By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    11 minutes ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 day ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    28 minutes ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    38 minutes ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    46 minutes ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    51 minutes ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    43 minutes ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 day ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય
CRIME

રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય

Khaskhabar Editor
Last updated: 2026/09/24 at 2:10 PM
Khaskhabar Editor 56 minutes ago
Share
34 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

મૂળ વતન, પરિવારમાં કોઈની સામે ગુના દાખલ થયા કે કોઈ હિસ્ટ્રીશીટર છે કે કેમ તે અંગે તપાસ

- Advertisement -

સુરેન્દ્રનગર, ગોંડલ અને ધોરાજીમાં ડી-સ્ટાફની શંકાસ્પદ કામગીરી સામે આવ્યા બાદ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય ભારે આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે. રેન્જ આઈજીએ કડક વલણ અપનાવતા રેન્જના ચારેય જિલ્લા રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ડી-સ્ટાફના તમામ પોલીસ જવાનોની સંપૂર્ણ ’કરમ કુંડળી’ એટલે કે બાયોડેટા અને ટ્રેક રેકોર્ડ મંગાવતા જ પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. દિવાળી પૂર્વે જ પોલીસ વિભાગમાં મોટા પાયે સાફ-સફાઈના સંકેતો મળી રહ્યા છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે એક વિસ્તૃત યાદી તૈયાર કરીને તમામ કર્મચારીઓ પાસેથી વ્યક્તિગત અને પારિવારિક વિગતો, કર્મચારીનું સરનામું, તેમનું મૂળ વતન કયું છે અને તેમના પરિવાર તેમજ સગા-સંબંધિતોની તમામ વિગતો કર્મી સામે અગાઉ કોઈ ગુના દાખલ થયા છે કે કેમ? હાલમાં કોઈ ખાતાકીય ઇન્કવાયરી અથવા તપાસ ચાલી રહી છે? તેમજ કર્મચારીના પરિવાર કે કોઈ સગા-સંબંધી સામે ભૂતકાળમાં ગુના દાખલ થયા છે? પરિવારમાં કોઈ હિસ્ટ્રીશીટર કે બુટલેગર છે કે કેમ? આ તપાસ પાછળનો મુખ્ય હેતુ પોલીસ વિભાગની છબી સુધારવાનો અને ભ્રષ્ટ કે શંકાસ્પદ ભૂમિકા ધરાવતા કર્મચારીઓને મુખ્ય પ્રવાહમાંથી દૂર કરવાનો છે. જે કર્મચારીઓનો રેકોર્ડ ખરાબ હશે અથવા જેમની ’કાળી કુંડણી’ બહાર આવશે, તેમને તાત્કાલિક અસરથી મહત્વની અને મલાઈદાર જગ્યાઓ પરથી હટાવી દેવામાં આવશે. રેન્જ આઈજીના આ આદેશ બાદ કડક પગલાંનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સુરેન્દ્રનગર, ગોંડલ અને ધોરાજીના કિસ્સાઓ બાદ સમગ્ર રાજકોટ રેન્જમાં પોલીસ કર્મચારીઓ વચ્ચે ચર્ચા જાગી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમની છે, તે જ જવાનો જો શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં લિપ્ત જણાશે તો તેમની સામે કાયદાકીય અને ખાતાકીય પગલાં લેવાશે તે નક્કી છે. રેન્જના આ કડક આદેશથી કાળી કુંડણી ધરાવતા કર્મચારીઓ પોતાની ખુરશી બચાવવા માટે દોડતા થયા છે. દિવાળી પહેલા લેવાયેલા આ કડક નિર્ણયથી ગુનેગારોની સાથે-સાથે ખાખી વર્દીમાં છુપાયેલા કાળી કમાણી કરનારાઓમાં પણ ભયનો માહોલ છે. એવું મનાય છે કે, આ માહિતી મળ્યા બાદ ડી-સ્ટાફના ’દાગી’ માણસોને ત્યાંથી હટાવી સાઇડ લાઇન કરી દેવાશે. આ માહિતી મંગાવાયાને પગલે રેન્જના ચારેય જિલ્લાના પોલીસ મથકોના ડી-સ્ટાફમાં દોડધામ મચી ગઈ છે.

લોઠડાની પંપના વિશ્વાસુ કર્મચારીએ ટ્રેડ સીક્રેટ ડેટા ચોરી 6 કંપનીને 2.05 લાખમાં વેચ્યો : કર્મચારીએ વિશ્વાસઘાત આચરી ડિરેક્ટરોને ધમકી દીધાની આજી ડેમમાં ફરિયાદ

રાજકોટના લોઠડા સ્થિત શ્રીરામ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી ‘હયાત પંપ પ્રાઈવેટ લિમિટેડ’ના કર્મચારીએ ટ્રેડસિક્રેટ ડેટા, ગ્રાહકોની યાદી અન્ય પાંચ હરીફ ધંધાર્થીઓને રૂ.2 લાખથી વધુની કિંમતના વેચાણ કરી દઈને વિશ્વાસઘાત કર્યાની અને ધમકી આપ્યા અંગેનો પોલીસમાં ગુનો નોંધાયો છે. મવડીના કસ્તુરી કાંસામાં રહેતા કંપનીના ડાયરેક્ટર સંજયભાઈ રવજીભાઈ રાખોલિયાની ફરિયાદ આધારે આજી ડેમ પોલીસે પૂર્વ કર્મચારી રાજકોટના રિતેશ ભરત કારિયા સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાજકોટના રહીશ રિતેષ ભરતભાઈ કારિયાને એપ્રિલ 2019થી રૂ.45000ના માસિક પગારે કંપનીમાં ક્યુ.સી. ઈન્ચાર્જ તરીકે રાખવામાં આવ્યો હતો. છેલ્લા એકાદ વર્ષ દરમિયાન માર્કેટમાં કંપનીના જેવીજ ડિઝાઈનની મોટર પંપનું વેચાણ શરૂ થતાં ડાયરેક્ટરોને શંકા ગઈ હતી. કંપનીના 5 ડાયરેક્ટરોએ પૂછતા રિતેષ કારિયાએ કબૂલાત કરી હતી કે તેણે પોતાના મોબાઈલ ફોનમાં કંપનીના કમ્પ્યૂટરમાંથી સીક્રેટ ડેટા ટ્રાન્સફર કરી લીધા હતા અને રાજકોટના આજી સ્થિત સરધારા એન્જિનિયરના કિશન સરધારા, મેટોડાના સિદ્ધિ એન્જિનિયર્સના ભરત ખાચર, શાપરના ટેક ઈન્ડસ્ટ્રીના રાજુ રાજકોટના સ્વરાજ ઇન્ડસ્ટ્રી સ્થિત સમુરાઈ પંપના આશિષ સાવલિયા, અમદાવાદના જેસ્કો પંપના પીયૂષ પટેલ, અમદાવાદના ઊર્જા પંપના આકાશ ગુપ્તાને 2,05,000 માં વેચી દીધા હતા.

