By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    2 days ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    2 days ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    3 days ago
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    4 days ago
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તહેવારની રાત્રિનાં જ UPના પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ
    2 hours ago
    દિલ્હીમાં AQI 380, ધો. 5 સુધીની શાળાઓમાં ઑનલાઈન અભ્યાસ
    2 hours ago
    30 લાખ દીવડાંથી ઝગમગશે અયોધ્યા
    2 hours ago
    સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિની અટકાયત સાથે જ શરૂ થઈ જશે 24 કલાકનો સમય
    1 day ago
    દિવાળી બાદ રૂ. 2000થી વધુના UPI વ્યવહારો પર ચાર્જ વસૂલવા સરકાર મક્કમઃ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    1 day ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    4 days ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    1 week ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    1 week ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 days ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    1 week ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ : છ દિવસનો હિસાબ-કિતાબ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ : છ દિવસનો હિસાબ-કિતાબ
Author

ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ : છ દિવસનો હિસાબ-કિતાબ

Khaskhabar Editor
Last updated: 2026/11/07 at 1:14 PM
Khaskhabar Editor 2 hours ago
Share
7 Min Read
SHARE

ધંધાના ચોપડા અને નફા-નુકસાનની સાથે જીવનના સરવૈયામાં લાગણીના ઉતાર-ચઢાવને પણ તપાસીએ

પૈસા, પુણ્ય, સંબંધો અને સંતોષનો સરવાળો એટલે સાચી સમૃદ્ધિ

- Advertisement -

ખરીદ-વેંચાણની સાથે મનની સફાઈ, સંબંધોની જાળવણી અને માનવતાની કમાણીનો પણ હિસાબ માંડીએ

દિવાળી આવે એટલે ઘરમાં સાફસફાઈ થાય, બજારમાં ખરીદીની ભીડ જામે, રોડરસ્તામાં રોશની થાય, આપણા આંગણે રંગોળી પુરાય અને મનમાં નવા ઉત્સાહનો સંચાર થાય. ધન તેરસથી શરૂ કરીને કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ અને લાભ પાંચમ સુધીના છ દિવસ એટલે જાણે ઉત્સવોની હારમાળા! દરેક દિવસનું આગવું મહત્ત્વ, અલગ પરંપરા, જુદી માન્યતા અને વિશિષ્ટ ઉજવણી છે. જોકે આ છ દિવસ માત્ર ધાર્મિક વિધિ, ખરીદી, મીઠાઈ, શુભેચ્છાઓ અને સામાજિક મેળાવડાનો અવસર નથી. દરેક તહેવારની પાછળ જીવન જીવવાની એક સમજણ, એક સંદેશ અને એક પાઠ છુપાયેલો છે. આપણે ધન તેરસથી લાભ પાંચમ સુધીના છ દિવસોમાં ધન, આરોગ્ય, ઝગમગાટ, નવા સંકલ્પો, સંબંધો અને લાભની ઉજવણી કરીએ છીએ. અને આ છ દિવસની ઉજવણીમાંથી જો છ સારા પાઠ શીખી શકીએ તો જ તહેવારોની સાર્થકતા છે.

- Advertisement -

૧. ધન તેરસ : તિજોરીની નહીં, તનની પૂજા

આપણે ધન તેરસ એટલે સોના-ચાંદીના દાગીના કે અવનવી વસ્તુઓ-વાસણો ખરીદવાનો દિવસ માની લીધો છે. માર્કેટિંગ કંપનીઓએ આપણને એવું શીખવી દીધું કે ખરીદી નહીં કરો તો લક્ષ્મીજી નારાજ થઈ જશે! પણ સાહેબ, મૂળ વાત તો ભૂલાઈ જ ગઈ. આ દિવસ આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરીનો છે.
અસલ હિસાબ: જો શરીર જ સાથ ન આપતું હોય તો સ્વિસ બેંકમાં પડેલા કરોડો રૂપિયા પણ આઈસીયુના મોનિટર પર માત્ર આંકડા બનીને રહી જાય છે.
લાઈફ લેસન: ખરી સંપત્તિ એ નથી કે તમારા લોકરમાં શું પડ્યું છે, ખરી સંપત્તિ એ છે કે તમે રાત્રે ગોળી લીધા વગર ઊંઘી શકો છો કે નહીં. હેલ્થ વગરનું વેલ્થ એ માત્ર કાગળનો ઢગલો છે.

