વાયરલાઇનમાં 49.81% બજાર હિસ્સો : ઓગસ્ટ 2026માં 2.11 લાખ નવા મોબાઇલ યુઝર્સ ઉમેરી 46.18% બજાર હિસ્સા સાથે પ્રથમ ક્રમે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા જારી કરાયેલા ઓગસ્ટ-૨૦૨૬ના સત્તાવાર આંકડા અનુસાર ગુજરાત સર્કલમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ (જિયો) એ પોતાનું અગ્રેસર સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. ગુજરાતના ટેલિકોમ માર્કેટમાં જિયોના વાયરલેસ ગ્રાહકોની કુલ સંખ્યા વધીને ૩.૪૧ કરોડને વટાવી ગઈ છે, જે રાજ્યના સમગ્ર વાયરલેસ માર્કેટમાં ૪૬.૧૮ ટકા જેટલો જંગી બજાર હિસ્સો ધરાવે છે. ઓગસ્ટ-૨૦૨૬ દરમિયાન જિયોએ રાજ્યમાં ૨.૧૧ લાખ નવા વાયરલેસ ગ્રાહકો ઉમેરીને નેટ એડિશનની બાબતમાં સમગ્ર ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે. ટ્રાઈના અહેવાલ મુજબ, ઓગસ્ટ-૨૦૨૬માં ગુજરાત સર્કલમાં જિયોનો વિઝિટર લોકેશન રજિસ્ટર (VLR) રેશિયો ૧૦૧.૩૫ ટકા નોંધાયો હતો, જે દર્શાવે છે કે નેટવર્ક પર આશરે ૩.૪૫ કરોડ સક્રિય મોબાઈલ ગ્રાહકો મોજૂદ હતા. ટ્રાઈની નિર્ધારિત ગણતરી પદ્ધતિ મુજબ ૧૦૦ ટકાથી વધુ VLR રેશિયો માન્ય ગણાય છે, જેમાં અન્ય ટેલિકોમ સર્કલમાંથી ગુજરાતમાં આવેલા ઇનબાઉન્ડ રોમર્સ ગ્રાહકોનો પણ સમાવેશ થાય છે. વાયરલેસની સાથોસાથ ફિક્સ્ડ વાયરલાઇન ક્ષેત્રે પણ રિલાયન્સ જિયો અગ્રણી સ્થાન ધરાવે છે. ઓગસ્ટ-૨૦૨૬ના અંતે રાજ્યમાં જિયોનો વાયરલાઈન ગ્રાહક આધાર ૯.૪૩ લાખ નોંધાયો છે, જે ગુજરાતના સમગ્ર વાયરલાઇન બજારમાં ૪૯.૮૧ ટકા હિસ્સો ધરાવે છે.
આ સમયગાળા દરમિયાન કંપનીએ ૬,૯૯૩ નવા વાયરલાઈન જોડાણો ઉમેરીને આ સેગમેન્ટમાં પણ રાજ્યમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. આ ઉપરાંત ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ (FWA) ક્ષેત્રમાં પણ ગ્રાહક સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં જિયોનો 5G FWA ગ્રાહક આધાર ૪.૮૭ લાખ થયો છે, જેમાં ઓગસ્ટ મહિનામાં ૬,૦૫૪ નવા કનેક્શન ઉમેરાયા હતા. જ્યારે UBR FWA ક્ષેત્રમાં ૧૬,૫૪૦ નવા જોડાણો ઉમેરાતાં તેનો કુલ ગ્રાહક આધાર ૩.૬૭ લાખ થયો છે. ટ્રાઈના રિપોર્ટ મુજબ જિયોએ વાયરલેસ, વાયરલાઇન તેમજ ફિક્સ્ડ વાયરલેસ ત્રણેય મોરચે ગુજરાતમાં પોતાની અગ્રેસર પકડ જાળવી રાખી છે.