- Advertisement -

રાજકોટમાં બાકી 1.62 લાખના વીજ બિલની ઉઘરાણી કરવા ગયેલા PGVCLના કર્મચારી પર પિતા-પુત્રનો હુમલો : સમજાવવા ગયેલા સિનિયર આસિસ્ટન્ટ સાથે મારપીટ કરી 

રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ, ગુરુ વરદ કોમ્પ્લેક્સ પાસે ફરજમાં રૂકાવટની ઘટના બનવા પામી છે. PGVCL માં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને રેલનગર વિસ્તારમાં રહેતા શક્તિભા હરેશભા ગઢવી નામના સરકારી કર્મચારી પર ફરજ દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે પાણીનો પ્લાન્ટ ધરાવતા સંજયભાઈ નારણભાઈ ચૌહાણ અને અનકિતભાઈ સંજયભાઈ ચૌહાણ નામના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત અનુસાર, આરોપી સંજયભાઈ ચૌહાણના નામે રહેલા PGVCLના વીજ જોડાણ રૂા.૧,૬૨,૮૯૦/- ની રકમનું વીજ બિલ ચડત થઈ ગયેલું હતું. આ બાકી રકમની વસૂલાત કરવા તેમજ બિલ ભરી દેવા માટે ગ્રાહકને સમજાવવાના હેતુથી ફરિયાદી શક્તિભા ગઢવી પોતાના અન્ય સાક્ષીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં બિલ અંગે વાતચીત કરતી વખતે બંને આરોપીઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને ‘’અમારે બિલ નથી ભરવું? તેમ કહી ફરિયાદી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આરોપીઓએ ગાળો આપી ફરિયાદીને ઢીકાપાટુનો મૂંઢ માર મારી સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. આ ઝપાઝપી દરમિયાન ફરિયાદીના ગળામાં પહેરેલી તુલસીના પારા વાળી સોનાની માળા તૂટી જતાં નુકસાન થયું હતું. આ ઘટના અંગે કર્મચારી દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ સામે સરકારી કર્મચારી પર હુમલો, ફરજમાં રૂકાવટ, અપશબ્દો બોલવા, એકબીજાને મદદગારી કરવી અને જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગોંડલ ચોકડીએ ટ્રાન્સપોર્ટ ઓફિસની બારી તોડી ઘૂસેલો તસ્કર 2.25 લાખ ચોરી ગયો : સફેદ કપડાં પહેરી આવેલો બુકાનીધારી શખ્સ સીસીટીવીમાં કેદ

રાજકોટના મનહર પ્લોટમાં રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ ચોકડી પાસે મનીષ કાર્ગો નામની ટ્રાન્સપોર્ટ ઓફિસ ધરાવતા દર્શનભાઇ મનિષભાઇ જયશ્વાન ઉ.32એ 2.25 લાખની ચોરી અંગે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગત 22 તારીખે રાત્રે ઘરે ગયા બાદ બીજા દીવસે કામ કરતા કર્મચારી પર્વતસિંહ ઓફીસે ગયેલ અને ઓફીસના મેઇન ગેટ ખોલી અંદર જઈને જોતા બુકિંગ ઓફિસ તથા બોસ ઓફીસ બન્નેના દરવાજાના તાળા તુટેલ હાલતમા હતા અને અંદર જઇને જોતા ઓફીસની વસ્તુ વેર વિખેલ હાલતમા જોવામા આવેલ હતા અને ત્યાર બાદ પર્વતસિંહ કાનાવતે મારા પાર્ટનર સંદિપભાઇ આંબલીયાને ફોન કરી બનાવની જાણ કરેલ અને ત્યાર બાદ મારા પાર્ટનર સંદિપભાઇ ઓફીસે ગયેલ અને ચેક કરતા બોસ ચેમ્બરની ઓફીસની પાછળની બાજુની બારી તુટેલ હાલતમાં હતી અને બુકિંગ ઓફીસમા રાખેલ 81,000 તથા બોસ ચેમ્બરમા રાખેલ 1.44 લાખ મળી આવેલ નહીં. અને ત્યાર બાદ આ મારા પાર્ટનરે અમોને ફોન કરીને ચોરી થયેલ હોવાની જાણ કરેલ અને ત્યાર બાદ અમો ઓફીસે ગયેલ અને ઓફીસમા રાખેલ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા કોઇ અજાણ્યો ઇસમ રાત્રીના ચારેક વાગ્યાની આસપાસ મોઢે રૂમાલ બાધી અને શરીરે સફેદ કલરના કપડા પહેરેલ અને ઓફિસમા પ્રવેશ કરેલ અને ઓફીસના લોક તોડ તો હોય તેમ જોવામા આવે છે ત્યાર બાદ ફરિયાદ નોંધાવી હતી.

