By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    15 hours ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    3 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    6 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    7 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    13 hours ago
    બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર: નીતિશના પુત્ર સહિત 32 મંત્રી બન્યા
    13 hours ago
    બંગાળમાં હિંસા વકરી: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારીને હત્યા
    13 hours ago
    ઉત્તરપ્રદેશ સહિત 9 રાજ્યમાં વરસાદ: બિહારમાં કરાં પડ્યા
    13 hours ago
    પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    14 hours ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    15 hours ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    2 days ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    2 days ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકામાં ઘૂસણખોરીના જોખમી રસ્તા: મેક્સિકો અને કેનેડા બોર્ડર પર જીવનું જોખમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અમેરિકામાં ઘૂસણખોરીના જોખમી રસ્તા: મેક્સિકો અને કેનેડા બોર્ડર પર જીવનું જોખમ
Author

અમેરિકામાં ઘૂસણખોરીના જોખમી રસ્તા: મેક્સિકો અને કેનેડા બોર્ડર પર જીવનું જોખમ

Khaskhabar Editor
Last updated: 2025/12/27 at 3:47 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

ઓઈલ ટેન્કરો અને ભોંયરાઓ દ્વારા પ્રવેશતા પરદેશીઓ; દલાલો લાખો રૂપિયા પડાવતા હોવાનો ખુલાસો

