કાર્તિક મહેતા
શાહબુદ્દીન રાઠોડની એક મજેદાર જોક હતી. દારૂડિયો હંમેશા એમ જ કહે છે – ગમે તેટલું પીવો, પણ લિમિટમાં પીવો.
વાસ્તવિકતા એ છે કે વ્યસન કરનાર વ્યક્તિ ક્યારેય કબૂલી નથી શકતો કે તે એક ભયંકર જાળમાં ફસાઈ ગયો છે. દારૂ હોય કે બીજું કોઈ વ્યસન – બચાવની દલીલ એનો સદાયનો સહારો…. એ બંધાણીની પાકી ઓળખાણ હોય છે.
દારૂ, તમાકુ, અફીણ, ગાંજો કે બીજા માદક દૃવ્યો હાનિકારક છે – આ તો સૌ જાણે છે. પરંતુ હવે એક નવો નશો ઉમેરાયો છે. એ છે – સ્ક્રીનનો નશો.
એક વિચારકે ક્યારેય કહ્યું હતું કે – બારીમાંથી બહાર જોયા કરવું, એ મનુષ્યનું પ્રિય કામ છે, પણ ભવિષ્યમાં એ જ સૌથી મોટો રોગ બનશે.
અને ખરેખર, આજકાલ બારીઓમાંથી નહીં, પણ સ્ક્રીનની અંદર જોઈને જ લોકો કલાકો પસાર કરી રહ્યા છે. 1976માં આવેલી અંગ્રેજી ફિલ્મ ગયિૂંજ્ઞસિ એ ટીવીના ભવિષ્યના ખતરાઓ અંગે આગાહી કરી હતી. એ સમયમાં યુરોપ અને અમેરિકામાં ટીવી ઝડપથી ઘૂસી રહ્યું હતું. ફિલ્મમાં બતાવ્યું હતું કે કેવી રીતે ટીવી લોકોના મન સાથે ખેલશે, ભ્રમિત કરશે. આજે, અડધી સદી પછી, એ આગાહીઓ ભયાનક રીતે સાચી પડી છે.
યુક્રેનમાં એક કોમેડિયન માત્ર એટલા માટે રાષ્ટ્રપ્રમુખ બની ગયો કે તેણે સિરિયલમાં એવો રોલ કર્યો હતો. સિરિયલના પ્રભાવમાં આવીને દેશનું સુકાન લોકો કોઈને સોંપી દે – એ અકલ્પનીય વાત હતી. પરંતુ વાસ્તવમાં તે ઘટી ગઈ. ભારતમાં પણ ફિલ્મી કલાકારો રાજકારણમાં ઘૂસી જઈ લોકભાવનાઓને ભજવી ચૂક્યા છે.
ટીવી-ફિલ્મોનો પ્રભાવ ધરખમ હતો જ, પરંતુ હવે તો દરેકના હાથમાં સ્માર્ટફોન છે. સ્ક્રીન ટાઈમ એટલો વધી ગયો છે કે લોકો કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને બીજી સાઇટ્સ પર રીલ-વિડિયો સ્ક્રોલ કરતા રહે છે. જાણે આખો દેશ દારૂ પીધેલો હોય તેમ – યિયહતના રસમાં ઝૂમી રહ્યો છે.
હકીકતમાં, જે કામ દારૂ કે ગાંજો આપણા મગજ સાથે કરે છે, એ જ કામ સોશિયલ મીડિયા કરે છે. મગજને મળે છે ઊફતુ ઉજ્ઞાફળશક્ષય.
ડોપામાઇન એ રસાયણ છે જે આપણને સુખની અનુભૂતિ કરાવે છે. સામાન્ય રીતે દોડવાથી, મહેનતથી, રમતો રમવાથી, યોગાભ્યાસથી કે સેક્સથી એ ઉત્પન્ન થાય છે. પરંતુ હવે માણસને મહેનત કર્યા વિના પણ ડોપામાઇન મળી શકે છે – માત્ર બીજાના જીવનને સ્ક્રીન પર જોઈને!
ટીવી, ફિલ્મો, રીલ્સ – બધું જ ઈઝી ડોપામાઇન આપે છે. દારૂ-ડ્રગ્સની જેમ જ.
અને માણસ તો મૂળ આનંદપ્રિય પ્રાણી છે. એટલે બેસી-બેસી મળતું સુખ એને ગમે જ. ધીમે ધીમે એ વ્યસન બની જાય છે. જેવો દારૂપી વધુ દારૂ માંગે, તેમ રીલ જોનાર વધુને વધુ રીલ માંગે.
પરિણામે, શરીરમાં સંતુલન બગડે છે. મનુષ્ય થાકવા લાગે છે, માનસિક-શારીરિક રોગો ઘેરવા લાગે છે – મોટાપો, હૃદયરોગ, હાડકાંના રોગો, ડિપ્રેશન,અનિંદ્રા … એનું કુટુંબીય જીવન તૂટવા લાગે છે..
આ બધું એ જ ઈઝી ડોપામાઇનના કારણે.
યાદ આવે છે બાળપણની વાર્તા – વાંસળી વગાડતો માણસ અને પાછળ દોડતા ઉંદરો. વાંસળીના સૂરોમાં ઉંદરો એટલા ગુલતાન થઇ જાય છે કે બધા ઉંદર વાંસળીવાળાની પાછળ પાછળ દોરાતા દરિયામાં ખાબકે છે અને મૃત્યુ પામે છે.
આજે રીલ્સ, વિડીયો અને મીડિયા એ જ વાંસળીવાળો છે – અને અનેક લોકો એ જ ઉંદરો.
પરંતુ સાચો ડોપામાઇન ક્યાં છે?
તે વ્યાયામમાં છે, રમતમાં છે, મહેનતમાં છે, યોગાભ્યાસમાં છે. અને થોડો અભાવ સહન કરનારી જિંદગીમાં છે. જેણે અભાવ જોયો જ નથી એવા શ્રીમંત નબીરાઓ ને ડોપામાઈન એટલે કે ખુશી મેળવવા માટે ડ્રગ્સ વગેરેનો સહારો લેવો પડે છે. શતાયુ વંદના નામની પુસ્તિકા અમદાવાદની સૃષ્ટિ ફાઉન્ડેશને બહાર પાડી હતી જેમાં શતાયુ અને સ્વસ્થ જીવન જીવવા વાળા લોકોના જીવનનો અભ્યાસ કરવામાં આવેલો. બધા શતાયુ લોકોના જીવનમાં એક સમાનતા હતી કે એમણે અભાવયુક્ત અને ખુબ શ્રમ વાળું જીવન જીવેલું.
રિયલ ડોપામાઈન અમૃત સમાન છે અને ઇઝી ડોપામીન વિષ સમાન. છયયહ કશરય નહીં, છયફહ કશરય જીવો.
હાથ-પગને શ્રમ આપો, મગજને નહિ.
ઊફતુ ઉજ્ઞાફળશક્ષય માણસને જ નહીં, સમાજને પણ અંદરથી ખોખલો બનાવી રહ્યું છે.