ખાસ-ખબર સંવાદદાતા
તા. 27-સપ્ટેમ્બર થી તા. 10 ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022 પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.15 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. નેશનલ ગેઇમ્સ, ગુજરાત -2022ની વિવિધ સ્પોર્ટસ સ્પર્ધાઓ ગુજરાતના જુદા જુદા શહેરોમાં યોજાનાર છે, જેમાં બે સ્પોર્ટસ હોકી અને સ્વિમીંગની સ્પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. નેશનલ ગેઈમ્સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્યો છે એ હકિકત રાજકોટ માટે ખુબ જ ગૌરવપૂર્ણ છે. રાજકોટમાં યોજાનાર સ્પોર્ટ્સ કાર્નિવલમાં શહેરીજનો માટે અલગ અલગ સ્પોર્ટ્સ યોજવામાં આવશે જેમાં આજે સવારે 06:30 કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે સાયક્લોથોન ઇવેન્ટ યોજાઈ હતી. જેનો મેયર ડો. પ્રદિપ ડવએ ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો.
નેશનલ ગેમ્સ-2022 અનુસંધાને રાજકોટ મનપા દ્વારા રેસકોર્સ ખાતે સાયક્લોથોન યોજાઈ
