આતંકવાદના સમગ્ર તંત્રનો ખાત્મો જરૂરી : મોદી
કિર્ગિસ્તાનના બિક્કેકમાં ૨૬મી SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અચાનક મુલાકાત થઈ. બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને થોડીવાર વાતચીત કરી. બંને વચ્ચે અલગથી દ્વિપક્ષીય બેઠક પહેલાથી નક્કી નહોતી. બંને નેતાઓ SCO સમિટમાં ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા છે. આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ બંને નેતાઓ સાથે જોવા મળ્યા. SCO સમિટમાં પોતાના સંબોધન દરમિયાન PM મોદીએ આતંકવાદ વિરુદ્ધ એકજૂટ કાર્યવાહીની જરૂરિયાત જણાવી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં તેમણે કહ્યું કે આતંકવાદના મુદ્દે બેવડો અભિગમ ન હોવો જોઈએ. મોદીએ કહ્યું કે આતંકવાદને નીતિના સાધન તરીકે ઉપયોગ કરનારા અને આતંકવાદીઓને આશ્રય આપનારા દેશોને સ્પષ્ટ સંદેશ આપવો જરૂરી છે. તેમણે આતંકવાદના સમગ્ર તંત્રને ખતમ કરવા પર ભાર મૂક્યો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બીજા વિશ્વ યુદ્ધ શરૂ થયાના ૮૭વર્ષ પૂરા થવાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું. કે આવી વૈશ્વિક ઉશ્કેરણીજનક ઘટનાઓ ન થવી જોઈએ, જે નવા યુદ્ધને જન્મ આપે.
- Advertisement -
પુતિને કહ્યું કે દેશોએ સાથે મળીને કામ કરવું પડશે, જેથી દુનિયામાં નવા સંઘર્ષોને ભડકતા રોકી શકાય. તેમણે કહ્યું કે વર્તમાન સહયોગ અને પ્રયાસો આ લક્ષ્યને પુરુ કરવામાં મદદ કરશે. મંગળવારે ૨૬મી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં મોદીએ આતંકવાદ વિરુદ્ધ એકજૂટ કાર્યવાહીની જરૂરિયાત જણાવી. તેમણે કહ્યું કે માત્ર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી અને જવાબી કાર્યવાહીથી કામ નહીં ચાલે, પરંતુ આતંકવાદના સમગ્ર તંત્રને ખતમ કરવું પડશે. મોદીએ કહ્યું કે આતંકવાદનું ફંડિંગ, આતંકવાદીઓની ભરતી, કટ્ટરવાદ અને સુરક્ષિત આશ્રયસ્થાનોને ખતમ કરવા જરૂરી છે. આ મુદ્દે તમામ દેશોએ એક સૂરમાં વાત કરવી જોઈએ અને બેવડા વલણ માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ.




