ચૂંટણીના પરિણામો બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે હવે તેઓ રાજકીય વિશ્લેષક બનશે.
અમેરિકાના મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. વિરોધી ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં ૫૧ બેઠકો અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ૨૧૮ બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે. ચૂંટણીના પરિણામો બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે હવે તેઓ રાજકીય વિશ્લેષક બનશે. તેઓ ચૂંટણીમાં ઉમેદવારોની જીત અને હારના કારણો અંગે પોતાનો અભિપ્રાય આપશે. હાઉસમાં કુલ ૪૩૫ બેઠકો છે અને તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. પ્રારંભિક વલણોમાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી ૨૦૩ બેઠકો પર આગળ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી ૧૦૮ બેઠકો પર આગળ છે. સેનેટની ૧૦૦ બેઠકોમાંથી ૩૫ પર ચૂંટણી યોજાઈ છે. આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં ૨૩ બેઠકોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીએ ૧૫ અને રિપબ્લિકન પાર્ટીએ ૮ બેઠકો જીતી છે. બાકીની ૧૨ બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. આ પરિણામોને જોડીને ડેમોક્રેટિક પાર્ટી પાસે ૫૧ અને રિપબ્લિકન પાર્ટી પાસે ૩૯ બેઠકો છે. સેનેટમાં બહુમતી માટે ૫૧ બેઠકોની જરૂર હોય છે. એટલે કે ડેમોક્રેટ્સે બહુમતી હાંસલ કરી છે. કુલ ૩૬ બેઠકોમાંથી ૧૪ રાજ્યોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે.
- Advertisement -
હું ચૂંટણી પરિણામ સ્વીકારવા તૈયાર
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના મધ્યસત્રના ચૂંટણીના પરિણામમાં હાર સ્વીકારવા તૈયારી બતાવી દીધી છે. આ સાથે તેમણે સવાલો ઊઠાવતા કહ્યું કે બેલેટ પેપર પર મારું નામ હોત તો કદાચ અમે ભારે બહુમતથી ચૂંટણી જીતી ગયા હોત. જોકે હું હાર સ્વીકારીને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે આ હારથી ટ્રમ્પને હવે મોટો ઝટકો લાગશે અને તે યુદ્ધમાં બેફામ નિર્ણયો લેતા અટકી શકે છે. ટ્રમ્પે કહ્યું કે હું ચૂંટણી મેદાનમાં નહોતો. જો હું ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતર્યો હોત તો રિપબ્લિકન્સ ભારે બહુમતથી જીત્યા હોત.