અમેરિકા દેશ જ એવો છે કે ત્યાં જનાર દરેકેદરેક વ્યક્તિને ત્યાં જ રહી જવાની પ્રબળ ઈચ્છા જાગે છે. જો તમારે અમેરિકામાં કાયમ રહેવું હોય તો ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે. ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે તમારી લાયકાત યોગ્ય હોવી જોઈએ. તમારા પતિ યા પત્ની, માતા યા પિતા, ભાઈ યા બહેન અમેરિકન સિટિઝન હોવા જોઈએ. પતિ યા પત્ની ગ્રીનકાર્ડધારક હોય તો પણ ચાલે. પણ આ સર્વે તમારા લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરવા અને જરૂર પડે તો તમને અમેરિકામાં આર્થિક સહાય કરવા રાજી હોવા જોઈએ. અમેરિકા જવા ઈચ્છતા બધી જ વ્યક્તિઓ માટે આ શક્ય નથી હોતું. આ ઉપરાંત ઈમિગ્રન્ટ વિઝા એક વર્ષમાં અમુક સંખ્યામાં જ આપવામાં આવે છે. આ સર્વે કારણોસર અનેકો અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરે છે. હજારો પરદેશીઓ એ દેશમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસો કરે છે.
બિઝનેસ યા ટૂરિસ્ટ વિઝા, જે નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના વિઝા છે અને જેની સંજ્ઞા ‘બી-1/બી-2’ છે, એ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશતાં ઈમિગ્રેશન ઓફિસરોને તમને ત્યાં છ મહિના રહેવા દેવાની પરવાનગી આપવાની છૂટ હોય છે. જો એવી કોઈ મુસીબત આવી પડે, એવા કોઈ કારણો હોય જેના લીધે તમને આપવામાં આવેલા સમય કરતાં તમારે વધારે સમય અમેરિકામાં રહેવાની જરૂરત આવી પડે તો તમે અરજી કરીને તમારો રહેવાનો સમય એકંદરે બધું મળીને એક વર્ષ સુધી લંબાવી શકો છો. એક વર્ષ બાદ તમે બી-1/બી-2 વિઝા ઉપર વધુ સમય અમેરિકામાં રહી નથી શકતા. અનેક પરદેશીઓ બી-1/બી-2 વિઝા અથવા તો અન્ય પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશે છે. એમને ત્યાં રહેવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતાં તેઓ અમેરિકા છોડીને સ્વદેશ પાછા ચાલ્યા નથી જતા. તેઓ ત્યાં જ ગેરકાયદેસર રહી જાય છે. ઘૂસણખોરીનો આ સૌથી મોટો અને સહેલો પ્રકાર છે.
અનેકો જૂઠાણાં આચરીને, બનાવટી સર્ટિફિકેટો રજૂ કરીને, ખોટું બોલીને, છેતરપિંડી આચરીને અમેરિકામાં પ્રવેશે છે અને પછી ત્યાં ગેરકાયદેસર રહી જાય છે. જેઓ આવું કરી નથી શકતા તેઓ કેનેડામાંથી બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે. કડકડતી ઠંડીમાં, હાડ થીંજાવી નાખે એવા વાતાવરણમાં, ઘૂંટણ સુધી બરફમાં પગ ખૂંચી જાય એવા બરફીલા રસ્તામાં ચાલીને લોકો અમેરિકામાં ઘૂસણખોરી કરવાના પ્રયત્નો આદરે છે. મેક્સિકોની સરહદ ઉપરથી પણ અનેકો પગપાળા ચાલીને, ભોંયરાઓ ખોદીને, ઓઈલ ટેન્કરોમાં છુપાઈને અમેરિકામાં ઘૂસવાના પ્રયત્નો આદરે છે. આમાંના થોડા ઘણા સફળ થાય છે. તો અનેકોના જીવ પણ જાય છે. ઘૂસણખોરીના કામમાં મદદ કરનાર ટોળકીઓ આવી વ્યક્તિઓ પાસેથી લાખો રૂપિયા પડાવે છે.
અનેકો અમેરિકન સિટિઝનો યા તો ગ્રીનકાર્ડધારકો જોડે લગ્ન કરીને અમેરિકામાં પ્રવેશીને ગ્રીનકાર્ડ મેળવે છે. ત્યાર બાદ જે અમેરિકન વ્યક્તિ જોડે એમણે લગ્ન કર્યા હોય એમનાથી તેઓ ડિવોર્સ લઈને છૂટા પડી જાય છે. આવી ઘૂસણખોરીને અટકાવવા અમેરિકાએ ‘ધ મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ’ ખાસ ઘડ્યો છે. તેમ છતાં પરદેશીઓ આવા બનાવટી લગ્નો કરતા ખચકાતા નથી.
