‘હનુમાનજીને સંત કહી શકાય, બ્રહ્મચારી કહી શકાય, પરંતુ ભગવાન ન કહી શકાય’
હનુમાનજી જો ભગવાન ન હોય તો સારંગપુર, રાજકોટ બાલાજી મંદિર અન્ય કોઈને સોંપી દો!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
માત્ર 200 વર્ષથી જ અસ્તિત્વમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓનું ઘોર અપમાન કરતા નિવેદનો વારંવાર બહાર આવી રહ્યા છે. હાલમાં જ શંકર ભગવાન વિષે વિવાદિત નિવેદન બહાર આવ્યા બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્વામિનારાયણ સંત દ્વારા ભગવાન હનુમાનજી વિષે ટિપ્પણી કરવામાં આવી છે. હાલમાં જ સ્વામિનારાયણ સંતનો એક વિડીયો બહાર આવ્યો છે. જેમાં સંત અહી રહ્યા છે કે, હામુમાન જી ભગવાન નથી. તેઓ ભગવાન રામના અનન્ય સેવકમટર હતા. તેમની રામ ભક્તિ ના કારણે જ ભગવાન રમે તેમણે પોતાના સમાન પૂજનીય બનાવ્યા હતા. હનુમાન જી ને સંત કહી શકાય બ્રહ્મચારી કહી શકાય. પરંતુ ભગવાન ન કહી શકાય. અત્રે નોધનીય છે કે આ વિડીયો ભુજ સ્વામીનારાયણ મંદિરના સ્વામી અક્ષરમુનિદાસનો છે. અને તેઓ ગતવર્ષે એક સભામાં આ પ્રકારે પોતાના સત્સંગીને ઉત્તર આપ્યો હતો. સત્સંગ સભામાં એક હરિભકતે પૂછયું હતું કે હનુમાનજી મહારાજને સંત કહેવાય કે ભગવાન કહેવાય ? આ પ્રશ્નના ઉતરમાં સ્વામીએ કહયું હતું કે, જો હનુમાનજી છેને તેને સંત આપણે ચોકકસ કહી શકીએ, કેમ કે તે મહાન બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા છે. એટલે સંત છે, બરોબર ? અને આમેય ભગવાનના ભકત છે. હનુમાનજી છે એ કોઇ ભગવાન નથી, પણ ભગવાનને ભજી ભજીને અને ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે તેને પોતાના સમાન પૂજનીય બનાવ્યા. જો એ વાત તો બને નારદજી છે, શુકજી છે, સનકાદિકો છે આ બધાય હનુમાનજી મહારાજની જેમ જ પૂજનીય છે., પૂજાય છે પણ એ કોઇ ભગવાન નથી. એ બધા ભગવાનના ઉત્તમ પ્રકારના ભકત છે એટલે એ સંત છે. એમને સંત કહી શકીએ. બ્રહ્મચારી કહી શકીએ, ભગવાનના ઉત્તમ શ્રેષ્ઠ ભકત કહી શકીએ, પણ હનુમાનજી મહારાજ છે એ ભગવાન ન કહી શકાય.’ હાલમાં જૂનાગઢ સોખડા ધામના સ્વામી આનંદ સાગર સ્વામી તેમની કથા પ્રવચન દરમિયાન દેવાધીદેવ મહાદેવ પર અશોભનીય ટિપ્પણી કરતા સનાતન ધર્મના સાધુ સંતોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામી જે પ્રકારે સનાતન ધર્મના દેવાધિદેવ મહાદેવ પર પોતાની કથા વાર્તા દરમિયાન જે ટિપ્પણી કરી છે. તેને ખૂબ ખેદ જનક માનવામાં આવે છે. ત્યાર ફરી એકવાર સ્વામિનારાયણ સંતનો આ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. સ્વામીનારાયણ સંતના નિવેદનથી સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સનાતન ધર્મના દેવી દેવતાનું વારંવાર અપમાન કરતાં આવા નિવેદનો ઉપર રોક લગાવવાની જરૂર છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનાં કહેવાતાં સંતોએ બેફામ વાણી વિલાસ દ્વારા હદ વટાવી છે. ભુજ સ્વામિનારાયણ મંદિરનાં એક ભગવાધારી પોતાનાં પ્રવચનમાં કહે છે કે, ‘હનુમાનજી ભક્ત ખરા, પણ… ભગવાન નથી!’ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો-ભગવાધારીઓ ખરેખર આવું માનતા હોય તો તેમણે અબજો રૂપિયા રળી આપતાં સારંગપુર મંદિરનો વહિવટ બીજી કોઈ સંસ્થાને સોંપી દેવો જોઈએ. ત્યાં જે લોકો આવે છે- તે હનુમાનજીને ભગવાન સમજીને જ આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય જેને ભગવાન નથી માનતો- તેમની પૂજા શા માટે કરવા દેવી જોઈએ? તેમનાં મંદિરનું સંચાલન શા માટે કરવું જોઈએ? રાજકોટમાં પણ બાલાજી હનુમાન મંદિર થકી તથા કાલાવડ રોડ પર આવેલા સંકલ્પસિદ્ધ હનુમાનનાં માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયો ચિક્કાર રૂપિયા રળે છે. આ બધાં મંદિરો પણ તેમણે સરકારને સોંપી દેવા જોઈએ. આખા ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનેક હનુમાન મંદિરનું સંચાલન થાય છે- આ બધું તેમણે બંધ કરવું જોઈએ.
- Advertisement -