By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    3 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    2 hours ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    3 hours ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    3 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    3 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એવરીથિંગ ઇઝ ગ્રે !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > એવરીથિંગ ઇઝ ગ્રે !
Author

એવરીથિંગ ઇઝ ગ્રે !

Khaskhabar Editor
Last updated: 2026/07/25 at 2:01 PM
Khaskhabar Editor 1 month ago
Share
7 Min Read
SHARE

કાર્તિક મહેતા : કાર્તિકોલોજી

અંગ્રેજી ફિલ્મો જોવાનો ક્રેઝ ભારતમાં વર્ષોથી છે અને હવે તો એ એટલો સામાન્ય છે કે અમુક લોકો હિન્દી ફિલ્મો જોવાનું જ પસંદ કરતા નથી. (હિન્દી ફિલ્મોની ગુણવત્તા વળી એક અલગ ચર્ચાનો વિષય છે પણ) અંગ્રેજી ફિલ્મોમાં , ખાસ તો જેમાં યુરોપિયન વાતાવરણ દેખાડ્યું હોય એમાં કાળા અને રાખોડી રંગનો ઉપયોગ અતિશય થતો જોવા મળે.
લાલ પીળા લીલા વાદળી જાંબલી સોનેરી રૂપેરી જેવા રંગ સાવ ઓછા દેખાય. માત્ર કાળા, ગ્રે એટલે કે રાખોડી રંગનું વર્ચસ્વ દેખાય.
યુરોપ ગયા હોય કે રહેતા હોય એને પણ જાણ હશે કે ત્યાંના લોકો પણ ગ્રે રંગના શેડ્સ વાળા કપડાં પહેરવાનું પસંદ કરે. બ્લેઝર , ટ્રાઉઝર વગેરે કાળા રંગનું પસંદ કરવામાં આવે.. વધુમાં વધુ બ્લ્યુ રંગ પસંદ કરે. (બ્લ્યુ રંગ બનાવવાની શોધ એમણે ભારતમાં આવીને કરી એટલે એમની માટે બ્લ્યુ રંગનું મહત્વ બહુ વધ્યું..પછી તો એમણે ઈશ્વરીય અવતારોને પણ બ્લુ રંગના ચિતરવાનું શરૂ કર્યું બાકી એમને બ્લુ રંગ પણ પસંદ નહોતો) .

- Advertisement -

આનું કારણ એમ છે કે યુરોપના ઘણા દેશોમાં ખાસ તો જગત ઉપર શાસન ચલાવનાર ઇંગ્લેન્ડમાં મોટેભાગે વાદળિયું વાતાવરણ રહે. એમને ત્યાં તડકો નીકળે તો લોકો રાજી રાજી થઈને ટહેલવા નીકળી પડે.. વાદળીયા વાતાવરણને કારણે ત્યાંનું વાતાવરણ એકદમ સુસ્ત , ભારે , દુઃખી અને બોઝિલ લાગે.. આથી લોકોના મન પણ એવા એકાંગી , એકરંગી થયા. ત્યાં આપણી જેમ રંગબેરંગી કપડાં પહેરવાનું લોકો બહુ ઓછું પસંદ કરે. મોટેભાગે ગ્રેઇશ રંગો ઉપર ભાર મૂકે.

આજકાલ આપણું વાતાવરણ પણ વાદળિયું બન્યું છે. આખા ભારતને ઇન્દ્રદેવ વર્ષાથી ભીંજવી રહ્યા છે. મસમોટા અને એકદમ ઘેરા વાદળો આખા ભારત ઉપર છવાયેલા છે. આ ગ્રે એટલે કે રાખોડી રંગ બહુ વિશિષ્ટ રંગ છે. આમ તો દરેક રંગનું પોતાનું આગવું મહત્વ છે. પણ રાખોડી રંગને એટલા માન સમ્માન નથી મળ્યા જેટલા બીજા રંગોને મળ્યા છે.. કેમકે તે મેલો રંગ છે.. હિન્દીમાં એને ધુસર કહેવાય છે. એની પોતાની કોઈ ચમક નથી.. એમાં દુઃખ, બોજ, ડિપ્રેશન છે..કોઈ એને શુભ નથી માનતું.

