By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    2 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    3 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    4 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    2 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    2 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    2 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    2 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તક અને સાવચેતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > તક અને સાવચેતી
Author

તક અને સાવચેતી

Khaskhabar Editor
Last updated: 2026/07/25 at 1:55 PM
Khaskhabar Editor 1 month ago
Share
5 Min Read
SHARE

રેખા પટેલ ( ડેલાવર)

“તૂટેલા વિશ્વાસ અને મન પર પડેલા ઘા ભરાતા ઘણો સમય લાગે છે”

- Advertisement -

આજની ઝડપભેર દોડતી દુનિયામાં સમયસર મળેલી તકનો લાભ લેવો જરૂરી છે. ઘણી વાર એ માટે સમય, આરામ અને સંબંધોમાં પણ સમાધાન કરવું પડે છે. પરંતુ કોઈ પણ તક એવી ન હોવી જોઈએ કે જેના બદલામાં પોતાની સુરક્ષા, સ્વાભિમાન કે આત્મસન્માન ગુમાવવું પડે. એવી તક ક્યારેય સાચી તક નથી.

તક ઝડપી લેવા કોઈ બોલાવે અને આપણે જઈએ એ સામાન્ય બાબત છે, પરંતુ ત્યાં કોઈ અજુગતી કે અયોગ્ય ઘટના બને, તો સૌથી પહેલાં પોતાની સુરક્ષા અને સાવચેતી વિશે વિચારવું જરૂરી છે.
ખાસ કરીને સ્ત્રીઓએ પોતાની સુરક્ષા અંગે સજાગ રહેવું જોઈએ. ઈજ્જત અને આબરૂ દરેક વ્યક્તિ માટે મહત્વની છે. સ્ત્રીઓ માટે તો આ માત્ર બે શબ્દો નથી, પરંતુ તેમના સ્વાભિમાન, વ્યક્તિત્વ અને અસ્તિત્વ સાથે જોડાયેલા મૂલ્યો છે.

પૈસા, પદ અને પ્રસિદ્ધિ ફરી મેળવી શકાય છે, પરંતુ તૂટેલો આત્મવિશ્વાસ પાછો મેળવવામાં વર્ષો લાગી જાય છે.
સ્વાભિમાન કરતાં મોટો કોઈ પુરસ્કાર નથી. તેથી આગળ વધવું જરૂરી છે, પરંતુ એટલી જ જરૂરી છે પોતાની સુરક્ષા, પોતાની મર્યાદા અને પોતાની કિંમતને ક્યારેય ન ભૂલવી.

- Advertisement -

જે સફળતા સન્માનને છીનવી લે, અથવા જે પ્રગતિ માટે તમારા મૂલ્યો સાથે સમાધાન કરવાનું કહે, તે સફળતા નહીં, પરંતુ એક ભ્રમ છે. કોઈના ખોટા અપમાનજનક શબ્દોનો ઘા પણ સહન ના કરવો જોઈએ. આ રીતે તેઓ માનસિક રીતે નબળા બનાવે છે.

આ સૃષ્ટિમાં સ્ત્રી એ માત્ર એક વ્યક્તિ નથી, પરંતુ સર્જનનું મૂળ છે. તે નવા જીવનને જન્મ આપે છે, પરિવારને સંસ્કાર આપે છે. છતાં કુદરતે તેને શારીરિક રીતે પુરુષ કરતાં વધુ કોમળ બનાવી છે. આ કોમળતા તેની નબળાઈ નથી, પરંતુ તેની પ્રકૃતિ છે. દુર્ભાગ્યે, કેટલાક લોકો આ જ વાતનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે.

આ સમસ્યા આજની નથી. સમયના પ્રવાહ સાથે સમાજ બદલાયો છે, કાયદા બન્યા છે, શિક્ષણ વધ્યું છે અને સ્ત્રીઓમાં જાગૃતિ પણ આવી છે. આજે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની સાથે ખભેખભા મિલાવીને આગળ વધી રહી છે. પરંતુ જીવનમાં કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જ્યાં સાવચેતી સ્ત્રીઓને મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે.

