By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    32 minutes ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    1 hour ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    1 day ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    1 day ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    1 day ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    46 minutes ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 day ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor
Last updated: 2026/09/23 at 2:45 PM
Khaskhabar Editor 10 minutes ago
Share
5 Min Read
SHARE

સરકારની નવી ગાઇડલાઇન જાહેર, દર્દીઓ, ડૉક્ટરો અને ફાર્માસિસ્ટ માટે કડક સૂચનાઓ

કિડનીને નુકસાન અને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ રોકવા પર વિશેષ ભાર

- Advertisement -

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સના મનસ્વી તથા બિનજરૂરી ઉપયોગને રોકવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ના ન્યૂ ડ્રગ્સ ડિવિઝને 22 સપ્ટેમ્બર, 2026ના રોજ NSAIDs એટલે કે નોન-સ્ટેરોઇડલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ અને એન્ટિબાયોટિક્સના અંધાધૂંધ ઉપયોગ તથા તેનાથી ઊભા થતા આરોગ્ય જોખમોને લઈને પરિપત્ર જાહેર કર્યો છે. CDSCOની સત્તાવાર વેબસાઇટ પર આ પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે NSAIDs અને એન્ટિબાયોટિક્સ સહિત દવાઓનું આયાત, ઉત્પાદન, વેચાણ અને વિતરણ નિયમો અનુસાર જ થવું જોઈએ.

CDSCOએ જણાવ્યું છે કે મોટાભાગની પેઇનકિલર દવાઓને સેડ્યુલ એચ હેઠળ રાખવામાં આવી છે. તેથી આવી દવાઓનું રિટેલ વેચાણ પ્રિસ્ક્રિપ્શન વિના કરી શકાય નહીં. સેડ્યુલ એચ દવાઓના લેબલ પર પણ પ્રિસ્ક્રિપ્શન અંગેની ચેતવણી દર્શાવવાની જોગવાઈ છે. એ જ રીતે ઘણી એન્ટિબાયોટિક દવાઓ શિડ્યુલ એચ અને એચ ૧ હેઠળ આવે છે. શિડ્યુલ H1 દવાઓ માટે વધુ કડક નિયંત્રણો છે અને તેના લેબલ પર તબીબી સલાહ વિના ઉપયોગ જોખમી હોવાનું તથા રજિસ્ટર્ડ તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના રિટેલ વેચાણ ન કરવાની ચેતવણી આપવાની જોગવાઈ છે. સરકાર દ્વારા લોકોને પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સનો પોતાની રીતે વારંવાર અથવા લાંબા સમય સુધી ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. દુખાવો, તાવ કે અન્ય લક્ષણો ચાલુ રહે અથવા વારંવાર પાછા આવે તો જાતે દવા લેવાને બદલે તબીબી સલાહ લેવી જોઈએ. ખાસ કરીને સામાન્ય વાયરલ ઇન્ફેક્શન જેવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે એન્ટિબાયોટિક્સની જરૂર પડતી નથી. તેથી સેલ્ફ-મેડિકેશન તરીકે એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળવા જણાવાયું છે.

સરકારે બિનજરૂરી કોમ્બિનેશન ધરાવતી દવાઓનો ઉપયોગ, ખોટી એન્ટિબાયોટિકની પસંદગી, અયોગ્ય ડોઝ અને જરૂરિયાત કરતાં વધુ સમય સુધી એન્ટિબાયોટિક આપવાનું ટાળવા જણાવ્યું છે. તેનો એક મહત્વપૂર્ણ હેતુ AMR) એટલે કે દવાઓ સામે બેક્ટેરિયાની પ્રતિકારક ક્ષમતા વધતી અટકાવવાનો છે. CDSCO અગાઉ પણ એન્ટિબાયોટિક્સના તર્કસંગત ઉપયોગ અને એએમઆર ઘટાડવા માટે શિડ્યુલ એચ અને એચ 1 હેઠળ નિયંત્રણો અંગે માર્ગદર્શન આપી ચૂક્યું છે. નવી માર્ગદર્શિકામાં ફાર્માસિસ્ટ, રિટેલરો અને દવા વિતરકોને શિડ્યુલ એચ, એચ 1 તથા અન્ય પ્રિસ્ક્રિપ્શન દવાઓના વેચાણ અને વિતરણ સંબંધિત કાયદાકીય જોગવાઈઓનું કડક પાલન કરવા જણાવાયું છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટિબાયોટિક્સ અથવા પ્રિસ્ક્રિપ્શનવાળી NSAIDs આપવી નહીં અને ગ્રાહકોને આવી દવાઓનું સેલ્ફ-મેડિકેશન કરવા માટે પ્રોત્સાહિત ન કરવા સૂચના આપવામાં આવી છે. દવાના પેકેટ પર દર્શાવેલી ચેતવણીઓ અને વેચાણની શરતોનું પણ પાલન કરવાનું રહેશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલ અધિકારીઓને તબીબો, હેલ્થ પ્રોફેશનલ્સ, ફાર્માસિસ્ટ, રિટેલરો તથા સામાન્ય લોકોમાં પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સના બિનજરૂરી ઉપયોગથી થતા જોખમો અંગે જાગૃતિ ફેલાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ લાગુ જોગવાઈઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવાયું છે.