ડિગ્રી વગર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો : સુરેન્દ્રનગરના થાનગઢના ખાખરાથળ ગામે રાજકોટ રેન્જ ટીમનો દરોડો

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં માન્ય મેડિકલ પ્રેક્ટિસ અંગેની જરૂરી ડિગ્રી વગર માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરી, તબીબ ન હોવા છતાં ડોક્ટર તરીકેની કામગીરી કરી દર્દીઓની સારવાર કરતા બોગસ ડોકટરોને શોધી કાઢી કાયદેસરની કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય.ઉધાસ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન મળેલ ચૌક્કસ હકિકત આધારે યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હિતેશભાઇ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, ફતેસંગ પરમાર, દિલીપસિંહ સિંધવ, રાજુભાઇ પઢેરીયાએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાખરાથળ ગામે પ્રાથમિક શાળા પાસે ક્લિનિકમાં દરોડો પાડી ડોક્ટર તરીકેની કામગીરી કરી દર્દીઓને દવાઓ આપી સારવાર કરતા બોગસ ડોકટર આરોપી સુરેન્દ્રનગર રહેતા મેહુલ દેવરાજભાઇ પઢેરીયાને મેડીકલ પ્રેકટીસને લગતી એલોપેથી દવાઓ કિંમત રૂપીયા ૨૫,૭૮૭/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર અટક કરી આરોપી વિરુધ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

હડાળાના પાટિયા પાસે બેકાબુ ટ્રકના ચાલકે કાર અને રિક્ષાને ઠોકરે લેતા સિંગરના ભાઈ સહીત બેના મોત : બેડીમાં રહેતા પરિવારની પાંચ બહેનોએ એકનો એક ભાઈ, મનહરપરામાં રહેતા પરિવારના ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ-મોરબી હાઇવે પર રતનપર નજીક આવેલા હડાળાના પાટીયા પાસે રાતે ગોઝારો અકસ્‍માત સર્જાયો હતો. જેમાં રોડ સાઇડમાં રિક્ષા અને કાર ઉભા રાખી લોકો ચા પાણી પિતા હતા ત્‍યારે જ પાછળથી એક બેકાબૂ ટ્રકનો ચાલક આ બંને વાહનને ઠોકરે લઇ ભાગી ગયો હતો. રિક્ષામાં બેઠેલા રાજકોટમાં ભાવનગર રોડ પર મનહરપરામાં રહેતાં યુવાન અને કારમાં બેઠેલા બેડી ગામે રહેતાં આહિર પરિવારના યુવાનના ગંભીર ઇજા થવાથી ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયા હતાં રિક્ષાચાલક યુવાન પોતાના સોળ વર્ષના દિકરા સાથે મોરબી ઉર્ષમાં જવા માટે નીકળ્‍યો હતો. રાજકોટમાં ભાવનગર રોડ ફાયર બ્રિગેડ નજીક મનહરપરામાં રહેતાં અજીઝશા જીલુશા શામહમદાર ઉ.36 નામનો ફકીર યુવાન રાત્રે રાજકોટથી પોતાની રિક્ષા હંકારી મોરબી ખાતે દરગાહના ઉર્ષમાં જવા રવાના થયો હતો તેની સાથે રિક્ષામાં તેનો પુત્ર અફઝલ શાહમદાર ઉ.16 પણ હતો અજીઝશાના પત્‍નિ ખેરૂનબેનનું માવતર મોરબી હોઇ તેઓ આગલા દિવસે જ મોરબી જતાં રહ્યા હતાં રાતે પિતા-પુત્ર હડાળા નજીક મોમાઇ હોટલ પાસે પહોંચ્‍યા ત્‍યારે ચા પાણી પીવા માટે હોલ્‍ટ કર્યો હતો આ વખતે અજીઝભાઇ રિક્ષામાં બેઠા હતાં અને દિકરો અફઝલ ફાકી ખાવા ગયો હતો ત્યારે એકાએક પાછળથી ફૂલ સ્પીડે ટ્રક આવ્‍યો હતો અને રિક્ષાને ઉલાળી દેતાં રિક્ષાનો બૂકડો બોલી ગયો હતો એ સાથે જ અંદર બેઠેલા અજીઝભાઇ પણ રિક્ષા સાથે ટ્રકની ઠોકરે આવી જતાં તેમનું કમકમાટી ભર્યુ મોત થયું હતું જ્‍યારે ટ્રકની ઠોકરે અન્‍ય એક કાર પણ ચડી ગઇ હતી આ કારમાં બેઠેલા બેડી ગામના કાનાભાઇ ગોવિંદભાઇ હુંબલ ઉ.22 ઠોકરે ચડતાં તેનું પણ કમકમાટી ભર્યુ મૃત્‍યુ થયું હતું. બનાવને પગલે મોટી સંખ્‍યામાં લોકો ભેગા થઇ ગયા હતાં અકસ્‍માત સર્જી ટ્રકચાલક ભાગી ગયો હતો 108ના તબિબે અજીઝશા શાહમદાર અને કાનાભાઇ હુંબલને મૃત જાહેર કર્યા હતાં બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ પી. બી. પટેલ સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રકચાલકને ટંકારા નજીકથી ઝડપી લીધો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કાનાભાઇ પાંચ બહેનનો એકનો એક ભાઇ હતો અને અપરિણીત હતો જ્‍યારે રિક્ષાચાલક અજીઝશાને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં બનાવથી બંને મૃતકોના પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે અકસ્માતમાં મૃત્યુ પામનાર કાનાભાઇ સિંગર મીરાબેન આહીરનો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટના પુનિતનગરમાં 10 વર્ષના બાળકનું અપહરણ કરી ગરમ તાવીથાથી ડામ દીધા : શેરીમાં ક્રિકેટ રમતા બાળકોએ સાથે રમવાની ના પાડતા બેલડીએ તાવીથો ગરમ કરી પેટ-છાતીના ભાગે ડામ આપ્યા : બાળકે ચીસો પાડતા આરોપી નાસી છૂટ્યા 

