By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    4 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    4 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    4 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    4 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
રાજકોટ

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

Khaskhabar Editor
Last updated: 2026/09/02 at 2:37 PM
Khaskhabar Editor 1 week ago
Share
6 Min Read
SHARE

શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપના બહેનો દ્વારા થશે ઐતિહાસિક શૌર્ય પ્રદર્શન

નિખાર બ્યુટી પાર્લર અને ફેન્સી ડ્રેસ પોપટપરા દ્વારા ભક્તોને શૃંગાર માટે નિશુલ્ક વસ્ત્રો આપવામાં આવશે.

- Advertisement -

રાજકોટમાં યોજાનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 41મી શોભાયાત્રા ભવ્યાથી ભવ્ય બને તેના માટે રાજકોટવાસીઓ ની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર શહેરમાં ભક્તિમય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી કાર્યાલય પર
અનેક લોકો, મંડળ, સંસ્થાઓ, યુવાનો, કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો સંપર્ક કરી રહ્યા છે અને જન્માષ્ટમી શોભાયાત્રામાં પોતાના વિશેષ યોગદાન માટે પ્રયત્નો કરી રહ્યા છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ ભક્તિ
પ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદથી તથા માર્ગદર્શક માવજીભાઇ ડોડીયા સહિતના મંડળના સભ્યો, સમિતિના અધ્યક્ષ રાજાભાઈ વાવડી, ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તીર્થરાજ સિંહ ગોહિલ, સમિતિના
ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયા ઉપરાંત અનેક કાર્યકર્તાઓ બધા ભેગા મળીને શોભાયાત્રાની તૈયારીઓને અંતિમ રૂપ આપી રહ્યા છે. મંગળવારે રાત્રે સમિતિના હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ રાજકોટ શહેરના અલગ અલગ
મંડળોની મુલાકાતે ગયા હતા. તમામ લતા સુશોભન અને ફ્લોટ સુશોભન કરતા મંડળોને જરૂરી તમામ સાહિત્ય ઉપલબ્ધ કરાવવા તથા તમામ સ્થાનિક કાર્યકર્તાઓએ બધાએ ભેગા મળી આ મહોત્સવમાં સમાજના દરેક વર્ગ
લોકોને સહભાગી બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. નટખટ કાનુડા ના જન્મોત્સવને ભવ્યતા અને ધાર્મિક ભાવના સાથે ઉજવવા માટે રાજકોટના ખૂણે ખૂણામાં કાર્યકર્તાઓ દ્વારા “શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય” ના નારા સાથે ભક્તો
ભાવવિભોર છે. આ વર્ષની શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને શૌર્યપ્રદર્શન ના આકર્ષણો શહેરીજનોને પ્રભાવિત કરશે.

આ ઉપરાંત પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવને ભાવભેર ઉજવવા અને શોભાયાત્રામાં સહભાગી થવા માટે અનેક મંડળો, સંસ્થાઓ, ધાર્મિક, સામાજિક અને વ્યવસાયિક સંગઠનો તથા કૃષ્ણ ઘેલા ભક્તો થનગની રહ્યા છે. જન્માષ્ટમીના
પાવન પર્વે નટખટ કાનુડાના વધામણા માટે રાજકોટવાસીઓમાં જોવા મળતો ઉત્સાહ અને કાર્યકર્તાઓની અથાગ મહેનતથી આ વર્ષની શોભાયાત્રા વધુ ભવ્ય, દિવ્ય અને ઐતિહાસિક બની રહે તે માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં
પહોંચી રહી છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડા, પ્રફુલભાઇ નડીયાપરા, એન. જી. પરમાર, ડો. હિરેન વિસાણી, ભુપતભાઇ બોદર ઉપરાંત અનેક કાર્યકર્તાઓ દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ
ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સહભાગી બની ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષ સાથે નટખટ કાનુડાના વધામણા કરવા હાર્દિક આહ્વાન કરવામાં આવ્યું છે.

