મધ્યપૂર્વ ફરી સળગતાં માર્કેટ ધડામઃ નિફ્ટી 24000ની નીચે
મધ્યપુર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચે ફરી નવા પ્રચંડ હુમલા વચ્ચે મહાયુદ્ધનો માહોલ સર્જાતા શેરબજાર ધડામ થયુ હતું જયારે ક્રુડતેલ સળગ્યુ હતું અને ૯૭ ડોલરની નજીક પહોંચ્યુ હતું. મધ્યપુર્વના ઘટનાક્રમ વચ્ચે શેરબજારમાં શરૂઆત જ ગેપડાઉન હતી. વેચવાલીના મારા હેઠળ તમામ શેરો નીચે સરકતા રહ્યા હતા. યુદ્ધથી ક્રુડ ઉંચકાતા ભારતીય અર્થતંત્રને ફટકો પડવા, પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના સંજોગોમાં મોંઘવારીનું નવુ ચકકર શરૂ થવાની ભીતિ વ્યક્ત થવા લાગી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેકસ ૫૪૩ પોઇન્ટના ઉછાળાથી ૭૬૪૦૧ હતો તે ઉંચામાં ૭૬૫૨૧ તથા નીચામાં ૭૬૧૩૫ હતો. નિફટી ૧૯૧ પોઈન્ટના ઉછાળાથી ૨૩૮૬૪ હતો તે ઉંચામાં ૨૩૮૮૨ તથા નીચામાં ૨૩૭૮૬ હતો.
ફરી એક વખત ઈરાન અમેરિકા વચ્ચે વધુ ભીષણ યુદ્ધ છેડાતા જ એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રુડના ભાવ ૯૭ ડોલર જેવી ઉંચી સપાટી પર પહોંચી ગયુ છે અને હવે તે ૧૦૦ ડોલરની સપાટી પણ તોડે તેવી શકયતા -વ્યક્ત થઈ રહી છે તો ગઈકાલે રાત્રીથી અમેરિકાએ હુમલા ચાલુ કરતા જ ભારત સહિતના વિશ્વના શેર બજારમાં કડાકા શરૂ થયા છે. અગાઉ પણ ક્રુડતેલ યુદ્ધ ફરી વધશે તેવા ભયે વધેલુ હતું અને આજે તેમાં ૨%નો વધારો થતા તે ૯૭ ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયુ છે. ક્રુડતેલનો પુરવઠો તથા સપ્લાય નેટવર્કને હાલમાં જ ગોઠવાતુ હતું તે ફરી તુટી પડશે. ભારતમાં બાસ્કેટનું બ્રેન્ટ ક્રુડ તો ૯૯ ડોલર સુધી કુદકો માર્યો હતો તેથી હવે વધુ યુદ્ધ ૧૦૦ ડોલરની સપાટીને તોડીને આગળ વધે તેવો ભય છે. વૈશ્વિક એજન્સી જેપી મોર્ગનના જણાવ્યા મુજબ યુદ્ધના દરેક વધારાના મહિનાથી બ્રેન્ટ ક્રુડ ૭-૮ ડોલર વધુ મોડુ થશે અને ૧૧૪ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે તો ગોલ્ડમેન સ્નેચ તો ૧૨૦ ડોલર સુધીની આગાહી કરાઈ છે.




