સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોના વેલફેર માટે નિર્દેશ પણ જાહેર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટે પોતાના મહત્વના આદેશમાં કહ્યું છે કે, દેશભરમાં તમામ રાજ્ય વન નેશન, વન રાશન કાર્ડની સ્કીમ 31 જુલાઈ સુધી લાગું કરે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને કહ્યું છે કે, જ્યાં સુધી કોવિડ મહામારીની સ્થિતિ બની રહે છે, ત્યાં સુધી કોમ્યુનિટી કિચન ચલાવો અને પ્રવાસી મજૂરોને રાશન ઉપલબ્ધ કરાવો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની આગેવાનીવાળી બેંચે મંગળવારના આ મહત્વનો ચુકાદો સંભળાવ્યો. અદાલતે કહ્યું કે, પ્રત્યેક રાજ્ય જરૂરી રીતે વન નેશન, વન રાશ કાર્ડની સ્કીમ લાગુ કરે જેથી પ્રત્યેક પ્રવાસી મજૂર દેશના કોઈ પણ ભાગથી રાશન કાર્ડના આધાર પર સરકારી સ્કીમનો લાભ લઈ શકે. સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોના વેલફેર માટે અન્ય નિર્દેશ પણ જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, તે એનઆઈસીથી સંપર્ક કરે. તમામ અસંગઠિત મજૂરો અને પ્રવાસી મજૂરોના રજિસ્ટ્રેશન માટે પોર્ટલ તૈયાર કરે. આ પ્રક્રિયા 31 જુલાઈ સુધી શરૂ થઈ જવી જોઇએ. કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે તે પ્રવાસી મજૂરોના અનાજના પુરવઠા માટે રાજ્યોની ડિમાન્ડના આધારે તેમને અનાજ ઉપલબ્ધ કરાવે.