- Advertisement -

ડૉક્ટરોને પણ દવા લખતી વખતે સાવચેતી રાખવા સૂચના
CDSCOએ હેલ્થ પ્રોફેશનલ્સને પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ ત્યારે જ પ્રિસ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે જ્યારે તબીબી રીતે તેની જરૂરિયાત હોય. દવા લખતી વખતે દર્દીની ઉંમર, આરોગ્ય સ્થિતિ, અન્ય બીમારીઓ, હાલમાં ચાલી રહેલી દવાઓ અને સંભવિત જોખમોને ધ્યાનમાં લેવાની સૂચના આપવામાં આવી છે. પેઇનકિલર લખતી વખતે ખાસ કરીને કિડની સંબંધિત જોખમ ધરાવતા દર્દીઓમાં ન્યૂનતમ અસરકારક ડોઝ અને શક્ય તેટલા યોગ્ય ટૂંકા સમયગાળાને પ્રાધાન્ય આપવાની સલાહ આપવામાં આવી છે. એન્ટિબાયોટિક્સના કિસ્સામાં પણ યોગ્ય દવાની પસંદગી, યોગ્ય ડોઝ અને યોગ્ય સમયગાળો નક્કી કરવા ભાર મૂકાયો છે. સંભવિત બેક્ટેરિયલ ચેપ, ચેપનું સ્થળ અને તેની ગંભીરતા જેવા પરિબળોને ધ્યાનમાં લેવા જણાવાયું છે. જરૂરિયાત મુજબ માઇક્રોબાયોલોજિકલ તપાસ અને સ્થાનિક સ્તરે એન્ટિબાયોટિક સામેની સંવેદનશીલતાના પેટર્નને પણ ધ્યાનમાં લેવાની સલાહ આપવામાં આવી છે.

મોંઘીદાટ દવાઓ ફાર્મા કંપનીઓની ઊઘાડી લૂંટ : સુપ્રીમ
નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે કેન્સરની દવાઓના ભાવ વધારા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. કોર્ટે જણાવ્યું કે 2700ની દવા 27000માં વેચાઈ રહી છે, જે દર્દીઓ સાથે ખુલ્લી લૂંટ છે. આયુષ્યમાન કાર્ડ હેઠળની સારવારમાં પણ હોસ્પિટલો દ્વારા થતી છેતરપિંડી અને કરદાતાઓના પૈસાના દુરુપયોગ અંગે સુપ્રીમે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. આગામી સુનાવણી 29મીએ થશે. કેન્સરની દવાઓના મોંઘા ભાવોને લઇને સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, સુપ્રીમે કહ્યું હતું કે આ તો દર્દીઓ પાસેથી ધોળા દિવસે થતી ઉઘાડી લૂંટ છે. કેન્સર સામેની એક દવા રિટેલર્સને ૨૭૦૦ રૂપિયામાં પુરી પડાય છે જ્યારે તેનો વેચાણભાવ એટલે કે એમઆરપી ૨૭,૦૦૦ રૂપિયા છે. દર્દીઓને ખુલ્લેઆમ ફાર્મા કંપનીઓ અને વેચાણકર્તાઓ દ્વારા લૂંટવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત છે કે આ મુદ્દે કાર્યવાહી કરવાના બદલે પ્રશાસન મૌન છે.

You Might Also Like

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?