પરંતુ ગ્રે રંગની પોતાની ફિલોસોફી છે. આજકાલ તો એક ચવાઈ ગયેલ વાત સહુકોઈ કરે છે કે એવરીથિંગ ઇઝ ગ્રે, નથીંગ ઇઝ બ્લેક એન્ડ વ્હાઈટ.
અર્થાત્ બધું ગ્રે છે , કશું જ તદ્દન કાળું કે તદ્દન સફેદ નથી..

- Advertisement -

ફિલ્મોમાં પણ આજકાલ ગ્રે શેડ વાળા કેરેક્ટર બહુ આવવા લાગ્યા છે. પહેલાંના સમયમાં હીરો અને વિલન એમ બે સ્પષ્ટ પાત્રો ઉપસાવવામાં આવતા. પણ આજે ફિલ્મોમાં ગ્રેઈશ શેડ ધરાવતા પાત્રો નખાય છે. જે તદ્દન સારા ના હોય અને તદ્દન ખરાબ પણ ના હોય.

માણસમાત્ર પણ આવો જ હોય છે.. કોઈ તદ્દન ખરાબ કે તદ્દન સારું હોય એમ બનતું નથી. બધા ગ્રે રંગના અલગ અલગ શેડસ ધરાવે છે.

માણસો તો ઠીક પણ આપણા પ્રાચીન દેવતાઓ પણ એકદમ વ્હાઈટ શેડ વાળા નથી. ઇન્દ્ર , વેદોમાં સર્વોચ્ચ દેવતા ગણાય છે એમનામાં પણ કાળપ ભળી છે એટલે એમનું ચરિત્ર ગ્રે રંગનું બને છે. ઋષિ પત્ની સાથે છળ કરીને સહવાસ કરવાની વાત હોય કે કોઈ અસુરને ક્રૂરતાથી મારવાની વાત હોય, ઇન્દ્રનું ગ્રે રંગી કેરેક્ટર અછતું રહેતું નથી. હા, ઇન્દ્ર એકંદરે ઉચ્ચ ગુણો ધરાવતા દેવ છે એમ છતાં એમનામાં કાઇક કાળાશ ભળેલી છે ખરી.
એવું જ ઉપેન્દ્ર વિષ્ણુ નું પણ ખરું. અસુરોને મોહની સ્વરૂપ ધારણ કરીને અમૃત પાન થી વંચિત રાખવાનો પ્રસંગ હોય કે પછી હિરણ્યકશ્યપ ને વધ કરવાની ટેકનિક હોય — વિષ્ણુ ખૂબ ચતુરાઈ પૂર્વક , યુક્તિ પૂર્વક અને છળ પૂર્વક કાર્ય કરે છે. આથી એમના વર્ણને મેઘવર્ણ કહેવાયો છે. અર્થાત્ ગ્રે રંગ !! વિષ્ણુ ભગવાનના ચિત્રોમાં પણ એમનો એવો રંગ બતાવ્યો છે.

કૃષ્ણનો તો અર્થ જ થાય કાળો.. પણ એને કહેવાય છે ઘનશ્યામ.. મેઘ જેવો કાળો!! અર્થાત્ રાખોડી, ગ્રે!
કૃષ્ણ પણ એવા દેવ છે જેમનું વ્યક્તિત્વ કાળા અને ધોળા એમ બેય ગુણ ધરાવે છે. ખાંડવવન દહનમાં નાગો (નાગ પ્રજા)ના નાશમાં કૃષ્ણ ભાગ લે છે તો સામે કૃષ્ણ ભગવદ ગીતામાં એક મહાન તત્વદર્શી તરીકે પ્રગટ થાય છે !! કેટલો કોન્ટ્રાસ્ટ? આ તો કૃષ્ણની મહાનતા છે..
દેવાધિદેવ મહાદેવ શિવશંકર ખરેખર એકદમ ધવલ વર્ણી છે. એકદમ સફેદ ! શરીર ઉપર ભભૂતિ લગાડવાના લીધે એ રાખોડી દેખાય છે! બાકી શિવ સાત્વિક છે, સત્વનું પ્રતીક છે, શાંતિનું પ્રતિક છે. સામે શક્તિ એટલે કે શિવના ધર્મપત્ની માં કાળી છે.. એ કાળા છે, કૃષ્ણા છે, મેલા છે.. કાળીમાં ને એટલે ગ્રામ્ય બોલીમાં મેલડી કહેવાય છે..

