ખારચિયા ગામના સરપંચ અને તલાટીને ડરાવી 2 લાખની ખંડણી માંગી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પત્રકાર અને છઝઈં એક્ટિવિસ્ટના નામે ખોટી ઓળખ આપી સરકારી અધિકારીઓ, મહિલા કર્મચારીઓ અને આમ જનતાને બ્લેકમેઈલ કરી ખંડણી માંગતા આશિષ અશોકભાઈ લાલકિયાની ઉપલેટા પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા બે મહિનાથી વોન્ટેડ આ શખ્સને ગણોદના પાટીયા પાસેથી ઝડપી લીધો છે. આ મામલે ધોરાજી ડિવિઝનના ઈંઙજ અધિકારી અને અજઙ સિમરન ભારદ્વાજે એક વીડિયો સંદેશ દ્વારા આ શખ્સની ગુનાહિત કુંડળી ખોલી છે અને ભોગ બનનાર લોકોને નીડર બની સામે આવવા અપીલ કરી છે.
આરોપી આશિષ લાલકિયા પત્રકારત્વના પવિત્ર વ્યવસાયનો ઉપયોગ હથિયાર તરીકે કરી લોકોને લૂંટવા અને પજવણી કરવાનું કામ કરતો હતો. આશિષ લાલકિયા વિરુદ્ધ અગાઉ સરકારી કચેરીઓમાં જઈને મહિલા કર્મચારીઓની છેડતી કરવી, તેમનો પીછો કરવો (જફિંહસશક્ષલ) અને તેમને બિભત્સ શબ્દો કહી માનસિક ત્રાસ આપવાના ગંભીર ગુના નોંધાયા હતા. તે પોતાની ઓળખ એક વગદાર પત્રકાર તરીકે આપી મહિલાઓને દબાવતો અને બ્લેકમેઈલ કરતો હતો આ ઉપરાંત, ખારચિયા ગામના સરપંચ અને તલાટીને છઝઈં ની અરજીઓના નામે ડરાવી 2 લાખની ખંડણી માંગવાનો પણ તેની પર આરોપ છે. અનેક લોકો તેના ડરથી ફરિયાદ કરવા આગળ આવતા ન હતા. જોકે, પોલીસની સક્રિયતાને કારણે હવે આ શખ્સ જેલના સળિયા પાછળ છે. પોલીસે આરોપીની સઘન પૂછતાછ હાથ ધરી છે કે આ કામમાં તેની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ. અજઙ સિમરન ભારદ્વાજએ કહ્યું હતું કે આ શખ્સ જેલ ભેગો થઈ ગયો છે એટલે હવે કોઈએ તેનાથી ડરવાની જરૂર નથી. જે કોઈ પણ મહિલાઓ તેની જાતીય સતામણી કે બ્લેકમેઈલિંગનો ભોગ બની હોય, તેઓ હિંમત રાખી ઉપલેટા પોલીસ સ્ટેશન અથવા મારી કચેરીએ ફરિયાદ કરવા આવે. હું ખાતરી આપું છું કે ભોગ બનનારનું નામ અને ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. સમાજમાં આવા તત્વોને ઉઘાડા પાડવા માટે તમારો સહયોગ જરૂરી છે.



