાય અનડકટના રજિસ્ટર ચકાસતા આ સ્ટેમ્પ પણ અન્ય વ્યક્તિના નામે ખરીદાયેલા હોવાનું બહાર આવ્યું હતું. યોગેન્દ્રસિંહે આ ૨૦૧૦ના દસ્તાવેજમાં તારીખ અને વર્ષની પાછળ છેકછાક કરી ‘૨૦૧૧’ બનાવી દઈ બોગસ વેચાણ કરાર તૈયાર કર્યો હતો અને આ કૂટલેખિત દસ્તાવેજને સાચોદર્શાવી રાજકોટની સિવિલ કોર્ટમાં સ્પે. દિ. દાવો નં. ૧૧૩/૨૦૨૪ રજૂ કરી જમીન હડપવાનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટમાં હમણાં આવું કહી નીકળેલા યુવકનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટના રૈયાના ગોવર્ધન હાઇટ્‍સમાં રહેતાં ચેતનભાઇ વલ્લભભાઇ રાવરાણી ઉ.44 ગત બપોરે ઘરેથી નીકળ્‍યા બાદ મોડી રાતે સવા ત્રણેક વાગ્‍યે માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્‍ચે અતિથી દેવો ભવ હોટેલ નજીક ઝેરી પ્રવાહી પીધેલી હાલતમાં બેભાન મળી આવ્યા હતા આ બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતાં. કોઇએ 108માં જાણ કરતા 108ના તબિબ ડો. ઝુબેરભાઇએ તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતાં. બીજી તરફ ઘરેથી હમણા આવું, એક કામ માટે જાઉ છું તેમ કહીને સ્‍કૂટર લઇને તેઓ નીકળ્‍યા હોઇ લાંબો સમય સુધી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી. આ દરમિયાન તેમનું સ્‍કૂટર રૈયા ચોકડી પાસેથી મળી આવ્‍યું હતું. આસપાસમાં તપાસ કર્યા બાદ પરિવારજનો અલગ અલગ રસ્‍તાઓ પર તપાસમાં નીકળ્‍યા હતાં. એ દરમિયાન માધાપર ચોકડીથી આગળ તપાસ કરતાં પહોંચતા ત્‍યાં 108 આવી હોઇ અને ટોળુ એકઠુ થયું હોઇ તપાસ કરવા જતાં ચેતનભાઇ રાવરાણી ઝેરી પ્રવાહી પીધેલી હાલતમાં બેભાન મળ્‍યા હતાં અને તેમને 108ના તબિબએ નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારોમાં કલ્‍પાંત સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. મયુરસિંહ જાડેજા સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે ચેતનભાઇ ઘરેથી ફૂડ ડિલીવરીનું કામ કરતાં હતાં. તેઓ ત્રણ બહેનના એકના એક નાના ભાઇ અને પરિવારનો આધાર સ્તંભ હતાં સંતાનમાં બે દિકરા છે બંને સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે

રાજકોટમાં દૈનિક 1000 મળશે કહી યુવતીએ 50 હજાર ડિપોઝીટ કરાવી બુચ મારી દીધું : માત્ર 4 દિવસ વળતર ચુકવ્યું : મુદ્દલ માંગતા ફોન ઉપાડવાનું બંધ કરી દીધું : ફરિયાદ