રાજકોટના પુનિતનગર નજીક 10 વર્ષના બાળકનું અપહરણ કરી છાતી અને પેટના ભાગે બે શખ્સોએ ગરમ તાવીથા વડે ડામ આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે શેરીમાં ક્રિકેટ રમતા બાળકોએ સાથે રમવા દેવાની ના પાડતા ઉશ્કેરાયેલી બેલડીએ માસુમ બાળકનું અપહરણ કરી ઘરે લઇ જઈ તાવીથો ગરમ કરી બાળકને ચાર વાર ડામ દીધા હતા બાળકે રાડારાડી કરતા બંને શખ્સો માસુમને છોડી નાસી છૂટ્યા હતા બાળકે ઘરે જઈને માતા સમક્ષ આપવીતી વર્ણવતા તાલુકા પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે. મૂળ પાટણના શંખેશ્વરના વતની અને હાલ રાજકોટના પુનિતનગર નજીક વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા નીતાબેન રાકેશભાઈ કુવરીયાએ અમદાવાદના નવઘણ જીલુ કુવરીયા અને રાજકોટના હાર્દિક મહેશ દંતાણી સામે તાલુકા પોલીસમાં અપહરણ, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ સહિતની કલમો હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.07 જૂન 2025ના રોજ સાંજના જયેશ શેરીમાં ક્રીકેટ રમવા ગયો હતો રાતના જયેશ ક્રીકેટ રમીને પરત ઘરે આવેલ ત્યારે દિકરા જયેશને જમવાનુ કહેતા જયેશે દુધ આપવાનુ કહેલ હતું અને બાદ તે સુઇ ગયેલ હતો બીજા દિવસે સ્કુલે જવાનુ હોય જેથી કપડા બદલાવતી વખતે જયેશના પેટના ભાગે ડામના નિશાન જોયેલ હતા જે બાબતે પુત્ર જયેશને પૂછતાં તેણે જણાવેલ કે, ગઇ કાલે સાંજના હું અને દિવ્યેશ શેરીમાં ક્રીકેટ રમતા હતા. ત્યારે નવઘણ તથા હાર્દિક આવેલા અને નવઘણે કહેલ કે મને ક્રીકેટનો એક બોલ રમવા દે જેથી મે ના પાડી દીધી હતી. બાદ નવઘણે મને તેના બે પગની વચ્ચે દબાવી દીધેલ અને હાર્દીકે કહેલ કે, આને મારા ઘરે લઇ લે, જેથી નવઘણ મને ઘર પાસેથી ઉંચકીને હાર્દીકના ઘરે લઇ ગયેલ હતો. હાર્દીકે તેના ઘરમાં જઈ તાવીથો ગરમ કરેલ હતો અને નવઘણે ગરમ તવીથાથી મને છાતીના ભાગે ચાર વખત ડામ આપેલ હતો. મે રાડ પાડતા બંને શખ્સોએ મને મુકી દેતા હું ભાગીને ઘરે આવી ગયેલ હતો. જેથી પરિણીતા પુત્રને સારવાર અર્થે લઇ ગયેલ હતો. બાદ પરિણીતાએ બનાવ અંગે પરિજનોને જાણ કરી હતી બાદમાં સસરા રતીલાલએ હાર્દિક તથા નવઘણના માતા-પિતાને મારા ઘરે બોલાવી બનાવ અંગે વાતચીત કરી હતી. ત્યારે નવઘણ અને હાર્દિકના પિતાએ સમાધાનની વાત કરતા પરિવારે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ ઘટનાને એક વર્ષથી વધુનો સમય વીતવા છતાં સમાધાન નહિ થતાં અંતે પરિણીતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપી હતી ફરીયાદના આધારે તાલુકા પોલીસે સગીર બાળકનું અપહરણ, તાવીથા વડે ડામ દેવાં સહીતની કલમો હેઠળ ગુનો નોંધી બંને શખ્સોની ધરપકડ કરવા તજવીજ આદરી હતી.

રાજકોટ આરટીઓ પાસે રિક્ષાચાલકે બાઈકને હડફેટે લેતાં દંપતી ખંડિત, પતિનું મોત : સંબંધીને ત્યાં અવસાન થતાં દંપતી ત્યાં બેસવા જતું હતું ત્યારે અકસ્માત નડ્યો

શહેરના માર્ગો પર બેફામ રીતે દોડતા વાહનો દ્વારા અકસ્માત સર્જવાના બનાવો વધી રહ્યા છે ત્યારે આરટીઓ કચેરીની સામે હિટ એન્ડ રનની ઘટનામાં રિક્ષાચાલકે બાઈકને વૃધ્ધ ખંડિત પંડિત થયું હતું. જેમાં પતિનું મોત નિપજ્યું હતું. પત્નીને ઈજા પહોંચી હતી. સગાને ત્યાં અવસાન થયું હોવાથી બેસવા માટે જતી વખતે માટે જતી વખતે અકસ્માત નડયો હતો. રાજકોટની આરટીઓ કચેરી પાસે માલધારી સોસાયટીમાં રહેતા અને સંત કબીર રોડ પર કાપડની દુકાન ચલાવતાં પ્રેમજીભાઈ વેલાભાઈ હળવદીયા ઉ.62 તેના પત્ની શારદાબેન ગઈ તા.21ના રોજ બાઇક પર જતા હતા ત્યારે આરટીઓ કચેરીની સામે રોડ પર પહોંચતા રિક્ષાચાલકે પૂરઝડપે આવીને તેમનાં બાઈકને હડફેટે લેતાં બંને ફંગોળાઈ ગયા હતા. અકસ્માત સર્જી ચાલક રિક્ષા સાથે ભાગી ગયો હતો બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રેમજીભાઈએ ગઇકાલે દમ તોડી દીધો હતો. પત્નીને હાથમાં ફ્રેક્ચર હોવાથી સારવાર હેઠળ છે. સગાને ત્યાં અવસાન થયું હોવાથી ત્યાં બેસવા જવા માટે બંને બાઇક પર જતા હતા. મૃતક પ્રેમજીભાઈ ચાર ભાઈ અને અને એક બહેનમાં બીજા આ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. નંબરના હતા. સંતાનમાં ચાર પુત્ર છે.

