દિલ્હીના ઈન્ડિયા ગેટ આસપાસ AQI 380 નોંધાયો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) મુજબ, અહીં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. તેના પગલે દિલ્હી-NCRમાં GRAP-III લાગુ કરાયું છે. BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલવાળા ફોર વ્હીલર વાહનોના ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. પાંચમા ધોરણ સુધીની શાળાઓમાં ‘હાઇબ્રિડ મોડ’ (ઓનલાઇન અને ઓફલાઇન બંને)માં શિક્ષણ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં દિવાળી પહેલાં ઠંડી વધી ગઈ છે. શનિવારે સવારે લખનઉ, બારાબંકી, મહારાજગંજ, શ્રાવસ્તી અને સંભલ સહિત ૨૦ શહેરોમાં ધુમ્મસ છવાયેલું રહ્યું. છેલ્લા ૨૪ કલાકમાં અલીગઢ સૌથી ઠંડું રહ્યું, અહીં લઘુત્તમ તાપમાન ૧૮.૬ ડિગ્રી નોંધાયું. મધ્ય પ્રદેશમાં દિવાળી બાદ ઠંડીની અસર વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીનો ઘટાડો થશે. આવી સ્થિતિમાં અનેક શહેરોમાં તાપમાન ૧૦-૧૧ ડિગ્રી સુધી આવી શકે છે. ગઈરાત્રે ઈન્દોરમાં લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયું, જે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું રહ્યું. શહડોલના કલ્યાણપુર અને દમોહમાં ૧૨.૨ ડિગ્રી, શાજાપુર સાથે જોડાયેલા ગિરવરમાં ૧૨.૬ ડિગ્રી, ઉમરિયામાં ૧૨.૭ ડિગ્રી, જ્યારે ભોપાલ-પચમઢીમાં ૧૨.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
દિલ્હીમાં AQI 380, ધો. 5 સુધીની શાળાઓમાં ઑનલાઈન અભ્યાસ

You Might Also Like
Follow US
Find US on Social Medias


