By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AAPના ઉમેદવાર નીલેશ માલમના ગોડાઉનમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > AAPના ઉમેદવાર નીલેશ માલમના ગોડાઉનમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો
જુનાગઢ

AAPના ઉમેદવાર નીલેશ માલમના ગોડાઉનમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો

Khaskhabar Editor
Last updated: 2026/04/15 at 4:23 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

ઓસા બેઠકના તાલુકા પંચાયત ઉમેદવારની પોલીસે ધરપકડ કરી, ગુનો દાખલ

ચૂંટણી ટાણે જ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ઈંગ્લિશ દારૂના બુટલેગરો પર ત્રાટકી

- Advertisement -

જિલ્લામાં ત્રણ જગ્યા રેઇડ, 2090 બોટલ દારૂ સાથે બે ઝડપાયા, 4 ફરાર

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15

જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઓસા બેઠકના આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત ઉમેદવાર નીલેશ માલમના ગોડાઉન પર પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં વિદેશી દારૂૂનો જથ્થો મળી આવતા પોલીસે ઉમેદવારની ધરપકડ કરી છે. ચૂંટણીના માહોલ વચ્ચે જ પક્ષના ઉમેદવાર આ રીતે વિવાદમાં સપડાતા અનેક સવાલો ઉભા થયા છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નીલેશ માલમના ગોડાઉનમાંથી વિદેશી દારૂૂની કુલ 96 બોટલો મળી આવી છે. પોલીસે દારૂૂના આ જથ્થા સાથે મોબાઈલ ફોન અને અન્ય સાધન-સામગ્રી સહિત કુલ 1 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા તમામ માલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ચૂંટણીના ટાણે જ આમ આદમી પાર્ટીના ઉમેદવારના ગોડાઉનમાંથી દારૂૂ ઝડપાવવો એ વિરોધ પક્ષો માટે મોટો મુદ્દો બની ગયો છે. જૂનાગઢના રાજકારણમાં આ ઘટનાને લઈ ભારે ચર્ચાઓ જાગી છે. એક તરફ પક્ષ ભ્રષ્ટાચાર મુક્ત અને નૈતિક રાજનીતિની વાતો કરે છે, ત્યારે બીજી તરફ તેના જ ઉમેદવાર દારૂૂના ગુનામાં પકડાયા હોવાથી પક્ષની છબી ખરડાઈ છે. આગામી દિવસોમાં આ મુદ્દો ચૂંટણી પ્રચારમાં પણ મુખ્ય કેન્દ્ર બની શકે છે. જૂનાગઢ રેન્જ આઇજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ, જૂનાગઢ જિલ્લામાં નશાકારક પદાર્થો અને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આક્રમક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના પરિણામે માંગરોળ અને કેશોદ પંથકમાં દારૂના કાળા કારોબારનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેણે બૂટલેગરોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે માંગરોળ તાલુકાના ઓસા (ઘેડ) ગામની સીમમાં એક ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી કે આ ગોડાઉન આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત માંગરોળના ઓસા બેઠકના ઉમેદવાર નિલેશભાઈ હરદાસભાઈ માલમના કબજાનું હતું. પોલીસની સઘન તપાસમાં અહીંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 96 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 96,000 થાય છે. કુલ રૂ. 1,06,480ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી નિલેશ માલમનો ગુનાહિત ઇતિહાસ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની સામે શીલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા અને મારામારીના 6 ગુના, કેશોદમાં 1 જુગારનો ગુનો અને માંગરોળમાં બી.એન.એસ. તથા જી.પી. એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આટલી વાર ગુનાઓ કર્યા હોવા છતાં તેની નશાના કારોબારમાં સંડોવણી સ્પષ્ટ કરે છે કે તે કેટલો કુખ્યાત છે. ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. કૃણાલ પટેલ અને તેમની ટીમ સતત પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે કેશોદના અજાબ રોડ પરથી એક સેન્ટ્રો કાર જીજે 01 એચજી 5182 વિદેશી દારૂ ભરીને પસાર થવાની છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી કારને ઝડપી પાડી હતી. કારની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 1,032 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂૂ. 3,24,000 જેટલી હતી. પોલીસે ઘટનાસ્થળેથી કારચાલક અભીજીત કનુભાઈ દયાતરની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો મંગાવનાર કેશોદના રાજેશ ઉર્ફે રાજુ રાણાભાઈ બાબરીયા અને બાવન ધના ગરચરના નામ ખુલ્યા હતા, જે હાલ પોલીસની પકડથી દૂર છે. આ કેસમાં દારૂ, કાર અને મોબાઈલ મળીને કુલ રૂ 4,24,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્રીજી મોટી કાર્યવાહી કેશોદની પ્રજાપતિ સોસાયટીમાં કરવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે રમેશ ઉર્ફે રામો જેતા ગરચર અને રવિ ભુપતભાઈ રબારી પોતાના રહેણાંક મકાનમાં ભાગીદારીમાં વિદેશી દારૂનું કટીંગ કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્વરિત દરોડો પાડીને મકાનમાંથી 960 વિદેશી દારૂની બોટલ કબ્જે કરી હતી. જોકે, પોલીસને આવતા જોઈ બંને મુખ્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આ સ્થળેથી દારૂ ઉપરાંત એક રિક્ષા અને એક મોટરસાયકલ પણ કબ્જે કરી છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 4,25,200નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની આ ત્રણેય સફળ કાર્યવાહી એ વાતનો સંકેત આપે છે કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓ માટે કોઈ સ્થાન નથી. પોલીસ દ્વારા જે રીતે સઘન વોચ ગોઠવીને અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આ બૂટલેગરો સુધી પહોંચવામાં આવ્યું છે, તે પોલીસની સજ્જતા દર્શાવે છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જિલ્લામાં દારૂૂ, જુગાર કે અન્ય કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરનારને છોડવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ આ પ્રકારના દરોડા યથાવત રહેશે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે પોલીસને જાણ કરે જેથી સમાજમાં સ્વસ્થ વાતાવરણ જાળવી શકાય. જૂનાગઢ જિલ્લા પોલીસે જે રીતે એક પછી એક સફળ ઓપરેશન કરીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેનાથી બૂટલેગર આલમમાં ભારે ગભરાટ ફેલાયો છે.

- Advertisement -

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન
Next Article જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની પંચાયતોની ચૂંટણીમાં બળવાખોરો કિંગ મેકર સાબિત થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?