રાજકોટની રજત સોસાયટીમાં આર્થિક ભીંસથી કંટાળી આધેડનો આપઘાત

રાજકોટના આહીર ચોક પાસે રજત સોસાયટીમાં રહેતા હિતેશ વશરામભાઈ ભાડેસીયા ઉ.47એ આર્થિક ભીંસથી કંટાળીને પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે મૃતક હિતેશભાઈ છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા અને તેઓ અપરણિત હતા. મંગળવારે સાંજે તેઓ પોતાના ઘરના ઉપરના રૂમમાં હતા ત્યારે તેણે છતના હૂકમાં શાલ બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. રાત્રે પરિવારના સભ્યો જ્યારે તેમને જમવા માટે બોલાવવા ઉપરના રૂમમાં ગયા ત્યારે તેને લટકતી હાલતમાં જોઈને હેબતાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. અવાજ સાંભળીને પરિવારના અન્ય સભ્યો અને પડોશીઓ દોડી આવ્યા હતા. તેઓને તાત્કાલિક નીચે ઉતારીને 108ને જાણ કરવામાં આવી હતી. જોકે, તબીબી સ્ટાફે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે તપાસ કરતા આર્થિક સંકડામણને કારણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

રૂડાનગરમાં ત્રણ દિવસ બંધ મકાનના તાળા તોડી 2.83 લાખના રોકડ-દાગીનાની ચોરી : પરિવાર હરીપર પાળ વતન ગયો હતો : યુનિવર્સીટી પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ગુનો

રાજકોટના કાલાવડ રોડ પર રૂડાનગરમાં રહેતા અને ઇટુના ભઠ્ઠા ચલાવતા રાજેશભાઇ જયંતીભાઇ સંચાણીયા ઉ.41એ 2,82,500ની ચોરી અંગે અજાણ્યા શખ્સો સામે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા માતા-પિતા અમારા વતન હરીપર પાળ ગામ ખાતે રહે છે ગત 5 તારીખે સવારે મારા માતા-પિતા જાત્રાએ ગયેલ હોય જેથી હું તથા મારો પરીવાર ત્યા રહેવા જતા રહેલ રોજ રાત્રે મારો દિકરો નીશાંત અમારા ઘરે સુવા આવતો અને ગત 15 તારીખે મારા દિકરાને રાજસ્થાન જવાનુ હોવાથી મારા ઘરેથી કોઇ સુવા જતુ નહી અને હું પણ બે દિવસ આટો મારવા ગયેલ નહી અને તા.17ના રોજ સવારના ધુપદીવા માટે ઘરે ગયેલ અને પાર્કીંગ એરીયામાં જ એક રૂમ હોય તેમાં મંદીર હોય તે રૂમમાં અંદર જતા મંદીરના કબાટ અને રૂમનો સામાન વેરવિખેર હાલતમાં હોય જેથી તુરત જ હું પહેલા માળે જોવા ગયેલ તો મેન ડોરનો લોક તુટેલ હાલતમાં હોય જેથી અંદર જઇને જોયેલ તો સામાન વેરવિખેર પડેલ હોય જેથી મને થયેલ કે કોઇ અજાણ્યા ચોર ઘરમાં આવેલ છે જેથી મે મારા પત્નીને ફોન કરી બોલાવેલ અને અમે બંન્નેએ ઘરમાં ચેક કરતા પહેલા માળે આવેલ જનરલ રૂમમાંથી એક ડબ્બામાં ભેગા કરેલ રોકડ 50,000 તથા બીજા માળે મારા દિકરાના રૂમમાં ચેક કરતા તેના રૂમમાંથી 30,000 તથા ત્રીજા માળે જયા મારો રૂમ આવેલ હોય જે રૂમમાં કબાટમાંથી એક જોડી સોનાની બુટી તથા બે સોનાના દાણા, એક સોનાનો ચેન તથા એક પેન્ડલ, બે જોડી ચાંદીના સાકળા તથા બે ચાંદીના સિક્કા ગયેલ હોય તો આ મારા ઘરમાંથી રોકડ દાગીના સહીત 2,82,500ની માલમતાની કોઈ અજાણ્યો ચોર ઇસમ મારા ઘરના તાળા તોડી ચોરી કરી લઇ ગયેલ હોય જેથી ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદથી રાજકોટ આવેલા વૃદ્ધાની નજર ચૂકવી 51,500ની મતાની ચોરી : રાત્રે રિક્ષામાં આવેલા બે પુરુષ, એક સ્ત્રી પૂછતાછના બહાને કળા કરી ગયા

અમદાવાદ રહેતા અને શાકભાજી વેંચતા જયાબેન દાજીભાઇ જીલીયા ઉ.70 નામના વૃદ્ધાએ અજાણા બે પુરૂષો અને એક મહીલા સામે 51,500ની ચોરી અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દીકરી સવિતાબેન જગદીશભાઇ મંદુરીયા રાજકોટમા રૈયાધાર મચ્છોનગર ક્વાટર્સ પાસે તેના સાસરે રહે છે મારી દીકરી સવીતાબેન રાજકોટ સાસરે રહેતી હોય હુ તેને મળવા માટે ગઇ તા.1ના રોજ અમદાવાદથી એસ.ટી.બસમા રાજકોટ આવી હતી અને ગઇ તા.2ના રોજ રાત્રીના હુ સીવીલ હોસ્પીટલ ચોક રાજકોટ ખાતે ઉતરી હતી અને ત્યાથી હુ એકલી રાત્રીના ચાલીને કાલાવડ રોડથી મારા દીકરીના ઘરે ચાલીને જતી હતી તે દરમ્યના રસ્તામા મને થાક લાગતા રાત્રીના કાલાવડ રોડ ખાતે પ્લેનવાળા સર્કલ પહેલા એક દુકાનના ઓટા પર આરામ કરવા માટે બેઠી હતી ત્યારે મારી પાસે મારી થેલી હતી તે થેલી મે ઓટા પર રાખેલ હતી તે વખતે એક રીક્ષા લઈને બે પુરુષો અને એક મહીલા આવેલ હતા તેમાથી એક પુરુષે મને પુછેલ કે તમે કયા રહો છો ? મારી પત્ની ખોવાઈ ગયેલ છે તમે ક્યાય જોયેલ છે તેમ વાત કરીને મારી સાથે વાત કરી હતી ત્યારે અચાનક મારી નજર મે રાખેલ થેલી પર પડતા મે આ લોકોને પુછેલ કે મારી થેલી ક્યાં છે તો આ લોકોએ મને જણાવેલ કે મને ખબર નથી તેમ કહીને આ લોકો ઉતાવડે તેઓની રીક્ષા લઇને ભાગી ગયેલ હતા જેથી હુ તેમની પાછળ પાછળ ગયેલ પરંતુ આ લોકો ઉભા રહેલ નહી મારી થેલીમાં એક ચાંદીની માળા, એક ચાંદીની રુદ્રાક્ષની માળા, એક ચાંદીનુ સાદુ મંગળસુત્ર, એક ચાંદીનુ મોરવાળુ મંગળસુત્ર, એક ચાંદીની અડધી તુટેલી વિંટી, એક સોનાની બાલી અને એક સોનાનો દાણો તેમજ 10,000 રોકડા તથા મારા કપડા હતા તે તમામ 51,500ની ચોરી કરીને લઇ ગયેલ હોય જેથી ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટની પ્રિમીય હોસ્પિટલમાં દાખલ દર્દીના 50 હજાર ચોરી લેનાર સફાઈ કામદાર સામે ફરિયાદ : સીસીટીવીમાં કેદ શખ્સે કબૂલાત આપ્યા બાદ માલવીયાનગર પોલીસમાં નોંધાવ્યો ગુનો

