પૂર્વ ધારાસભ્યના ગામમાં આદ્રી ખાતે ડાયરામાં ગાયોની સેવા માટે દાનનો ધોધ વહ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.24
આદરી ગામે ડાયરા ની વિગતો જાણીએ તો, ગઈ કાલે તા. 23 ના રોજ આદ્રી ગામ ખાતે શ્રી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવાના વડપણ હેઠળ ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં પુનમ ગઢવી, ગોપાલ સાધુ અને રાજાભાઈ ગઢવી જેવા જાણીતા કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં હજારો લોકોની મેદની ઉમટી હતી. આ તકે તમામ સમાજના અગ્રણીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો કલા સાધના માટે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં આદ્રી ગામના સમસ્ત ગ્રામજનો ખબે ખભો મેળવી એક સાથે ઉલ્લાસભેર જોડાયા હતા.
- Advertisement -
ડાયરામાં ઉડેલા રૂપિયા ગૌશાળામાં જ ઉપયોગમાં લેવાય છે: રાજસીભાઈ જોટવા
રાજસીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે, ભીખુદાનભાઈ ગઢવી થી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ દવે સહિતના કલાકારોને આ ગામે સૌપ્રથમ મંચ આપ્યું હતું. અમારું ગામ જ ડાયરાનું ગામ કહેવાય છે. આદ્રી ગામમાં ડાયરાઓમાં ભજન, લોકગીતો થતા હોય ત્યારે આવી કલા કોઇ કલાકાર પીરસતો હોય ત્યારે ઘોર કરવાની પરંપરા છે.આ ડાયરામાં પૈસારૂપી ઘોર ઉડે છે એ ગાયોની સેવાના કાર્યમાં વપરાય છે અને એજ કારણે ભક્તો ડાયરામાં સરસ્વતીની સાધના કરી રહેલ કલાકારો પર પૈસા ઉડાવે છે. દર વખતે ડાયરામાં ઉડેલા રૂપિયા ગોશાળામાં જ ઉપયોગ લેવાય છે. અને ગૌશાળાનું ઓડિટ પણ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં ઘોર કરતા તમામ લોકો આડકતરી રીતે દાન જ કરે છે.”