બહેનો તલવારબાજી સહિતના પરંપરાગત શૌર્યકૌશલ્યનું પ્રદર્શન કરી નારીશક્તિ અને શૌર્ય પરંપરાનો સંદેશ આપશે
શોભાયાત્રામાં શ્રીશક્તિ તલવારબાજી ગ્રુપની બહેનો દ્વારા ઐતિહાસિક શૌર્ય પ્રદર્શન કરવામાં આવશે. શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપ રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષથી વલ્લભ વાટીકા પબ્લિક ગાર્ડન, બ્રાહ્મણીયા પરા 7, સંત કબીર રોડ
ખાતે કાર્યરત છે. ૨૮ વર્ષ પહેલા સ્વર્ગવાસ થયેલા પુ. જયરાજબાપુ જેમનુ નામ આજે પણ અનેક લોકોના હ્રદયમા સ્થીત છે તેમના નામને હમેશા જીવંત અને ઉજાગર રાખતી તેમની દિકરી અને આ ગ્રુપના સંચાલક પ્રિયંકાબેન
રાઠોડ અને તેમની ટીમ દ્વારા આજ સુધીમાં 7000થી વધુ સનાતન હિન્દુ ધર્મના 5 વર્થ થી 60 વર્ષ સુધીના લોકોને તલવારબાજી અને લાઠી બાજી તથા ઢાલ તલવાર નો અભ્યાસ કરાવી ચુક્યા છે. “શસ્ત્ર શક્તિ અને સાહસ” એ
આ ગ્રુપનું સૂત્ર છે. “શક્તિ રૂપી સ્ત્રી જ્યારે શસ્ત્ર હાથ ધરે ત્યારે તેના સાહસના પરચા આખી દુનિયા જોવે છે.” છેલ્લા 3 વર્ષમા કાંકરીયા કાર્નીવલ ૨૦૨૫ સહીત અનેક શક્તી પ્રદર્શનના શુર્ય રાસ રમીને આ વર્ષે જન્માષ્ટમી
શોભાયાત્રામાં શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપના બહેનો દ્વારા 52 (બાવન) મી વખત તલવારબાજી સહિતના પરંપરાગત શૌર્યકૌશલ્યનું પ્રદર્શન કરી નારીશક્તિ અને ભારતીય શૌર્ય પરંપરાનો સંદેશ આપવામાં આવશે તથા
સનાતન ધર્મની યુવતીઓને ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, ગોંડવાના રાણી દુર્ગાવતી, માલવા ના રાણી અહલ્યાબાઈ હોલકર, ગુજરાતના રાણી નાયકાદેવી ને પોતાના આદર્શ માનીને વર્તમાન સમયના લવ જેહાદ જેવા
અસામાજિક દુષણો સામે હાકલો કરીને તેને ચકનાચૂર કરી દેવાની પ્રેરણા આપવામાં આવશે તેમ પ્રિયંકા બહેને (મો.87805 67767) જણાવ્યું હતું.

- Advertisement -

નિખાર બ્યુટી પાર્લર અને ફેંસી ડ્રેસ, પોપટપરા દ્વારા નિઃશુલ્ક વસ્ત્રો અપાશે
આ ઉપરાંત ભક્તજનો માટે નિખાર બ્યુટી પાર્લર અને ફેન્સી ડ્રેસ, પોપટપરા ના ભાવનાબેન કલોલા (મો. 97376 65386) દ્વારા વિશેષ સેવા કરવામાં આવશે. શોભાયાત્રામાં ભાગ લેનાર ભક્તોને શ્રીકૃષ્ણ જન્મોત્સવની થીમને
અનુરૂપ શૃંગાર અને ફેન્સી ડ્રેસ માટેના વસ્ત્રો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક વિવિધ વેશમાં શોભાયાત્રામાં જોડાઈ શકે. મહાદેવજી, પાર્વતી માતા, ગણેશજી, ભગવાન કાર્તિકેય,
ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી, ગોપીઓ, ગોવાળિયાઓ, યશોદા માતા, વાસુદેવજી, સુદામા તથા ભગવાનના વાહનો જેમકે સર્પરાજ, વાઘ, ઉંદર, મોર વગેરે વેશભૂષાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વિશ્વ હિંદુ પરીષદ દ્વારા રાજકોટમાં પ્રથમ વખત સનાતન કાવડ યાત્રા યોજાશે
શ્રદ્ધા, સેવા, સંસ્કૃતિ અને સનાતન એકતાના પાવન સંદેશ સાથે રાજકોટ શહેરમાં 7 સપ્ટેમ્બર, 2026ના સોમવારે ‘સનાતન કાવડ યાત્રા–2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 7 સપ્ટેમ્બર, સોમવારના રોજ સવારે 7:00
કલાકે ક્યારલી ડેમ ખાતેથી કાવડ યાત્રાનો પ્રારંભ થશે. કાવડ ધારણ કરેલા શિવભક્તો ભક્તિભાવપૂર્વક રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે, જ્યાં યાત્રાનું સમાપન થશે.
યાત્રા ચમત્કારિક હનુમાન મંદિર, પુષ્પરધામ મંદિર, જે.કે. ચોક, આકાશવાણી ચોક, સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સિટી, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, બ્રહ્મ સમાજ ચોક, કનૈયા ચોક, હનુમાન મઢી, આજીપાલી
અંડરપાસ, કિશાનપરા ચોક, સી.પી. કચેરી ચોક, યાત્રિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણ બાગ, બાલાજી મંદિર, સ્વામિનારાયણ મંદિર–ભૂપેન્દ્ર રોડ, ખિજડાવાળા મામાસાહેબનું મંદિર, ગરુડ ગરબી ચોક અને બડા બજરંગ ચોક થઈને
રામનાથ મહાદેવ મંદિર સુધી પહોંચશે. કાવડ યાત્રા દરમિયાન સવારે 9:00 કલાકે ચમત્કારિક હનુમાનજી મંદિર, A.G. ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે મુખ્ય સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીઓ, રાજકીય આગેવાનો, પૂજ્ય સંતો તથા ધાર્મિક ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિ રહેશે.

You Might Also Like

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

વરસાદ ખેંચાતા રાજકોટની ગૌશાળા-પાંજરાપોળ પર ઘાસચારાનું સંકટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Next Article રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?