મૂળ અમરેલીના હાલ અંકુરનગર મેઈન રોડ પર રહેતા નિરવભાઈ રાજેશભાઈ કાવઠીયા ઉ.27એ અફઝલ અજમેરી સામે 50,000ની ચોરી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા દાદા વલ્લભભાઇ બાવાભાઈને હાથમા લાગેલ હોય જેથી તેમને હાથમા ઇન્ફેક્શન થયું હતુ જેથી તેમને બાલાજી હોલ ખાતે પ્રીમીયર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ગત તા.23 ઓગષ્ટના રોજ દાદાજીને આઈ.સી.યુ. વિભાગમા દાખલ કરેલા હતા બાદમા મારા દાદાને પ્રીમીયર હોસ્પિટલમા સાતમા માળે દાખલ કર્યા હતા અને તા-27ના રોજ બીલ ભરવાનુ હોય જેથી હુ 1 લાખ રૂપીયા મારા બેગમા લાવેલ હતો અને તેમાથી મે 30,000 રૂપીયા જમા કરાવેલ હતા અને બાકીના 70,000 મારા બેગમા હતા મે આ બેગ હોસ્પિટલમાં સોફા ઉપર મૂક્યું હતુ બાદ બીજા દિવસે મારા દાદાજીને હોસ્પિટલમાથી રજા આપતા હોસ્પિટલનુ બિલ ભરવાનુ હોય જેથી મે મારા બેગમા જોતા 50,000 જોવામાં આવેલ નહી અને આજુબાજુમા તપાસ કરતા મળી આવેલ નહી બાદ મે હોસ્પીટલ સ્ટાફના એડમીન હર્ષીલભાઈ પંડયાને જાણ કરતા તેઓએ મને જણાવેલ કે અમે સીસીટીવી ચેક કરીને તમને જણાવશુ બાદ મને હર્શીલભાઈ પંડયાનો ફોન આવેલ અને મને ત્યા રુબરુ બોલાવેલ જેથી હુ ત્યા જતા મને જણાવેલ કે સીસીટીવી ચેક કરતા તમારા દાદા જે રુમ મા દાખલ તે રુમ મા અમારી હોસ્પીટલના સફાઈ કામદાર અફઝલ અજમેરી અવાર નવાર જતા દેખાય છે અને આ અફસલ અજમેરીને બોલાવી પુછપરછ કરતા તેણે જણાવેલ કે મે તા.27 ઓગષ્ટના રાત્રીના દર્દીના સગાના બેગમાથી 50,000નું બંડલ ચોરી લીધેલ હતુ અને આ અફસલ અજમેરીને ત્યાથી નોકરી માથી કાઢી મુકેલનુ પણ જણાવેલ હતુ જેથી અફઝલ અજમેરી સામે ફરિયાદ નોંધાવી હતી.

બાબરીયા કોલોનીમાં પાણી ઢોળવા મુદ્દે કાકા-ભત્રીજા ઉપર વાઘ નખથી હુમલો : બે દંપતિ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં શ્રમીકે નોંધાવી ફરિયાદ

મૂળ યુપીના હાલ રાજકોટના બાબરીયા કોલોની મેઈન રોડ પર રહેતા ઉમેશકુમાર જગરામપ્રસાદ વર્મા ઉ28એ રાહુલભાઈ, તેની પત્ની નિશા, રાહુલની બહેન પુષ્પા અને પુષ્પાના પતિ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સાંજે અમે ઉપરના માળે રહેતા હોય જેથી મારા માતા જગરાણી દેવીએ દાદરા ધોયેલ જેનું પાણી નીચે ગયેલ અને નીચેની રૂમમાં રાહુલભાઈ બિહારવાળા રહેતા હોય તેથી રાહુલભાઈની પત્ની નિશા અને તેની બહેન પુષ્પાએ માતા સાથે ઝઘડો કરેલ અને ગાળૉ દેવા લાગેલ પાંચેક મિનિટ પછી રાહુલભાઈ આવેલ અને જેમ ફાવે તેમ ગાળો બોલતા હોય જેથી હું નીચે ગયેલ આ રાહુલને ગાળો આપવાની ના પાડતા રાહુલે તેના હાથમાં પંજામાં લગાવેલ વાઘ નખ મને માથામાં એક ઘા મારેલ જેથી મને માથામાં લોહી નીકળવા લાગે અને આ વખતે મારી માતા તથા મારા પિતા વચ્ચે પડી મને બચાવવા જતા મારા કાકા તીલકરામ વચ્ચે પડતા તેને આ રાહુલે તેને હાથમાં રહેલ વાઘ નખના મારા કાકાને માથામાં બે ઘા મારી દીધેલ જેથી તેને લોહી નીકળવા લાગે અને તે બેભાન થઈ નીચે પડી ગઈ અને આ રાહુલ ત્યાં તેની પત્ની નિશા તથા તેની બહેન પુષ્પા તથા પુષ્પાનો પતિ આ બધા લોકો અમને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આજુબાજુના માણસો ભેગા થઈ જતા અમને છોડાવી 108માં સરકારી દવાખાને ખસેડ્યા હતા અને બાદમાં ચારેય સામે ફરિયાદ નોંધવી હતી.