રાજકોટના ગીતાનગરમાં રહેતા સંગીતકાર ઉમંગ ઉમેશભાઈ મહેતા ઉ.30એ રિયાકુમારી અને બેન્ક ખાતા ધારક સામે 50 હજારની છેતરપિંડી અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી આશરે અગીયારેક વર્ષ પહેલા 2015માં એક ડી.જે. ઈવેન્ટમા ઘંટેશ્વર પાર્ક ખાતે મારી મુલાકાત રીયાકુમારી ગોર સાથે થઇ હતી ત્યાર બાદ અમો બન્ને સોશીયલ મીડીયાથી એકબીજાના સંપર્કમા હતા. ત્યાર બાદ મને રીયાકુમારીએ વોટ્સએપ મારફતે એક ગેમીંગ કંપની “RUMMY GOLD INVEST NOWના ફોટાઓ મોકલેલ અને મને કહેલ કે તમે આ કંપનીમા ઈન્વેસ્ટ કરો તેમા તમને સારા રિટર્ન મળશે જેમા સંપુર્ણ જવાબદારી મારી રહેશે તેમ જણાવેલ જેથી મે વધુ જાણકારી મેળવવા વીડીયોકોલ દ્વારા પુછપરછ કરેલ ત્યારે મને રીયાકુમારીએ અલગ-અલગ પેકેજ વીશે જણાવેલ અને કહેલ કે હુ આ કંપનીમા જ નોકરી કરુ છુ અને મે આ કંપનીમાથી ઘણો નફો મેળવેલ છે અને આ ગેમીંગ કંપનીનો પ્રોજેક્ટ મારા હાથમા જ છે બધાનુ પેમેન્ટ પણ હું જ કરુ છુ અને તમે પણ આમા ઈનવેસ્ટ કરો જેથી મે વિશ્વાસમા આવી 50 હજારનુ પેકેજ લીધું હતું અને તેઓના કહેવા પ્રમાણે બેંક ખાતામા રૂપિયા 50 હજાર મોકલી દીધા હતા ત્યારબાદ મારા ઈન્વેસ્ટમેંટ પેકેજ મુજબ મને દરરોજ બે ટકા લેખે 1000 મને આપવાના હતા કુલ 4000 મારા બેંક એકાઉન્ટમા જમા થયા હતા ત્યાર બાદ આ રીયકુમારીએ મારી પાસેથી ઈન્વેસ્ટમેંટ માટે લીધેલ રકમનુ વળતર આપવાનુ બંધ કરી દિધેલ જેથી મે રીયાકુ મારીને મે આપેલ રકમ પરત કરવા અવાર-નવાર જણાવેલ પરંતુ તેઓએ અલગ-અલગ વાયદાઓ કરી ઉડાઉ જવાબ આપી મારા ફોન-મેસેજનો જવાબ આપવાનુ બંધ કરી દિધેલ જેથી મેં ફરિયાદ નોંધાવી હતી.

ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતેથી 21,600ની ચોરી

રાજકોટના માધાપર ગામમાં ગોલ્ડન પોર્ટિકોમાં રહેતા અને રાજપુતપરા મેઇન રોડ પર સેફટી વર્લ્ડ ફાયર ઇકવીપમેન્ટ એન્ડ સિસ્ટમ નામે પેઢી ચલાવતા વિવેકભાઇ ઓમપ્રકાશભાઇ ઉર્ફે રાજેશભાઇ ચૌહાણ ઉ.28એ 21,600ની ચોરી અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે હાલ અમારી પેઢીનુ એક કામ અમદાવાદ-સોમનાથ નેશનલ હાઇવે, યુવરાજનગરની બાજુમા આવેલ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે ચાલુ છે ગઈકાલે હું મારા ઘરે હતો ત્યારે અમારા મેનેજર દેવાંગ ઝાપડીયાનો ફોન આવેલ કે, ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન વેરહાઉસ ખાતે કામ ચાલુ છે ત્યા ગઇ તા.9ના રોજ બપોરે આપણા મજુરો સાઇટ પર કામ કરતા હતા બાદ વધેલો સામાન ત્યા જ વેરહાઉસમા રાખીને જતા રહ્યા હતા બાદ ગઈકાલે સવારે મજુરો સાઇટ પર આવેલ અને જોયેલ તો ત્યા રાખેલ ફાયર એન્ડ સેફ્ટીના માઇલ્ડ સ્ટીલ લોખંડના પાઇપ જેમા 20 ફુટના બે પાઇપ તથા અન્ય નાના મોટા કટકા એમ કુલ 270 કીલો આસપાસના પાઇપ જોવામા આવતા નથી તેમજ આજુબાજુમા તપાસ કરતા પણ આ સામાન મળી આવેલ નથી આ સામાન કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઇ ગયો હોય જેથી 21,600ની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં જુગાર રમતી 8 મહિલા સહીત 11 ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે એમ કૈલાની રાહબરીમાં પીએસઆઈ કે ડી મારુની ટિમ મહિલા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે ઉડ્યનગરમાં શિવમ એવન્યુ નામના ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમતા જ્યોતિબેન યોગેશભાઈ ગોહેલ, જયશ્રીબેન અનિલભાઈ વિસાણી, ભાવનાબેન દિલીપભાઈ ટાંક, માનસીબેન રમેશભાઈ અગ્રાવત, દિવ્યાબેન જયંતીભાઈ હુંબલ અને નયનાબેન અરવિંદભાઈ વિઠલાણીની ધરપકડ કરી રોકડા 13,500 કબ્જે કર્યા છે જયારે યુનિવર્સીટી પોલીસ મથકના સ્ટાફે બાતમી આધારે મનહરપુરમાં પ્રજાપતિ ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મુકેશ ગોવિંદભાઇ રામાવત, રાજેશ પરષોત્તમભાઇ રામાવત, દામજી જાદવજીભાઈ કુબેર, કૃતીજાબેન આમદભાઈ કુરેશી અને મંજુલાબેન કનુભાઈ મોકરિયાની ધરપકડ કરી રોકડા 10,100 કબ્જે કર્યા છે.

