આર્થિક ભીંસ, બીમારી, પ્રેમ પ્રકરણ, ગૃહ કલેશ સહિતના કારણોસર ભરેલું અંતિમ પગલું
અનેક કિસ્સાઓમાં પરિવાર અને પોલીસ પણ આપઘાતનું કારણ જાણવામાં નિષ્ફ્ળ
- Advertisement -
રાજકોટ શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે કોઈને કોઈ કારણોસર લોકો આત્મહત્યા કરીને મહામૂલી જિંદગી સાથે છેડો ફાડી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2026ના આ 9 મહિનામાં 320 જેટલા લોકોએ આપઘાત કરીને મોત મીઠું કરી લીધું છે આત્મહત્યા પાછળ મુખ્યત્વે આર્થિક ભીંસ, બીમારી, પ્રેમ પ્રકરણ, વ્યાજખોરોનો ત્રાસ, ગૃહ કલેશ, માવતરે આપેલો ઠપકો, દારૂ અને એકલવાયા જીવન જેવા કારણો સામે આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે જે 320 લોકોએ આપઘાત કર્યો છે અનેક કિસ્સાઓમાં પરિવાર તો અજાણ હોય જ છે પરંતુ પોલીસ પણ કારણ જાણવામાં નિષ્ફ્ળ નીવડતા વ્યક્તિના મૃત્યુ પાછળ તેનું કારણ પણ દફન થઇ જતું હોય છે.
રંગીલા રાજકોટ શહેરમાં ગુનાખોરીના વધતા જતા ક્રાઇમ રેઈટ વચ્ચે આપઘાતના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે લોકોની સહન શક્તિ ઘટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણકે ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં જ 320 લોકોએ આપઘાત કરીને જીવન લીલા સંકેલી લીધી છે બાળકો, મહિલાઓ, યુવાનો, પ્રૌઢ, આધેડ અને વૃદ્ધ સહિતના લોકોએ આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો છે કોઈ એક વ્યક્તિના આપઘાતથી પાછળ રહેલો પરિવાર નોધારો બની રહ્યો છે કારણકે જો ઘરમાં કમાનાર કોઈ એક વ્યક્તિ જ હોય અને તે જ જો આપઘાત કરી લ્યે તો પરિવાર ભાંગી પડે છે રાજકોટમાં નોંધાયેલા આપઘાતના 320 બનાવોમાં આર્થિક ભીંસ, બીમારી, પ્રેમ પ્રકરણ, વ્યાજખોરોનો ત્રાસ, ગૃહ કલેશ, માવતરે આપેલો ઠપકો, દારૂ અને એકલવાયા જીવન જેવા મુદ્દાઓ કારણભૂત તરીકે સામે આવ્યા છે જો કે આપઘાતના અનેક બનાવોમાં તો કારણ પણ સામે આવતું નથી કારણકે પરિવાર પોતે જ અજાણ હોય છે જેથી પોલીસ પોતાની રીતે કારણ જાણવા પ્રયાસ કરે છે પરંતુ તેમાં સફળતા મળતી નથી હોતી જેથી વ્યક્તિએ ક્યાં કારણોસર આત્મઘાતી પગલું ભર્યું તે કારણ તેની સાથે જ દફન થઇ જતું હોય છે.
તાજેતરમાં મારવાડી યુનિ.માં બે છાત્રોએ કરી હતી આત્મહત્યા
આત્મહત્યાઓઆ સિલસિલા વચ્ચે મારવાડી યુનિવર્સીટીમાં તાજેતરમાં બે છાત્રોએ ઊંચાઈ ઉપરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો તે બનાવમાં પણ પોલીસ આજદિન સુધી કારણ જાણી શકી નથી ગત 19 સપ્ટેમ્બરના રોજ આંધ્રપ્રદેશની 19 વર્ષીય છાત્રા અલ્લા વ્યંકટેશ સોબર્નિકા નામની યુવતીએ હોસ્ટેલના દસમા માળેથી પડતું મૂકીને અને 25 સપ્ટેમ્બરે આંધ્ર પ્રદેશના જ હેમંત જીસીતારામ પ્રસાદ ગંધમ નામના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી જીવ દીધો હતો આ બંને ઘટનાને પગલે વિદ્યાર્થી આલમમાં શોક વ્યાપી ગયો હતો.
- Advertisement -
ક્યાં મહિનામાં કેટલા લોકોએ કર્યો આપઘાત
જાન્યુઆરી : 38
ફેબ્રુઆરી : 43
માર્ચ : 34
એપ્રિલ : 37
મેં : 27
જૂન : 37
જુલાઈ : 33
ઓગષ્ટ : 34
સપ્ટેમ્બર : 38
સૌથી વધુ 21થી 30 વર્ષના 108 લોકોએ કરી આત્મહત્યા
1થી 10 : 0
11થી 20 : 39
21થી 30 : 108
31થી 40 : 60
41થી 50 : 40
51થી 60 : 28
61થી 70 : 24
71થી 80 : 10
81થી 90 : 0
91થી 100 : 2




