By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    3 hours ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    1 day ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    2 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    3 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી
    1 hour ago
    ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી
    1 hour ago
    થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ
    1 hour ago
    મમતાને ‘સુપ્રીમ’ ઝટકો
    1 hour ago
    તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    3 hours ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    3 hours ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    3 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    5 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    5 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન
રાજકોટ

પ્રથમ વખત ગુજરાતની માથાદીઠ આવક ₹ 3 લાખને પાર : GDPમાં 8.3% યોગદાન

Khaskhabar Editor
Last updated: 2026/05/01 at 3:43 PM
Khaskhabar Editor 1 day ago
Share
5 Min Read
SHARE

1 મે, 1960થી 1 મે, 2026 સ્થાપનાના 66 વર્ષની સફરમાં ગુજરાત ‘ગ્રોથ એન્જિન’

નિકાસમાં દેશમાં પ્રથમ સ્થાન : દેશનું 26% નિકાસ એકલું ગુજરાત કરી રહ્યુ છે

- Advertisement -

દેશ કરતાં ઝડપી દોડતું ગુજરાત: છેલ્લા 10 વર્ષમાં 11.4% વિકાસ દર

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઈથી અલગ થયેલું ગુજરાત આજે માત્ર ભારતનું એક રાજ્ય નથી, પરંતુ વિશ્વના નકશા પર ‘મોડેલ ઓફ ડેવલપમેન્ટ સ્ટેટ’ બનીને ઉભર્યું છે. જે રાજ્ય પાસે દેશની માત્ર 5 ટકા વસ્તી અને 6 ટકા જમીન છે, તે આજે દેશના અર્થતંત્રનો ધબકાર બનીને દેશની ૠઉઙમાં 8.3 ટકા યોગદાન આપી રહ્યું છે. ગુજરાત આજે ભારતની અર્થવ્યવસ્થાની મજબૂત કરોડરજ્જુ બન્યુ છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકા હિસ્સો રાજ્યની મજબૂત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા દર્શાવે છે. દેશની કુલ નિકાસમાં 26 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં વિકાસનો પાયો નાંખ્યો અને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ, પ્રોએક્ટીવ પોલીસી નિર્માણ તેમજ જન ભાગીદારી થકી રાજ્યમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીના નેતૃત્વમાં ગુજરાત વિકાસના નવા અધ્યાય થકી વિવિધ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતની પ્રગતિ હવે માત્ર વાતોમાં નહીં, પણ આંકડાઓમાં બોલે છે. ગુજરાતના છેલ્લા બે દાયકાની વિકાસયાત્રા પર નજર કરીએ તો કુશળ નાણાકીય વ્યવસ્થાપન અને પ્રો-બિઝનેસ નીતિઓના પરિણામે ગુજરાતની માથાદીઠ આવક ઈતિહાસમાં પ્રથમવાર રૂ. 3 લાખને પાર કરી ગઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60 ટકા વધુ છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતનો સરેરાશ વિકાસ દર 11.4 ટકા રહ્યો છે, જે ભારતની સરેરાશ કરતા વધુ છે. ‘સોમનાથ સ્વાભિમાન’ જેવા આસ્થા સાથે જોડાયેલા પર્વથી ગુજરાતે પોતાની ધરોહર જાળવવાની સાથે ‘ઈ-ગ્રામ’થી લઈને ‘સેવા સેતુ’ જેવા અભિયાન થકી ટેકનોલોજીને ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડી છે. જેના થકી ગુજરાતે વહીવટને પેપરલેસ બનાવી નાગરીકોની સેવાઓને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવી છે. ગુજરાત હવે પરંપરાગત ઉદ્યોગોની સાથે ‘સેમીક્ધડક્ટર’ અને ગ્લોબલ ‘ફિનટેક’નું પણ કેન્દ્ર બન્યું છે. ગુજરાત એ ભૂમિ છે જ્યાં સોમનાથ અને દ્વારકાનું આધ્યાત્મિક તેજ પણ છે તેમજ ગિફ્ટ સિટી- ધોલેરા સ્માર્ટ સિટી જેવું આધુનિક વિઝન પણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ, રામસર સાઇટ, નડા બેટ અને હેરિટેજ સિટી અમદાવાદ પ્રવાસન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપી રહ્યા છે. હવે રાજ્યના એવા મહત્વના પ્રોજેક્ટ્સ પર નજર કરીએ જે ગુજરાતના ભવિષ્યને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. સિંધુ ખીણની સભ્યતાનું પ્રતિક એવુ સૌથી જૂનું બંદર લોથલ ખાતે વિશ્વકક્ષાના ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’નું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. આ મ્યુઝિયમ ભારતની હજારો વર્ષ જૂની નૌકાશાસ્ત્ર અને વિશ્વ સાથેની દરીયાઈ વેપારની પરંપરાને પુન: જીવંત કરશે. રાજ્યમાં ધાર્મિક પર્યટનને વેગ આપવા અને પ્રવાસીઓનો આકર્ષવા મોટા પાયે ધાર્મિક સ્થળોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સોમનાથ મંદિરની આસપાસ સાગર દર્શન પથ અને પ્રદર્શન કેન્દ્રો વિકસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અંબાજીમાં પણ યાત્રિકોની સુવિધા માટે ભવ્ય કોરીડોર નિર્માણ તેમજ 51 શક્તિપીઠ પરિક્રમા પથના કામો પ્રગતિ હેઠળ છે.
ગુજરાતની ગતિશીલતાનું સૌથી મોટું પ્રતીક એટલે ભારતનો સૌ પ્રથમ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. જેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ પ્રોજેક્ટના નિર્માણ થકી અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરો વચ્ચેનું અંતર ઘટશે અને આર્થિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે. આજે તા. 1 મે, 2026ના રોજ ગુજરાતના 66માં સ્થાપના દિને વિકસિત ગુજરાત થકી ‘વિકસિત ભારત2047’ના સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત સજ્જ છે. મજબૂત નાણાકીય શિસ્ત, પારદર્શક વહીવટ અને ઉદ્યોગસાહસિક ગુજરાતીઓના પરિશ્રમથી આજે સાચા અર્થમાં ગુજરાત ભારતનું ‘ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે.

