ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયા સહિતની બીમારીના કામોની સમીક્ષા કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વંથલીના શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિ (ઉંઅજ)ની બેઠક મળી હતી જેમાં શાપુર પી.એચ.સી.માં નવા મેડિકલ ઓફિસર નિલમબેન એસ.પોલરા (પટેલ)ની નિમણુંક થતાં તેમની જેએએસમાં મેમ્બર સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી હતી તેમજ ડેંગ્યૂ, મેલેરિયા, ચિકન ગુનિયા તેમજ અન્ય રોગો વિશે પીએચસી દ્વારા કરેલ કામોની ચર્ચા કરવામાં આવી હતી આ તકે જી.પં.ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, સરપંચ માધવીબેન કાચા, ઉંઅજના સભ્યો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં અયોગ્ય લક્ષી સેવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.



