By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    55 minutes ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    1 hour ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 hours ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 hours ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરતમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા; શાળાઓ બંધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > સુરતમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા; શાળાઓ બંધ
સુરત

સુરતમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા; શાળાઓ બંધ

Khaskhabar Editor
Last updated: 2025/06/24 at 2:23 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

8 ઇંચ વરસાદ બાદ સુરતમાં પૂર જેવી સ્થિતિ; શાળાઓ બંધ, 100 થી વધુ લોકોને સ્થળાંતર. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી. IMD દ્વારા આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની ચેતવણી.

સુરત શહેરમાં બીજા દિવસે પણ ધમાકેદાર વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી આજે પણ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. સવારની પાળીમાં રજા જાહેર થઈ છે, જ્યારે બપોરની પાણીમાં સ્થિતિ મુજબ નિર્ણય કરવા માટે સૂચના આપવામાં આવી છે. સુરતમાં સોમવારે પડેલા અનરાધાર વરસાદને કારણે મિની પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. જેના કારણે સુરત પાલિકા સંચાલિત તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે અચાનક જાહેર થયેલી રજા બાદ વિદ્યાર્થીઓને સ્કૂલેથી ઘરે લઈ જવા અફરાતફરીનો માહોલ થયો હતો. સતત બીજા દિવસે સુરતના પાલનપોર, મોટા વરાછા, યોગીચોક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. જેના કારણે આજે વહેલી સવારથી જ લોકો પાણી ભરાવાના કારણે ત્રાહિમામ થઈ ઉઠ્યા હતા.

સોમવારે સુરત શહેરમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરતના કામરેજમાં 10.7 ઇંચ, પલાસણામાં 8.2 ઇંચ, ઓલપાડમાં 5.0 ઇંચ, રાસીમાં 4.3 ઇંચ, અને માંગરોળમાં 3.1 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો પાલિકાએ મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા હતા તે ઉતરી ગયાનો દાવો કર્યો હતો. પરંતુ પાલનપોર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો હોવાની વ્યાપક ફરિયાદ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ફરિયાદ કરતાં કહે છે, પાલ સીએનજી પમ્પથી પાલનપોર કેનાલ રોડ વિસ્તારમાં વોક વે બનાવ્યો છે.

- Advertisement -

આ વોક વે કરતાં આસપાસની સોસાયટી ઘણી નીચી છે અને વોક વેની આસપાસ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય નિકાલ નથી. તેથી આ વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પાલિકાને અનેક ફરિયાદ કર્યા છતાં પણ ફરિયાદ સાંભળવામાં આવી ન હતી અને રાત્રિ દરમિયાન તથા વહેલી સવારે પણ પાણીનો ભરાવો થયો છે. પાલનપોર વિસ્તારથી અડાજણ, તથા શહેરમાં જવા માટે આ મુખ્ય માર્ગ છે પરંતુ આજે પણ ત્રણેક ફૂટ જેટલા પાણીના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો.
આવી જ રીતે મોટા વરાછા, સિમાડા અને પૂણાગામ વિસ્તારમાં પણ આજે સવારે પાણીનો ભરાવો જેવા મળ્યો હતો. પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને આજે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત બે દિવસથી આ વિસ્તારમાં પાણીનો ભરાવો છે તેમ છતાં પાણીનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ સમસ્યાનો કાયમી હલ આવે તે માટે પાલિકા તંત્ર પાસે લોકો માંગણી કરી રહ્યા છે.

 

- Advertisement -

You Might Also Like

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

સુરતમાં નકલી ડિમોલિશન!

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

TAGGED: Gujarat flooded, Heavy rain in Surat, Surat flood
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હાઈકોર્ટ બુધવારે લાંબા સમયથી પડતર કેસોની સુનાવણી કરશે
Next Article જો સીઝફાયરનું ઉલ્લંઘન કરશો તો કડક જવાબ આપશું: ઇઝરાયલની ઈરાનને ચેતવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
રૂ.10 હજારની પોતાના ખિસ્સામાંથી મરણ સહાય, વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ અને મહિલાઓને મફત સિલાઈ તાલીમ
ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ
કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
સુરત

સુરતમાં નકલી ડિમોલિશન!

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
સુરત

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?