- Advertisement -

મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત અગ્રેસર : ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન
ગુજરાત આજે ભારતની અર્થવ્યવસ્થાની મજબૂત કરોડરજ્જુ બન્યું છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકા હિસ્સો રાજ્યની મજબૂત મેન્યુફેક્ચરિંગ ક્ષમતા દર્શાવે છે. દેશની કુલ નિકાસમાં 26 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. માત્ર જમીન માર્ગે જ નહીં, પણ સમુદ્રી વ્યાપારમાં પણ ગુજરાતનું પ્રભુત્વ અજોડ છે. ભારતનો 40 ટકા જેટલો વિશાળ કાર્ગો ગુજરાતના અત્યાધુનિક પોર્ટ્સ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. દેશના કેમિકલ ઉદ્યોગમાં 33 ટકા હિસ્સા સાથે ગુજરાત અગ્રેસર છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતે 8.42 ટકાનો વાસ્તવિક વૃદ્ધિ દર જાળવી રાખીને સાબિત કર્યું છે કે તે મોટા અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકાસ પામતું રાજ્ય છે. કૃષિથી લઈને ફિનટેક સુધીના દરેક ક્ષેત્રમાં ગુજરાતે સમતોલ વિકાસ સાધીને ‘વિકસિત ભારત’ માટેનો સાચો માર્ગ પ્રશસ્ત કર્યો છે.

You Might Also Like

કુખ્યાત આરોપીના 1 કરોડના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફર્યું

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર

ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્ર
Next Article રાજકોટમાં રેસ્ટોરાં, કેટરિંગ અને સ્ટ્રીટ ફૂડવાળા સગડા તરફ વળ્યા તો કેટલાક બંધ કરવાની કગાર પર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
પાકીટમાં કોનો ફોટો છે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કુખ્યાત આરોપીના 1 કરોડના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Bhavy Ravalરાજકોટ

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

વીમા ક્લેઈમ નકારનાર ‘ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ’ કંપનીને વ્યાજ સાથે ચૂકવણીનો આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?