તુરિયા, કારેલા, દુધી, ગલકા,પરવળ, કાકડી, ગુવાર, ભીંડો, ચોળી, તુવેર, મૂળા, તાંદળજો, પાલકનું વાવેતર કરવું.

શાકભાજીનું વાવેતર કરવા ઇચ્છતા ખેડૂતોએ ધરૂ ઉછેર/રોપણી વાવેતર સમયે ખાસ કરીને મરચી, ટમેટી, રીંગણ, અને કોબીજના ધરું તૈયાર કરવા (ગ્રીન શેડ નેટમાં અને નેટની ઊંચાઈ ૬.૫ ફૂટ રાખવી) ગાદી ક્યારા બનાવી તેમાં બીજનું વાવેતર કરવું. જમીનજન્ય ફૂગનો ઉપદ્રવ ના થાય તે માટે બીજને મેન્કોઝેબ અથવા થાયરમ અથવા વીટાવેક્ષ પૈકી કોઈ એક દવાનો ૨-૨.૫ ગ્રામ પ્રતિ કિલ્લો બીજ મુજબ પટ આપવો. તેમજ વાવેતર બાદ ૧૦-૧૫ દિવસે મેન્કોઝેબ ૭૫ % વે.પા.નું ૨.૫ ગ્રામ પ્રતિ લીટર પાણીમાં મિશ્ર કરી ધરુના ક્યારામાં ડ્રેન્ચિંગ કરવું જેથી સુકારો ના આવે. તુરિયા, કારેલા, દુધી, ગલકા,પરવળ, કાકડી, ગુવાર, ભીંડો, ચોળી, તુવેર, મૂળા, તાંદળજો, પાલકનું વાવેતર કરવું.
- Advertisement -


ફળ/ફુલ આવવાની અવસ્થાએ ઉનાળુ શાકભાજીમાં સફેદ માખીના નિયંત્રણ માટે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને ઈમીડાક્લોપ્રીડ ૩૦.૫ ટકા ૪મિલી અથવા એસીટેમાપ્રીડ ૨૦ ટકા ૫ ગ્રામ દવાને ૧૦ લીટરપાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. જો પાનકથીરીનો ઉપદ્રવ હોય તો ઇથીઓન ૩૦ મિલી પ્રતિ પંપ છાન્કાવ કરવો. વેલાવાળા શાકભાજીમાં તળછારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૪૦ ગ્રામ પ્રતિ પંપમાં મિશ્ર કરી છંટકાવ કરવો તેવી ભલામણ તરઘડીયા સ્થિત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકીખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ. દ્વારા કરાઇ છે.