૨. કાળી ચૌદસ : અંદરના કકળાટનો નિકાલ

લોકો આ દિવસે ઘરનો કચરો/કકળાટ ચાર રસ્તે મૂકી આવે છે અને સમજે છે કે પનોતી ઉતરી ગઈ! પણ ભલા માણસ, એ રસ્તા પર ફેંકેલી કચરા/કકળાટથી મનની ગંદકી થોડી સાફ થવાની હતી? કાળી ચૌદસ એટલે સાયકોલોજિકલ ડિટોક્સ.
અસલ હિસાબ: વર્ષ આખામાં સંઘરી રાખેલી ઈર્ષ્યા, અસુરક્ષા, બીજાની પ્રગતિ જોઈને થતી બળતરા અને અહંકાર.. આ બધો કચરો અંદર સડી રહ્યો છે.
લાઈફ લેસન: બહારના ભૂત-પ્રેત તો કાલ્પનિક છે, અસલ રાક્ષસો તો આપણા વિચારોમાં બેઠા છે. જ્યાં સુધી અંદરનો કચરો/કકળાટ અને નકારાત્મકતા નહીં બળે ત્યાં સુધી બહાર ભલે ગમે તેટલા અત્તર છાંટો તો પણ જીવનમાંથી સુગંધ નહીં આવે.

૩. દિવાળી : અંધકાર સામે એક નાનકડી દીવાસળી

અમાસની સૌથી કાળી રાતે આખો દેશ ઝગમગી ઊઠે છે. કેમ? કારણ કે અંધકાર ભલે ગમે તેટલો ગાઢ હોય એનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી હોતું, એ માત્ર પ્રકાશની ગેરહાજરી છે. દિવાળીએ ચોપડા પૂજન થાય છે પણ હિસાબ માત્ર ખાતાવહીનો નથી ચૂકતે કરવાનો.
અસલ હિસાબ: વર્ષ દરમિયાન જે સંબંધોમાં ખટાશ આવી, જે લોકો પ્રત્યે પૂર્વગ્રહો બંધાયા, એ બધા લેણાં-દેણીને માફી આપીને ચોખ્ખા કરવાનો આ દિવસ છે.
લાઈફ લેસન: દુનિયામાં નકારાત્મકતા, નિરાશા અને સ્વાર્થનું અંધારું ઘણું મોટું છે. તમે આખી દુનિયાને એકલા હાથે નહીં બદલી શકો પણ તમારા હિસ્સાનો એક દીવો તો પ્રગટાવી જ શકો ને? અંધારાને ગાળો ભાંડવા કરતાં એક દીવો પેટાવવો વધુ શાણપણનું કામ છે.

૪. બેસતું વર્ષ : જૂની પાટી પરનું લખાણ ભૂંસીને નવો એકડો

બેસતા વર્ષે સવારે નવા કપડાં પહેરીને સાલમુબારક કહેવું બહુ સહેલું છે પણ જૂના અહંકારને ઉતારીને સાચા દિલથી કોઈને ગળે મળવું અઘરું છે. નવું વર્ષ એ કેલેન્ડર બદલવાનો નહીં, દ્રષ્ટિકોણ બદલવાનો તહેવાર છે.
અસલ હિસાબ: ગઈકાલની નિષ્ફળતાઓ, ભૂલો અને કડવા અનુભવોને વળગી રહેશો તો નવું વર્ષ પણ જૂના જેવું જ વીતશે.
લાઈફ લેસન: જીવન આપણને દર વર્ષે એક કોરી પાટી આપે છે. જૂના ચોપડાના પાના ફાડી નાખો અને નવા સંકલ્પો સાથે નવો અધ્યાય શરૂ કરો. વડીલોના ચરણ સ્પર્શ કરવા પાછળનો મર્મ પણ એ જ છે કે નમ્ર બન્યા વગર ક્યારેય નવું શીખી શકાતું નથી.