મચ્છોનગરમાં ઘરમાં ટંકમાં રાખેલા સોના-ચાંદીના 4.77 લાખના દાગીનાની ચોરી : શાકભાજી વેંચતા વૃદ્ધા તાળું મારતા ભૂલી ગયા બાદ તસ્કરો ત્રાટક્યા : આજી ડેમમાં ફરિયાદ

રાજકોટના માર્કેટિંગ યાર્ડ પાછળ મચ્છોનગરમાં રહેતા રામુબેન પ્રેમજીભાઈ ગોરાસવા ઉ.65એ 4.77 લાખના દાગીનાની ચોરી અંગે આજી ડેમ પોલીસ મથકમાં અજાણ્યા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.17ના રોજ સવારે ગોંડલ ચોકડી ખાતે હાઉસીંગ કવાર્ટર ખાતે હું અને મારી પૌત્રી જાનવી કામથી ગયેલ હતા અને હું દરવાજાને લોક કરતા ભુલી ગઈ હતી અને મારા ઘરની બહાર મારા પતિ તથા મારો દિકરો વિજય ઘરેથી નિકળ્યા ત્યારે હાજર હતા અને બાદમાં અમે દાદી-દિકરી પરત આવ્યા હતા ત્યારે મેં ઘરમાં જઈને જોયુ તો મારી નજર રૂમમાં પલંગની નીચે દેશી ટંક રાખેલ હોય તેની આગળ એક કેરેટ રાખેલ હતુ તેની પર પડતા તે ત્યાંથી ખસેડેલ હોય તેવુ લાગતા મેં ત્યાં જોયુ તો ટંક મારો ખુલ્લો હતો અને મે ટંકની અંદર જોયુ તો સોના-ચાંદીની ચીજવસ્તુઓ જોવામાં આવેલ નહીં અને આજુબાજુમાં જોતા ક્યાંય મળી આવેલ નહી જેમાં સોનાની હાંસળી, સોનાના બાજુ બંધ, સોનાની લટ, બુટીની પાંદડી, ચાંદીના સાંકળા તથા ચાંદીનો કેડ કંદોરો સહીત 4.77 લાખના બધા સોના-ચાંદીના દાગીના મળી આવેલ નહીં જેથી કોઈએ ઘરમાં ઘુસી ચોરી કરી ગયા હોય ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં અનૈતિક સંબંધ ધરાવતા પતિએ મારે આ સ્ત્રી જોઈતી નથી, છૂટાછેડા આપી દે કહી પત્નીને ત્રાસ : છૂટાછેડા લઇ લેનાર સસરા ખરાબ નજર નાખતા, પુત્રવધુના ઇનર કપડાં પોતે કબાટમાં મુકતા હતા : પતિ પત્નીને તરછોડી વોશિંગ મશીન, એક્ટિવા લઈને તેના પિતા સાથે રહેવા જતો રહ્યો

રાજકોટના બાપાસીતારામ ચોકમાં તુલસીપત્રકમાં રહેતા કાજલબેન વિશાલભાઇ ડોબરીયા ઉ.28એ કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા પતિ વિશાલ અશ્વિનભાઈ ડોબરીયા અને સસરા અશ્વિન પોપટભાઈ ડોબરીયા સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણેક મહિનાથી એકલી રહું છું વિશાલ સાથે પહેલા કોર્ટ મેરેજ થયેલ બાદ રીતરીવાજ મુજબ લગ્ન થયા હતા મારા સસરાના છુટાછેડા થઇ ગયેલ હોય અને મારા સસરાની નજર શરુઆતથી મારા પર ખરાબ હતી અને મારા સસરા મારા ઇનર(કપડા) લઇ અને મારા કબાટમાં મુકતા જે મને ગમતું નહી એટલે આ બાબતે મેં મારા પતિને વાત કરતા મારા પતિએ અલગ રહેવા જવાનુ નક્કી કરેલ બાદ અમો પતિ-પત્ની ભાડાના મકાનમા રહેવા લાગેલ અને મારા પતિ મને નાની ના ની બાબતમા માનસિક ત્રાસ આપવાનુ ચાલુ કરી દિધેલ હું મારા પતિને રાત્રે મોડા કેમ આવો છો એવુ પુછતી તો કહેતા કે હું મારા મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો અને ક્યારેક કહે હું ગોડંલ ગાઠીયા ખાવા ગ્યો તો એટલે મોડું થયુ એમ કહી મને વાહીયાત જવાબ આપતા અને મારી પર બુમો પાડી અને કહેવા લાગતા કે તારે મારી કોઈ પંચાયત કરવી નહી અને હું ગમે ત્યાં જાવ આવું તારે મને કંઇ કહેવુ નહી. આમ કહી મને ગાળાગાળી કરવા લાગતા અને તેઓ નશાની હાલતમા હોય જેથી મને જેમ ફાવે તેમ બોલતા છતા મારે ઘર ચલાવવુ હોય જેથી બધુ જતુ કરતી અને હું મારા પતિને ભાવતી રસોઇમા શું બનાવું એવુ પુછતી તો મારા પતિ મારી વાતમા ધ્યાન આપતા નહી જેથી હું મારી રીતે રસોઇ બનાવતી તો મારા પતિ મને કહેતા કે હું આજે પાંવભાજી ખાઇને આવ્યો છું અને ક્યારેક કહેતા કે આજે મારે મારા મિત્રો સાથે બહાર જમાવાનુ છે એમ કહી મને ઇગ્નોર કરતા. આમ મારા પતિ મને બહાર હરવા ફરવા લઇ જતા નહી કે જમવા લઇ જતા નહી અને ક્યારેક લઇ જાય તો જમવાનુ બીલ મારી પાસે ભરાવતા અને મારા પતિની વર્તુણક મારી તરફે ખુબ શંકાશીલ અને વિચીત્ર પ્રકારની રાખતા મેં મારા પિયર વાળા વિરુધ્ધ જઈ લગ્ન કરેલ હોય જેથી હું બધુ સહન કરતી લગ્ન પછી આજદીન સુધી મારા પતિ મને કપડા કે અન્ય ચીજવસ્તુ આપેલ લઇ દિધેલ નથી મારા પતિને બીજી સ્ત્રી સાથે આડા સંબંધ હોય જેથી મને માનસિક ત્રાસ આપી અને મારી સાથે છુટાછેડા લેવા હોય જેથી મને સરખી રીતે રાખતા નહી હું સંતાન બાબતે વાત કરતી તો મારીથી દુર રહેતા અને મને માતૃત્વથી વંશીત રાખતા મારા સસરા અમારાથી અલગ એકલા રહેતા હોય જેથી હું મારા સસરાને ટીફીન મોકલતી છતા મને માનસિક ત્રાસ આપતા અને છેલ્લે મારા પતિ અમારું વોશીંગ મશીન અને મારા અભ્યાસના તમામ ડોક્યુમેંટ્સ સાથે લઇ અને મને એકલી મુકી અને મારા સસરા સાથે રહેવા જતા રહેલ અને ત્યાર બાદ પાર્કિંગમા રાખેલ અમારું એકટીવા લઇ ગયેલ સમાધાનમાં એકઠા થતા મારા પતિએ બધા વિડલોની હાજરીમા જણાવેલ કે આ સ્ત્રી મારે જોઈતી નથી અને મને જેલમા નાખી દો મારે આની સાથે રહેવુ નથી અને મારે છુટાછેડા લેવા છે. આવુ કહી ત્યાથી નિકળી ગયેલ જેથી ફરિયાદ નોંધાવી હતી.

