By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    5 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    6 hours ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    1 day ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    1 day ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    4 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    4 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    5 hours ago
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    1 day ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    3 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    4 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    6 hours ago
    યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો
    6 hours ago
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
રાજકોટસ્પોર્ટ્સ

‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન

Khaskhabar Editor
Last updated: 2026/04/08 at 3:51 PM
Khaskhabar Editor 1 month ago
Share
6 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રંગીલા રાજકોટના ખેલપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણનો આખરે ગ્રાન્ડ પ્રારંભ થયો છે. શહેરના ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રીય મેચોના સાક્ષી એવા માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ‘ખાસ ખબર’ દ્વારા આયોજિત ‘ખાસ ખબર કપ-2026’ ઓલ ઇન્ડિયા રાત્રિપ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય શુભારંભ થયો છે. મેદાન પર દેશભરની શ્રેષ્ઠ 64 ટીમો વિજેતા બનવાના મક્કમ નિર્ધાર સાથે મેદાને પડી છે. આ 19 દિવસીય ટૂર્નામેન્ટમાં રાજકોટવાસીઓને હાઈ-વોલ્ટેજ ડ્રામા અને ખરાખરીનો ખેલ જોવા મળશે.
ટૂર્નામેન્ટનું વિધિવત ઉદઘાટન પૂર્વ રાજ્યપાલ અને પીઢ નેતા વજુભાઈ વાળાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. વજુભાઈએ આ ઉંમરે પણ મેદાન પર બેટિંગ કરીને ખેલાડી જેવો જ ઉત્સાહ બતાવ્યો હતો. તેમણે રાજકોટની ક્રિકેટ પરંપરાને બિરદાવતા જણાવ્યું હતું કે, આ મેદાન પર અનેક દિગ્ગજ ખેલાડીઓ રમી ચૂક્યા છે અને ‘ખાસ ખબર’નું આ આયોજન સ્થાનિક પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડશે.

- Advertisement -

શહેરના રાજકીય અને સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ

આ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે શહેરના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજકીય આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય અતિથિ તરીકે કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા, ભાજપ અગ્રણી માવજીભાઇ ડોડીયા, ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, દેવાંગભાઇ માંકડ, ધારાસભ્ય રમેશ ટીલાળા, શહેર ભાજપ ઉપપ્રમુખ કૌશીકભાઇ ચાવડા, મનીષભાઇ રાડીયા, અજયભાઇ પરમાર, ભાજપ અગ્રણી મનીષભાઇ ભટ્ટ, વિવેકભાઇ તલસાણીયા, રસીકભાઇ ભદ્રકીયા, નીરેનભાઇ જાની, ધર્મેન્દ્રસિંહ રાણા, કીરીટભાઇ ગોહીલ, તારીફભાઇ, મયુરસિંહ, સહદેવસિંહ ડોડીયા, સંદિપભાઇ ડોડીયા, પીઆઇ વસાવા, પીઆઇ જે.વી.વાઢીયા, ઉપસ્થિત રહ્યા હતા. ખાસ-ખબર ન્યૂઝના ખઉ પરેશભાઇ ડોડીયા અને સર્વેશ્ર્વર ગ્રુપના સર્વે મેમ્બર સહિતનાએ ઉપસ્થિત મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ દિવસે જ ચોગ્ગા-છગ્ગાની રમઝટ

- Advertisement -

પ્રથમ દિવસે ઈન્ટરનેશનલ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલાડીઓએ રનનો વરસાદ કર્યો હતો. આ ટુર્નામેન્ટ કુલ 19 દિવસ ચાલશે. ક્રિકેટપ્રેમીઓ ઘરે બેઠા ઋફભયબજ્ઞજ્ઞસ અને ઢજ્ઞીઝીબય ચેનલ પર તમામ મેચોનું લાઈવ પ્રસારણ પર મેચ નિહાળી આનંદ માણ્યો હતો. પ્રથમ દિવસે કુલ ચાર મેચ રમાઇ હતી. જેમાં ‘મેન ઓફ ધ મેચ’, ‘બેસ્ટ બેટ્સમેન’ અને ‘બેસ્ટ બોલર’ને આકર્ષક ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. BCCi માન્યતા ધરાવતા સ્ટેટ લેવલના અમ્પાયરિંગ પેનલ દ્વારા મેચોનું સંચાલન કરવામાં આવ્યુ હતું. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ગ્રાઉન્ડ પર ક્રિકેટનો જબરદસ્ત માહોલ જામ્યો હતો.

પ્રથમ દિવસે કોની-કોની વચ્ચે મેચ રમાયા અને કઈ ટીમ વિજેતા બની?

કેશવ કેમ્પ Vs ડી.એચ.કેમ્પ વિજેતા: કેશવ કેમ્પ, મેન ઓફ ધ મેચ : પ્રશાંત

ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચમાં કેશવ કેમ્પે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. બેટ્સમેનોએ મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરી 10 ઓવરમાં 116 રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ઉઇં કેમ્પ-ઇ ની ટીમ દબાણમાં આવી ગઈ હતી અને લક્ષ્ય હાંસલ કરી શકી નહોતી. કેશવ કેમ્પના પ્રશાંતને તેની આક્રમક બેટિંગ (34 રન, 4 છગ્ગા) અને મહત્વની વિકેટ ઝડપવા બદલ વજુભાઈ વાળાના હસ્તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ એનાયત કરાયો હતો.