૫. ભાઈ બીજ : લાગણીઓનું વગર વ્યાજનું રોકાણ

સંબંધોની ખરી કસોટી આજના ભાગદોડવાળા યુગમાં થાય છે, જ્યાં ભાઈ-બહેન પણ વોટ્સએપ મેસેજ કે સ્ટેટસ પૂરતા સીમિત થઈ ગયા છે. ભાઈબીજ આપણને યાદ અપાવે છે કે જે સંબંધો લોહીના છે, જેમાં કોઈ લેવડ-દેવડ નથી, એ જિંદગીની સૌથી મોટી સિક્યોરિટી છે.
અસલ હિસાબ: તમે ગમે તેટલા સફળ થઈ જાઓ પણ જો તમારા સુખમાં ખરેખર રાજી થનારું કે તમારા દુઃખમાં ખભો આપનારું કોઈ લોહીનું સગું ન હોય, તો એ સફળતા સાવ લૂખી છે.
લાઈફ લેસન: યમરાજ પણ બહેન યમુનાના પ્રેમ ખાતર પોતાનું કામ બાજુ પર મૂકીને ગયા હતા. ગમે તેટલા બિઝી હોવ, સંબંધોને સમય આપો. માણસ છેવટે સંબંધોની મૂડીથી જ અમીર બને છે, બેંક સ્ટેટમેન્ટથી નહીં.

૬. લાભ પાંચમ : નીતિનો નફો અને સંતોષનો સરવાળો

દિવાળીનું વેકેશન પૂરું થાય અને વેપારીઓ પેન ઉપાડીને ચોપડામાં લખે: ‘શ્રી સવા’ અને ‘શુભ-લાભ’. કમાવું ગુનો નથી, અઢળક કમાવું જોઈએ પણ સવાલ એ છે કે એ કમાણીની રીત કઈ છે?
અસલ હિસાબ: જે નફામાં કોઈનું શોષણ હોય, જે પૈસા પાછળ કોઈની હાય લાગેલી હોય, એ લાભ નથી પણ ભવિષ્યનું નુકસાન છે.
લાઈફ લેસન: ‘શુભ’ વગરનો ‘લાભ’ ક્યારેય ટકતો નથી. તમારા કર્મમાં શુદ્ધતા હશે તો બરકત આપોઆપ આવશે. સાચી કમાણી એ છે જે ઘરમાં શાંતિ લાવે, ડિપ્રેશન કે બ્લડપ્રેશર નહીં.

ધન તેરસથી લાભ પાંચમ સુધીના આ છ દિવસમાં જીવનના છ અલગ-અલગ પાઠ સમાયેલા છે. ધન તેરસ સંપત્તિ સાથે સંતોષ શીખવે છે, કાળી ચૌદસ મનની શુદ્ધિનો સંદેશ આપે છે, દિવાળી બીજાના જીવનમાં પ્રકાશ પાથરવાનું શીખવે છે, બેસતું વર્ષ સંબંધોમાં નવી શરૂઆત કરાવે છે, ભાઈ બીજ લાગણી અને જવાબદારીનું મહત્ત્વ સમજાવે છે અને લાભ પાંચમ નફાની સાથે નીતિમત્તા તથા વિશ્વાસનો પાઠ ભણાવે છે.