ગોંડલ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી એલસીબીએ દારૂ ભરેલી કાર ઝડપી પાડી

ગોંડલ નજીક પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલ કાર ઝડપી લીધી છે રૂરલ એલસીબીની ટીમે 6.10 લાખનો મુદામાલ કર્યો હતો. જ્યારે બે બુટલેગર ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ અને જુગારની બદી દૂર કરવા આપેલ સૂચના અન્વયે એલસીબી પીઆઈ જે. પી.રાવની રાહબરીમાં પીએસઆઈ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહિલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે , દેવાંગ રમણીક પરમાર નામનો શખ્સ પોતાની સફેદ કલરની બ્રેઝા કારમાં વિદેશી દારૂ ભરી આટકોટ તરફથી ગોંડલ તરફ આવી રહ્યો છે આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી કારને અટકાવવાનો પ્રયાસ કરતાં કારના ચાલકે વાહન ઊભું રાખવાને બદલે મોવિયા રોડ તરફ ભગાડી મૂક્યું હતું. પોલીસે તાત્કાલિક પીછો કરતા, બે બુટલેગરો સહારા પંપ નજીક આવેલી શ્રેયમ શીતલ સિમેન્ટની બાજુમાં ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 1.10 લાખની કિંમતની દારૂની 672 બોટલ મળી આવતા દારૂ અને કાર મળી કુલ 6.10 લાખનો મુદામાલ કબ્જે કરી આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે દેવાંગ રમણીક પરમાર અને અન્ય એક અજાણ્યા સામે સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

મેટોડા જીઆઇડીસીમાં બાળકો પાસે મજુરી કરાવતાં ચાર વેપારીની ધરપકડ

મેટોડામાં જીઆઇડીસીમાં રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટીની ટીમે દરોડા પાડી અલગ અલગ ત્રણ જગ્યાએથી બાળ મજુરોને મુકત કરાવી તેમની પાસે મજુરી કરાવનાર ચાર વેપારી સામે ચાઇલ્ડ લેબરના કાયદા હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં બાળકો પાસે મજૂરી કરાવતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટના પીઆઇ એન.એ.શુકલની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટની ટીમે મેટોડા જીઆઇડીસી ગેટ નં.1 મેટોડા પ્લાઝા પાસે આવેલી ગુજરાત ટી સ્ટોલ નામની દુકાનમાં બાળક પાસે ચા બનાવવાની મજૂરી કરાવામાં આવતી હોય ત્યાં દરોડો પાડી બાળકને મુકત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી ટી સ્ટોલના સંચાલક જયદપસિંહ ઘોઘુભા રાઠોડ સામે કોન્સ. દિલીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જયારે જીઆઇડીસી ગેટ નં.1 અનિલ ચાઇનીઝ નામની દુકાનમાં તપાસ કરતા અહીં પણ બાળકને ચુલા પર મુકેલ અલગ અલગ વાનગીઓ તળવાનું તથા ચુલામાં કોલસા ભરાવવાનું તથા સાફ સફાઇ તથા શાકભાજી કટિંગનું કામ કરાવાતુ હોય જેથી મુક્ત કરાવી સંચાલક સત્યમેવ રાજેન્દ્ર સોની અને સત્યધારી રાજેન્દ્ર સોની સામે પીઆઇ એન.એ.શુકલની ફરિયાદ પરથી ગુનો નોંધાવામાં આવ્યો હતો તેમજ નજીકમાં આવેલા અનિલ સમોસા સેન્ટરમાં તપાસ કરતા અહીં પણ બાળક પાસે સમોસા તળતી વખતે કોલસા ભરવાનું તેમજ સાફ સફાઇનું કામ કરાવાતુ હોય તેને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી સંચાલક રાજેન્દ્ર સુખુ સોની સામે ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

You Might Also Like

રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ

બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે

રાજકોટમાં ટ્રાકીકજામ રોકવા બેરીકેડ હટાવતા પદ્મિનીબા વાળા સહિત 5 સામે ફરજમાં રુકાવટનો ગુનો

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ
Next Article ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
CRIME

બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટમાં ટ્રાકીકજામ રોકવા બેરીકેડ હટાવતા પદ્મિનીબા વાળા સહિત 5 સામે ફરજમાં રુકાવટનો ગુનો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?