પોલીસની મનમાની પર બ્રેક લગાવતા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે અટકાયતની વાસ્તવિક તારીખ અને સમય નોંધવો પડશે મેજિસ્ટ્રેટે
બંધારણની કલમ 22(2) હેઠળ નિર્ધારિત સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ ન કરાય તો આરોપીને તાત્કાલિક છોડવો પડશે
- Advertisement -
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં પોલીસની મનમાની પર કડક બ્રેક લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈ વ્યક્તિની ધરપકડ બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ તેને હાજર કરવાની ૨૪ કલાકની બંધારણીય મર્યાદા પોલીસ સત્તાવાર રીતે તેની ધરપકડ જાહેર કરે ત્યારથી નહીં, પરંતુ તેની અટકાયત થાય ત્યારથી જ શરૂ થઈ જાય છે. ન્યાયાધીશો ઉજ્જવલ ભુઈયાં અને અતુલ એસ. ચંદુરકરની બેન્ચે બંધારણની કલમ ૨૨(૨) ના હેતુઓ માટે ‘ધરપકડ’ અને ‘અટકાયત’ વચ્ચે કૃત્રિમ તફાવત ઊભો કરવા બદલ પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી. અદાલતે જણાવ્યું હતું કે પોલીસ તપાસ, જપ્તી અથવા પૂછપરછના નામે ઔપચારિક ધરપકડમાં વિલંબ કરીને આ સમય મર્યાદાને આગળ વધારી શકે નહીં. જો વ્યક્તિની સ્વતંત્રતા હકીકતમાં છીનવાઈ જાય અને તેને અટકાયતમાં લેવામાં આવે, ત્યારથી જ ૨૪ કલાકની સમય મર્યાદા શરૂ થઈ જાય છે. આ નિર્ધારિત સમય મર્યાદામાં આરોપીને તેને તાત્કાલિક છોડી મૂકવો પડશે. મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં ન આવે તો મેજિસ્ટ્રેટની પણ આ જવાબદારી રહેશે કે તેઓ આરોપીના હાજર થતા અટકાયતની વાસ્તવિક તારીખ અને સમય નોંધે તથા ૨૪ કલાકની મર્યાદાનું પાલન ન થાય તો તપાસ કરે. બંધારણમાં માત્ર એક જ અપવાદ છે અને તે છે ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટની કોર્ટ સુધી પહોંચવામાં લાગતો પ્રવાસનો સમય, જેને ૨૪ કલાકની મર્યાદામાંથી બાદ કરવામાં આવ્યો છે.



