By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    11 minutes ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    53 minutes ago
    હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
    1 hour ago
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    2 days ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    2 days ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    2 days ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    2 days ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    2 days ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    59 minutes ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    1 hour ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    3 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    4 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    5 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇઝી ડોપામાઇન – અમૃત જણાતું ઝેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઇઝી ડોપામાઇન – અમૃત જણાતું ઝેર
Author

ઇઝી ડોપામાઇન – અમૃત જણાતું ઝેર

Khaskhabar Editor
Last updated: 2025/09/20 at 4:57 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

કાર્તિક મહેતા

શાહબુદ્દીન રાઠોડની એક મજેદાર જોક હતી. દારૂડિયો હંમેશા એમ જ કહે છે – ગમે તેટલું પીવો, પણ લિમિટમાં પીવો.
વાસ્તવિકતા એ છે કે વ્યસન કરનાર વ્યક્તિ ક્યારેય કબૂલી નથી શકતો કે તે એક ભયંકર જાળમાં ફસાઈ ગયો છે. દારૂ હોય કે બીજું કોઈ વ્યસન – બચાવની દલીલ એનો સદાયનો સહારો…. એ બંધાણીની પાકી ઓળખાણ હોય છે.
દારૂ, તમાકુ, અફીણ, ગાંજો કે બીજા માદક દૃવ્યો હાનિકારક છે – આ તો સૌ જાણે છે. પરંતુ હવે એક નવો નશો ઉમેરાયો છે. એ છે – સ્ક્રીનનો નશો.
એક વિચારકે ક્યારેય કહ્યું હતું કે – બારીમાંથી બહાર જોયા કરવું, એ મનુષ્યનું પ્રિય કામ છે, પણ ભવિષ્યમાં એ જ સૌથી મોટો રોગ બનશે.
અને ખરેખર, આજકાલ બારીઓમાંથી નહીં, પણ સ્ક્રીનની અંદર જોઈને જ લોકો કલાકો પસાર કરી રહ્યા છે. 1976માં આવેલી અંગ્રેજી ફિલ્મ ગયિૂંજ્ઞસિ એ ટીવીના ભવિષ્યના ખતરાઓ અંગે આગાહી કરી હતી. એ સમયમાં યુરોપ અને અમેરિકામાં ટીવી ઝડપથી ઘૂસી રહ્યું હતું. ફિલ્મમાં બતાવ્યું હતું કે કેવી રીતે ટીવી લોકોના મન સાથે ખેલશે, ભ્રમિત કરશે. આજે, અડધી સદી પછી, એ આગાહીઓ ભયાનક રીતે સાચી પડી છે.
યુક્રેનમાં એક કોમેડિયન માત્ર એટલા માટે રાષ્ટ્રપ્રમુખ બની ગયો કે તેણે સિરિયલમાં એવો રોલ કર્યો હતો. સિરિયલના પ્રભાવમાં આવીને દેશનું સુકાન લોકો કોઈને સોંપી દે – એ અકલ્પનીય વાત હતી. પરંતુ વાસ્તવમાં તે ઘટી ગઈ. ભારતમાં પણ ફિલ્મી કલાકારો રાજકારણમાં ઘૂસી જઈ લોકભાવનાઓને ભજવી ચૂક્યા છે.
ટીવી-ફિલ્મોનો પ્રભાવ ધરખમ હતો જ, પરંતુ હવે તો દરેકના હાથમાં સ્માર્ટફોન છે. સ્ક્રીન ટાઈમ એટલો વધી ગયો છે કે લોકો કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને બીજી સાઇટ્સ પર રીલ-વિડિયો સ્ક્રોલ કરતા રહે છે. જાણે આખો દેશ દારૂ પીધેલો હોય તેમ – યિયહતના રસમાં ઝૂમી રહ્યો છે.