વર્ષના અંતે આપણે આવકવેરાનું રિટર્ન ભરીએ છીએ, બેંક સ્ટેટમેન્ટ તપાસીએ છીએ, ધંધાના ચોપડા સરખાવીએ છીએ અને નફા-નુકસાનનો હિસાબ માંડીએ છીએ. અહીં એક વખત પોતાના જીવનનું બેલેન્સશીટ પણ તપાસવું જોઈએ. કેટલું કમાયા તેની સાથે કેટલું દાન કર્યું? કેટલા લોકો સાથે ઓળખાણ થઈ તેની સાથે કેટલા લોકો સાથે આત્મીયતા કેળવી? કેટલાં સપનાં પૂરાં કર્યાં તેની સાથે કેટલાં લોકોનાં સપનાં સાકાર કરવામાં મદદ કરી? કેટલાં દીવા પ્રગટાવ્યા તેની સાથે કેટલાં જીવનમાં અજવાળું પાથર્યું?

પૈસા કમાવા એ સફળતા છે, પુણ્ય કમાવું એ સાર્થકતા છે, સંબંધો સાચવવા એ સમૃદ્ધિ છે અને મનમાં સંતોષ જાળવવો એ સુખ છે. આ ચારેયનો સરવાળો થાય ત્યારે જ જીવનનો હિસાબ સાચા અર્થમાં નફામાં ગણાય. આખરે.. જીવનના ચોપડામાં કેટલું ધન જમા થયું એના કરતાં કેટલું પુણ્ય, કેટલો વિશ્વાસ, કેટલી લાગણી અને કેટલો સંતોષ જમા થયો એનો હિસાબ જ માણસને સાચો સમૃદ્ધ બનાવે છે.

You Might Also Like

સૂક્ષ્મ વિવેકની સાધના: જ્યારે પદ કરતાં સંસ્કાર મોટા સાબિત થાય છે

દિવાળી; માટીના દીવડાવવાની સીધી સાદી દીપમાળા થી લઈને પૂરા દસ લાખ કરોડના વેપલા સુધીની સફર

મન મૂકીને દિવાળી ઉજવજો, પ્રદુષણની ખોટી ચિંતા ન કરતા…બાકી હવામાનું ઝેર રોજ પીએ જ છીએ

આશીર્વાદ મેળવવાનો અવસર આવ્યો… દિવાળી – નૂતન વર્ષ

દિવાળી-નવું વર્ષ : ગુજરાતીઓનો સ્વાદોત્સવ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તહેવારની રાત્રિનાં જ UPના પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ
Next Article મન મૂકીને દિવાળી ઉજવજો, પ્રદુષણની ખોટી ચિંતા ન કરતા…બાકી હવામાનું ઝેર રોજ પીએ જ છીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorDr. Sharad Thakar

સૂક્ષ્મ વિવેકની સાધના: જ્યારે પદ કરતાં સંસ્કાર મોટા સાબિત થાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
દિવાળી; માટીના દીવડાવવાની સીધી સાદી દીપમાળા થી લઈને પૂરા દસ લાખ કરોડના વેપલા સુધીની સફર
મન મૂકીને દિવાળી ઉજવજો, પ્રદુષણની ખોટી ચિંતા ન કરતા…બાકી હવામાનું ઝેર રોજ પીએ જ છીએ
તહેવારની રાત્રિનાં જ UPના પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ
આશીર્વાદ મેળવવાનો અવસર આવ્યો… દિવાળી – નૂતન વર્ષ
દિલ્હીમાં AQI 380, ધો. 5 સુધીની શાળાઓમાં ઑનલાઈન અભ્યાસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorDr. Sharad Thakar

સૂક્ષ્મ વિવેકની સાધના: જ્યારે પદ કરતાં સંસ્કાર મોટા સાબિત થાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Authorમનીષ આચાર્ય

દિવાળી; માટીના દીવડાવવાની સીધી સાદી દીપમાળા થી લઈને પૂરા દસ લાખ કરોડના વેપલા સુધીની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

મન મૂકીને દિવાળી ઉજવજો, પ્રદુષણની ખોટી ચિંતા ન કરતા…બાકી હવામાનું ઝેર રોજ પીએ જ છીએ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?