રાજાધિરાજXI Vs મારવેલ, વિજેતા: મારવેલ, મેન ઓફ ધ મેચ : તપન કાપડી

બીજી મેચમાં મારવેલ-ઇ અને રાજાધિરાજ-11 વચ્ચે મુકાબલો થયો હતો. મારવેલ-ઇ ના બોલરોએ રાજાધિરાજની ટીમને રન બનાવવા માટે ઝઝૂમવા મજબૂર કરી હતી. મારવેલ-ઇ ના ખેલાડીઓએ શિસ્તબદ્ધ બેટિંગ અને શ્રેષ્ઠ રન-રેટ સાથે વિજય મેળવી બીજા રાઉન્ડમાં પોતાની જગ્યા પાકી કરી હતી.

રામનાથ Vs CSK લાયન્સ, વિજેતા: ઈજઊં લાયન્સ, મેન ઓફ ધ મેચ: પ્રતિક રાવલ

ત્રીજી મેચમાં ઈજઊં લાયન્સના બોલરોએ તરખાટ મચાવ્યો હતો. રામનાથ-11 ની ટીમ નિર્ધારિત ઓવરોમાં માત્ર 77 રન જ બનાવી શકી હતી. ઈજઊં લાયન્સના બેટ્સમેનોએ રમતને અંતિમ ઓવરો સુધી લઈ જવાને બદલે આક્રમક અભિગમ અપનાવી માત્ર 7 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. જેમાં દેવદત્તની બોલિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

સિટી પોલીસ Vs પવનપુત્ર રાજકોટ વિજેતા: પવનપુત્ર, મેન ઓફ ધ મેચ: દર્શિત ભિમાણી

દિવસની છેલ્લી મેચ સૌથી રોમાંચક રહી હતી. રાજકોટ સિટી પોલીસે પ્રથમ બેટિંગ કરી 68 રન બનાવ્યા હતા. આ નાના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પવનપુત્ર-11 ની ટીમે શરૂઆતમાં વિકેટો ગુમાવી હતી, પરંતુ રસાકસીભર્યા અંતમાં વિજય હાંસલ કર્યો હતો. પવનપુત્ર-11 ના દર્શિત ભિમાણીને તેની શાનદાર બોલિંગ (3 વિકેટ) માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.

વજુભાઈ વાળા મેયરપદે હતા ત્યારે 1980માં માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડનું નિર્માણ શરૂ થયું હતું

રાજકોટ શહેરે રમતગમતના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સિદ્ધિ 1980માં હાંસલ કરી હતી, જ્યારે શહેરનું પ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે શહેરના મેયર તરીકે કાર્યરત રહેલા વજુભાઈ વાળાએ આ પ્રોજેક્ટને સાકાર બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ માત્ર એક રમતગમતના મેદાન પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ રાજકોટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નકશા પર સ્થાન અપાવવાનો એક દૃઢ પ્રયાસ હતો. તેમની મહેનત, દૃઢતા તથા દ્રષ્ટિએ આ પ્રોજેક્ટને સફળતા સુધી પહોંચાડ્યો હતો. આ ગ્રાઉન્ડના નિર્માણથી રાજકોટના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળી અને સ્થાનિક ક્રિકેટ પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું. સમય જતાં આ મેદાન અનેક મહત્વપૂર્ણ મેચોનું યજમાન બન્યું અને શહેરની ઓળખમાં વધારો કર્યો. રમતગમતના વિકાસ માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડનું યોગદાન આજે પણ અવિસ્મરણીય છે.

અદ્યતન ટેકનોલોજી અને પારિતોષિકોની વર્ષા

ટૂર્નામેન્ટમાં દરેક છગ્ગા અને વિકેટ પર આકર્ષક રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રેક્ષકો માટે લાઈવ ડિજિટલ સ્કોર બોર્ડ, જાયન્ટ સ્ક્રીન પર રિપ્લે અને આધુનિક લાઈટિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જે ખેલાડીઓ અને દર્શકોને આંતરરાષ્ટ્રીય મેચ જેવો જ અહેસાસ કરાવે છે. ‘ખાસ ખબર’ પરિવારના પરેશભાઈ ડોડિયા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આયોજિત આ ક્રિકેટ ઉત્સવ રાજકોટના ખેલ પ્રેમીઓ માટે યાદગાર બની રહ્યો છે.

You Might Also Like

રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો

રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા

કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે

પુરુષોત્તમ માસ નિમિત્તે સહેલી લેડીઝ ક્લબ દ્વારા સોમવારથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

રાજકોટમાં ખાનગી સ્કૂલ જેવી જ સુવિધાઓ સાથે સરકારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી
Next Article ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો કડાકો: બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો
રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સ્પોર્ટ્સ

કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?