4.45 લાખના દારૂ સાથે એક ઝડપાયો, એક ફરાર : કુવાડવા રોડ પર ડેલામાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે કુવાડવા રોડ ઉપર ડેલામાં દરોડો પાડી 4,45,440 રૂપિયાના દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી એક શખ્સની શોધખોળ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચે 5 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બાસિયાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડા, એમ એલ ડામોર અને સી એચ જાદવની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના મનીષભાઈ ચાવડા, રાજેશભાઈ ચાવડા અને કનકસિંહ સોલંકીને મળેલી બાતમી આધારે કુવાડવા રોડ ઉપર આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સદગુરુ એસ્ટેટ નામના ડેલામાં દરોડો પાડતા ત્યાંથી 4,45,440 રૂપિયાના દારૂના 1392 ચપલા મળી આવતા પોલીસે અહીંયા હાજર નકલંક સોસાયટીના લાલજી ઉર્ફે લાલો જગદીશભાઈ ડાભીની ધરપકડ કરી પૂછતાછ કરતા પરષોત્તમ ઉર્ફે ગુગા જાદવભાઈ કુમારખાણીયાનું નામ ખુલતા દારૂ, મોબાઇ, વાહન સહીત 5,00,440 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી પરષોતમની શોધખોળ હાથ ધરી છે પકડાયેલા લાલજી સામે રાજકોટમાં બે અને પકડવાના બાકી પરષોત્તમ સામે રાજકોટમાં દારૂ સહિતના 7 ગુના નોંધાઈ ચુક્યા છે.

ત્રંબા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એચ એન પટેલની રાહબરીમાં પેટ્રોલિંગમાં રહેલી ટીમે બાતમી આધારે ત્રંબા ગામે રાધિકા સ્કૂલ પાસે કલ્યાણ પાર્કમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા રાજેશ માવજીભાઈ મોરવાડીયા, હિતેશ ભુરાભાઇ વાવડીયા, સુનિલ પરષોત્તમભાઇ રાણપરીયા, ભરત બનેસિંગભાઇ હેરમા, મુકેશ કેશુભાઈ ખખ્ખર, કિરણબેન રમેશભાઈ ગોવાણી અને મુનીરાબેન અબ્બાસભાઈ બ્લોચની ધરપકડ કરી રોકડા 13,690 કબ્જે કર્યા છે.

ગોંડલમાંથી 1.653 કિલોગ્રામ ગાંજા સાથે ગંજેરીની ધરપકડ : 84 હજારનો મુદામાલ કબ્જે કરતી એસઓજી : સપ્લાયરની શોધખોળ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં 1.653 કિલોગ્રામ ગાંજા સાથે જુના બંધાણી જુમાશાને રૂરલ એસઓજી ટીમે ઝડપી લીધો છે જયારે ગાંજોની ડિલિવરી આપી જનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા સે નો ટૂ ડ્રગ્સ મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે રૂરલ એસઓજી એફ. એ. પારગીની રાહબરીમાં પીએસઆઈ જી જે ઝાલા, પી બી મિશ્રાની ટીમો ગોંડલ સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ વિપુલભાઈ ગુજરાતી અને ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે ગોંડલની નૂતન સ્કૂલ આગળ વોચ ગોઠવી એક શંકાસ્પદ શખ્સને અટકાયતમાં લઇ તેની પાસે રહેલ કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાં શું છે તેમ પૂછતા થેલીમાં ગાંજો હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે તપાસ કરતા તેમાંથી 82,650નો 1.653 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેથી એસઓજીએ સુમરા સોસાયટીમાં રહેતા જુમાશા ઉર્ફે રફીકશા ભીખુશા સરવદી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી ગાંજો, મોબાઈલ મળી કુલ 83,650નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પૂછપરછમાં જુમાશા સરવદીને ઉવેશ ઉર્ફે જેઠો સપ્પા નામનો શખ્સ ગાંજાનો જથ્થો આપી ગયો હતો ઝડપાયેલ શખ્સ પોતે છેલ્લા 15 વર્ષથી ગાંજાનો બંધાણી હોય તેણે પોતાના સેવન અર્થે ગાંજો મંગાવ્યાનું રટણ કર્યું હતું પોલીસે મારામારી, જુગાર સહિતના ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા જુમાશા સર્વદીની ધરપકડ કરી ઉવેસ ઉર્ફે જેઠો ભીખુ સપ્પાની શોધખોળ હાથ ધરી છે.

You Might Also Like

કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વેળાએ તાલમાં ડૂબી જતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત

રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ

બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે

રાજકોટમાં ટ્રાકીકજામ રોકવા બેરીકેડ હટાવતા પદ્મિનીબા વાળા સહિત 5 સામે ફરજમાં રુકાવટનો ગુનો

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘સર્વેશ્વર ચોક કા રાજા’ : આજે રાત્રે 11 વાગ્યે ઇનામનો ભવ્ય ડ્રો, કાલે ગણપતિજીનું વિસર્જન
Next Article ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
રાજકોટ જિલ્લામાં 62 ટકા વરસાદ સાથે ડેમોમાં 44 ટકા જળસંગ્રહઃ કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ
ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વેળાએ તાલમાં ડૂબી જતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
CRIME

રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?