આ તો આપણા ધર્મની વાત . એ સિવાય બાઇબલમાં પણ જેકબ નામનું પાત્ર છે જે ગ્રે રંગી ગુણ ધરાવે છે. જેકબ નું બીજું નામ ઇઝરાયેલ છે. ઇઝરાયેલ દેશનું નામ જેકબ પરથી પડ્યું છે. ઇઝરાયેલ પણ એકદમ ગ્રે રંગનો સ્વભાવ ચરિત્ર ધરાવતો દેશ છે. જેકબ એકદમ ખરાબ કે દુર્ગુણી નથી પણ એકદમ સદગુણી પણ નથી..

ગ્રે રંગના કબૂતર પણ દેખીતી રીતે નિર્દોષ પક્ષી લાગે પણ એના ટોળાઓએ ભારતમાં શહેરોને બાનમાં લીધા છે અને અન્ય પક્ષીઓનું લગભગ નિકંદન નીકળવા આવ્યું છે. આમ એકદમ ડરપોક એવા કબૂતર ઝુંડમાં રહીને બીજા પક્ષીઓ અને સાથે માણસોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરી રહ્યા છે.

ગ્રે રંગનો સફેદ તરફનો શેડ સમાજ માટે ફાયદાકારક છે. પણ ડાર્ક ગ્રે રંગના ચરિત્ર ધરાવતા લોકોની સમાજમાં બહુમતી થઈ જાય તો તે અંદરથી એક ખોખલો સમાજ બનતો જાય છે. ભ્રષ્ટાચાર, ક્રાઇમ વગેરે આવા સમાજમાં વધતા જાય છે.

સ્વભાવમાં ગ્રે રંગનું પરફેક્ટ મિશ્રણ ધરાવતા માણસને સમજવો અઘરો હોય છે. એ એકેય કાયદા કે નિયમોની ઝપેટમાં આવતો નથી. એને એના દુષ્કર્મો માટે દંડી શકાતા નથી કેમકે એના સદકરમો એની માટે સમાજમાં અનુકંપા ઉત્પન્ન કરે છે.

પાકા રાજકારણીઓ અને અભિનેતાઓ આવા પરફેક્ટ ગ્રે સ્વભાવના લોકો હોય છે . જે સમાજની નજરમાં એટલી ઉજ્જવળ છબી બનાવી રાખે છે કે સમાજ એના અનેક અપરાધો ને ક્ષમા કરી દે છે.

જૈન વાદ અનુસાર આપણે અત્યારે ડાર્ક ગ્રે શેડ વાળા સમયમાં રહીએ છીએ . જૈન વિદ્વાનો એને અવ સર્પિણી કાળ કહે છે જેમાં ધર્મ અને સદગુણો ની પડતી થતી હોય. ધીમે ધીમે આ શેડ એકદમ ડાર્ક થશે અને છેવટે ધર્મ અને સદગુણો નાશ પામશે. વળી સારો સમય શરૂ થશે.. બ્રાહ્મણ ગ્રંથો પ્રમાણે પણ આપણે કળિયુગના શરૂઆતના સ્ટેજમાં છીએ.

જોકે ઘણા મત પ્રમાણે સમાજ પહેલેથી આવો ગ્રે રંગના સ્વભાવ વાળો જ રહ્યો છે. બસ એને સતત વધુને વધુ સફેદ રંગી બનાવવાની મહેનત કરવી દરેક મનુષ્યનો પરમ ધર્મ છે.

નોટ : આ આંદોલન વગેરે પણ હાથી જેવા ગ્રે રંગના હોય છે.. એના ચાવવાના ને દેખાડવાના અલગ હોય છે .એટલે કે એનો ખરો ઉદ્દેશ્ય અને દેખાડવાનો ઉદ્દેશ્ય સાવ અલગ હોય છે.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તક અને સાવચેતી
Next Article સંસદની દરેક મિનિટનો ખર્ચ 2.5 લાખ, છતાં હોબાળાથી ઠપ કાર્યવાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?