હકીકતમાં, જે કામ દારૂ કે ગાંજો આપણા મગજ સાથે કરે છે, એ જ કામ સોશિયલ મીડિયા કરે છે. મગજને મળે છે ઊફતુ ઉજ્ઞાફળશક્ષય.
ડોપામાઇન એ રસાયણ છે જે આપણને સુખની અનુભૂતિ કરાવે છે. સામાન્ય રીતે દોડવાથી, મહેનતથી, રમતો રમવાથી, યોગાભ્યાસથી કે સેક્સથી એ ઉત્પન્ન થાય છે. પરંતુ હવે માણસને મહેનત કર્યા વિના પણ ડોપામાઇન મળી શકે છે – માત્ર બીજાના જીવનને સ્ક્રીન પર જોઈને!
ટીવી, ફિલ્મો, રીલ્સ – બધું જ ઈઝી ડોપામાઇન આપે છે. દારૂ-ડ્રગ્સની જેમ જ.
અને માણસ તો મૂળ આનંદપ્રિય પ્રાણી છે. એટલે બેસી-બેસી મળતું સુખ એને ગમે જ. ધીમે ધીમે એ વ્યસન બની જાય છે. જેવો દારૂપી વધુ દારૂ માંગે, તેમ રીલ જોનાર વધુને વધુ રીલ માંગે.
પરિણામે, શરીરમાં સંતુલન બગડે છે. મનુષ્ય થાકવા લાગે છે, માનસિક-શારીરિક રોગો ઘેરવા લાગે છે – મોટાપો, હૃદયરોગ, હાડકાંના રોગો, ડિપ્રેશન,અનિંદ્રા … એનું કુટુંબીય જીવન તૂટવા લાગે છે..
આ બધું એ જ ઈઝી ડોપામાઇનના કારણે.
યાદ આવે છે બાળપણની વાર્તા – વાંસળી વગાડતો માણસ અને પાછળ દોડતા ઉંદરો. વાંસળીના સૂરોમાં ઉંદરો એટલા ગુલતાન થઇ જાય છે કે બધા ઉંદર વાંસળીવાળાની પાછળ પાછળ દોરાતા દરિયામાં ખાબકે છે અને મૃત્યુ પામે છે.
આજે રીલ્સ, વિડીયો અને મીડિયા એ જ વાંસળીવાળો છે – અને અનેક લોકો એ જ ઉંદરો.
પરંતુ સાચો ડોપામાઇન ક્યાં છે?
તે વ્યાયામમાં છે, રમતમાં છે, મહેનતમાં છે, યોગાભ્યાસમાં છે. અને થોડો અભાવ સહન કરનારી જિંદગીમાં છે. જેણે અભાવ જોયો જ નથી એવા શ્રીમંત નબીરાઓ ને ડોપામાઈન એટલે કે ખુશી મેળવવા માટે ડ્રગ્સ વગેરેનો સહારો લેવો પડે છે. શતાયુ વંદના નામની પુસ્તિકા અમદાવાદની સૃષ્ટિ ફાઉન્ડેશને બહાર પાડી હતી જેમાં શતાયુ અને સ્વસ્થ જીવન જીવવા વાળા લોકોના જીવનનો અભ્યાસ કરવામાં આવેલો. બધા શતાયુ લોકોના જીવનમાં એક સમાનતા હતી કે એમણે અભાવયુક્ત અને ખુબ શ્રમ વાળું જીવન જીવેલું.
રિયલ ડોપામાઈન અમૃત સમાન છે અને ઇઝી ડોપામીન વિષ સમાન. છયયહ કશરય નહીં, છયફહ કશરય જીવો.
હાથ-પગને શ્રમ આપો, મગજને નહિ.
ઊફતુ ઉજ્ઞાફળશક્ષય માણસને જ નહીં, સમાજને પણ અંદરથી ખોખલો બનાવી રહ્યું છે.

- Advertisement -

You Might Also Like

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા

ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે

TAGGED: Easy Dopamine
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જેમ શિવતત્ત્વમાં શ્રદ્ધા જરૂરી છે, તેમ શક્તિતત્ત્વમાં શ્રદ્ધા રાખવી અનિવાર્ય….
Next Article સર્વેશ્ર્વર ચોક કા રાજા અવિરત મેઘમહેર વચ્ચે દુંદાળા દેવની વિદાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા
અંતરિક્ષમાંથી દુનિયાનો સૌથી ચમકતો વિસ્તાર ભારતમાં, NASAએ શેર કરી અદભૂત તસવીરો
સાપ્તાહિક રાશિફળમાં જાણો 20થી 26 એપ્રિલ 2026નું આ સપ્તાહનું રાશિફળ
સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

અમેરિકા હાર્યું! ખરેખર ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?