વિશ્વાસ સાથે વિવેક રાખવો એ વધુ જરૂરી છે. કોઈને પણ એવી તક ન આપવી કે જ્યાં તે આપણા આત્મસન્માન, વિશ્વાસ કે મર્યાદાનો ગેરલાભ ઉઠાવી શકે.
આપણી જાત પ્રત્યેની સૌથી મોટી જવાબદારી આપણી જ છે. કારણ કે “સાવચેતી નબળા નહીં પણ સુરક્ષિત બનાવે છે.”

કોઈ વ્યક્તિ તમને એકલા મળવા બોલાવે, અનાવશ્યક દબાણ કરે અથવા ગેરવર્તન થવાની શક્યતા જણાય, તો શરૂઆતથી જ સાવચેત થવું કે સ્પષ્ટપણે જવાબ આપવો જોઈએ.

કેટલીક સ્ત્રીઓ ઓફિસમાં પોતાની મહેનત અને આવડતના બળે આગળ વધવા માંગતી હોય છે. પરંતુ ક્યારેક પ્રમોશન, નવી જવાબદારી કે ખાસ તકના બહાને તેમને એકલા મળવા બોલાવવામાં આવે છે. શરૂઆતમાં બધું સામાન્ય લાગે છે, પરંતુ જ્યારે વાત કામથી આગળ વધીને અંગત માંગણીઓ કે અયોગ્ય વર્તન સુધી પહોંચે છે, ત્યારે પરિસ્થિતિ બદલાઈ શકે છે. એમાં પણ જો કોઈ સમસ્યાના સમાધાન હેઠળ સ્ત્રી જો ફસાઈ જાય તો માર્ગ વિકટ બની જાય છે.

આ જ સ્થિતિ નવા કલાકારો, મોડેલ્સ કે ગાયકો સાથે પણ ઘણી વાર સર્જાય છે. “તમને મોટો બ્રેક અપાવીશું”, “એક વાર એકલા મળો, પછી તમારી કારકિર્દી બદલી નાખીશું” જેવા મીઠા શબ્દોની પાછળ ક્યારેક ખોટો ઈરાદો છુપાયેલો હોય છે.
સોશ્યલ મીડિયા ઉપર પણ આમ બનતું આવ્યું છે. નવા ઉગતા કલાકારોને વાતોમાં ફસાવી લેવાનો પ્રયત્ન થાય છે.

દરેક વખતે માત્ર પુરુષોનો જ વાંક કાઢવો યોગ્ય નથી. સમાજમાં મહિલાઓ પર થતા અન્યાયની ચર્ચા નો અર્થ એ નથી કે દરેક કેસમાં પુરુષ જ દોષિત હોય. કેટલીકવાર એવા પણ બનાવો બને છે જ્યાં પુરુષો નિર્દોષ હોવા છતાં ખોટા આરોપો, સામાજિક અપમાન અથવા કાનૂની કાર્યવાહીનો ભોગ બને છે.
કોઈ પણ પ્રકારનું શોષણ કે ગેરવર્તન કરનાર જ તેના માટે જવાબદાર હોય છે.

છતાં સ્ત્રીઓ અત્યાચાર અને માનભંગનો શિકાર વધારે બને છે. દરેક સ્ત્રીએ એક વાત હંમેશાં યાદ રાખવી જોઈએ—સફળતા સુધી પહોંચવાનો રસ્તો ક્યારેય પોતાના સ્વાભિમાનમાંથી પસાર થતો નથી. જે તક આત્મસન્માન, કે સુરક્ષાની કિંમત માંગે, તેમાં સફળતા નથી.

 

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે
Next Article એવરીથિંગ ઇઝ ગ્રે !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?