જૂનાગઢ શહેરમાં હવે વારંવાર રસ્તાઓ તોડી નવા બનાવવામાં નહીં આવે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ ખાસ ખબરનો અહેવાલનો પડઘો, મનપા કમિશ્નર દ્વારા જવાબદાર કર્મચારીઓને તાત્કાલિક અસરથી ટેલીફોનીક સૂચના આપી યોગ્ય કામગીરી કરવા આપ્યા આદેશ.
જૂનાગઢ ઝાંઝરડારોડ મહેશનગર વિસ્તારમાં મેઈનરોડ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે શેરીઓમાં બાકી રહેલ ભૂગર્ભ ગટર અને પાણીની મેઈન લાઈન સાથેના કનેક્શન આપ્યા બાદ જ કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામેલ હોવાનો સચિત્ર અહેવાલ ખાસ ખબર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતો. મહત્વનું છે કે ખાસ ખબરના અહેવાલને લઈને મહાનગર પાલિકા કમિશ્નર દ્વારા ઇજનેર અને જવાબદાર મનપા કર્મચારીને ટેલીફોનીક સૂચના આપી હતી અને કડક શબ્દોમાં સ્પષ્ટ જણાવાયું હતું કે કોઈ પણ રસ્તાઓ બનાવતા પહેલા ભૂગર્ભ ગટર અને પાણીની લાઇન તેમજ જરૂરી કનેક્શન આપીને જ કામગીરી હાથ ધરવામાં આવે.
- Advertisement -
મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે કમિશનર પાસે રહેલ જુનાગઢની જનતાને પણ એક સારી કામગીરીની આશા રહેલી છે ત્યારે બીજી તરફ કમિશ્નર દ્વારા પણ જનતાના પ્રશ્નોને સાંભળીને તત્કાલ અસરથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. હાલ તો મહાનગપાલિકા કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ ઝાંઝરડારોડ મહેશનગર વિસ્તારમાં મેઈનરોડ માટેની નિયમો મુજબ કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોમાં પણ એક આનંદની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા 22 વર્ષ કરતા વધુ સમયથી ભૂગર્ભ ગટર અને નવા રસ્તાઓની કામગીરીને લોકોએ પણ આવકારી છે.