અનેક પરદેશી સ્ત્રીઓ ગર્ભવતી થતાં જ્યારે એમનો ગર્ભ ફક્ત ત્રણ-ચાર મહિનાનો હોય ત્યારે બી-1બી-2 વિઝા ઉપર અમેરિકામાં ફરવા જવું છે એવું જણાવીને પ્રવેશે છે. પછી એમનાં બાળકને અમેરિકાની ધરતી ઉપર જન્મ આપે છે, જેથી અમેરિકાના ચૌદમાં બંધારણમાં જે સુધારો કરવામાં આવ્યો છે એનો લાભ એમના બાળકને મળે અને તેેઓ જન્મતાંની સાથે જ અમેરિકન સિટિઝન બની જાય. આ ‘બર્થ સિટિઝનશિપ’ને 20 જાન્યુઆરી, 2025ના દિવસે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બંધ કરવામાં આવી હતી, પણ અમેરિકાની કોર્ટોએ એ બંધના એક્ઝિક્યુટિવ ઓર્ડરને સ્થગિત કર્યો છે અને મામલો હવે કોર્ટમાં છે. હજારો-લાખો માતાઓએ આ બર્થ સિટિઝનશિપનો ગેરલાભ ઉઠાવ્યો છે.
અનેકો એમના સંતાનોને એમના સગાવહાલાઓ યા મિત્રો, જેમના લાભ માટે ઈમિગ્રન્ટ વિઝાના પિટિશનો દાખલ થયા હોય એમને દત્તક આપે છે, જેથી એમની જોડે જોડે એમણે દત્તક લીધેલાં બાળકને પણ અમેરિકાનું ગ્રીનકાર્ડ પ્રાપ્ત થાય છે.
અનેકો યેનકેન પ્રકારેણ મેક્સિકો યા કેનેડાની સરહદ ઓળંગીને અમેરિકામાં પ્રવેશે છે અને પછી અસાઈલમની માગણી કરે છે. એમના દેશવાસીઓ પ્રત્યે, દેશના રાજકર્તાઓ પ્રત્યે, પોલીસો માટે, ધર્મગુરુઓ માટે જૂઠાણાં આચરે છે. આ સર્વે અમને હેરાન કરે છે, અમારો જીવ જોખમમાં છે એવું ખોટેખોટું જણાવે છે અને અમેરિકામાં રહેવા માટે અસાઈલમની અરજી કરે છે. આ પણ ઘૂસણખોરીનો એક પ્રકાર જ છે. જે રોજના સેંકડો લોકો આચરે છે.
અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓ હેઠળ કાયદેસર અમેરિકામાં આવવાના અનેક રસ્તાઓ છે. પણ એ સર્વે માટે યોગ્ય લાયકાતો હોવી જોઈએ. ઉપરાંત કાયદેસર અપાતાં ઈમિગ્રન્ટ વિઝા વાર્ષિક સંખ્યાની મર્યાદાથી સીમિત હોય છે. જ્યારે અમેરિકામાં એ સંખ્યા કરતાં અનેકગણા લોકો પ્રવેશવા ઈચ્છતા હોય છે. જો કાયદેસર અમેરિકામાં પ્રવેશવું હોય તો પુષ્કળ વાટ જોવી પડે છે. ખર્ચો પણ ખૂબ થાય છે.
આથી જ અનેકો કાયદેસર અમેરિકામાં પ્રવેશવાને લાયક હોવા છતાં ઘૂસણખોરીના ઉપલા માર્ગો અપનાવે છે.
અમેરિકા આજે વિશ્ર્વનો સૌથી આગળ પડતો દેશ છે. ત્યાંની યુનિવર્સિટીઓ વિશ્ર્વમાં સર્વે શ્રેષ્ઠ ગણાય છે. સિલિકોન વેલી તો કમ્પ્યુટર ઉદ્યોગ માટે જગજાહેર છે. અમેરિકામાં પગારનું ધોરણ ખૂબ ઊંચું છે અને વ્યાપારની પુષ્કળ તકો છે.
આથી વિશ્ર્વના લોકો અમેરિકામાં તરફ આકર્ષાય છે અને જેઓ કાયદેસર અમેરિકામાં જઈ શકે એમ ન હોય તેઓ ઘૂસણખોરીના ઉપલા માર્ગો અપનાવે છે. પણ જો તમારે અમેરિકામાં જવું હોય, તમારું અમેરિકન સ્વપ્નું સાકાર કરવું હોય તો ઘૂસણખોરી એ સાચો રસ્તો નથી. તમે જાણકારી પ્રાપ્ત કરો અને કાયદેસર જ અમેરિકામાં જાવ તો જ તમને એ દેશમાં પ્રાપ્ત થતા લાભો મળી શકશે.

- Advertisement -

You Might Also Like

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો

ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કચ્છના માલધારી જીવુબેન 70 વર્ષની ઉંમરે માતા બન્યાં!
Next Article ધોરણ 10માં પાસ થવું એકદમ સરળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

દક્ષિણ કોરિયામાં હ્યુમનોઈડ રોબોટ ગાબીએ લીધી બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગુજરાતના ‘ડિજિટલ ગુજરાત’ દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ ત્રણ વર્ષ પાછળ!
સોશિયલ મીડિયાનો પ્રભાવ: સ્માર્ટફોન અને અનફિલ્ટર્ડ ઇન્ટરનેટ, કિશોરોમાં જાગતું વિકૃત કુતૂહલ
સંગીત માત્ર મનોરંજન નહીં, માનસિક રોગોનું સચોટ મહારામબાણ ઔષધ!
ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

બંગાળ અને મમતારાજ: કયા સે કયા હો ગયા!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?