By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    24 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    23 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    23 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    23 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    24 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે
રાજકોટ

રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે

Khaskhabar Editor
Last updated: 2026/07/15 at 1:52 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

2થી 6 સપ્ટેમ્બર સુધી રેસકોર્સ મેદાન ખાતે પાંચ દિવસીય લોકમેળો યોજાશે

વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ માટે 1થી 6 ઓગસ્ટ દરમિયાન હરરાજી અને ડ્રો યોજાશે

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં રમકડાં, ખાણીપીણી, આઈસ્ક્રીમ, એક્ઝિબિશન, યાંત્રિક રાઈડ્સ સહિતના વિવિધ પ્રકારના સ્ટોલ અને પ્લોટ માટે અરજી પ્રક્રિયા તથા હરરાજીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સમિતિની જાહેરાત મુજબ સ્ટોલ અથવા પ્લોટ મેળવવા ઇચ્છુક અરજદારો 20થી 28 જુલાઈ દરમિયાન ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતેથી દરરોજ સવારે 11 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી અરજીપત્રક મેળવી શકશે. અરજદારે નિર્ધારિત ફોર્મમાં જ અરજી કરવાની રહેશે અને સંબંધિત કેટેગરી મુજબની સંપૂર્ણ ફી, ટેક્સ તથા ડિપોઝિટની રકમ સહિતનો “અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેક્ટર રાજકોટ”ના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ જોડીને અરજી સબમિટ કરવાની રહેશે.

સમિતિ દ્વારા વિવિધ કેટેગરીના સ્ટોલ અને પ્લોટ માટે હરરાજી તથા ડ્રોની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. તા. 1 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે કેટેગરી-બીના 100 રમકડાના સ્ટોલ અને કેટેગરી-સીના 8 ખાણીપીણીના સ્ટોલ માટે હરરાજી યોજાશે. ત્યારબાદ સવારે 11:30 વાગ્યે કેટેગરી-જેના 3 મધ્યમ ચકરડીના પ્લોટ તથા કેટેગરી-કેના 24 નાની ચકરડીના પ્લોટ માટે હરરાજી કરવામાં આવશે. આ ઉપરાંત તા. 4 ઓગસ્ટે સવારે 11:30 વાગ્યે કેટેગરી-એ હેઠળ ખાણીપીણી, એક્સપો, એક્ઝિબિશન, વિવિધ શો અને પ્રદર્શન માટેના 2 પ્લોટ તેમજ બી-1 (કોર્નર) ખાણીપીણીના 40 પ્લોટ માટે હરરાજી યોજાશે. તા. 5 ઓગસ્ટે યાંત્રિક કેટેગરીના ઈના 5, એફના 3, જીના 20 અને એચના 6 પ્લોટ માટે હરરાજી થશે. જ્યારે તા. 6 ઓગસ્ટે સવારે 11:30 વાગ્યે કેટેગરી-એક્સ હેઠળ આઈસ્ક્રીમના 17 પ્લોટ માટે હરરાજી યોજાશે.

- Advertisement -

તમામ હરરાજી અને ડ્રોની પ્રક્રિયા નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-1), જૂની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ સ્થિત મિટિંગ રૂમમાં યોજાશે. યાંત્રિક કેટેગરીમાં અરજી કરનાર અરજદારો ઈ, એફ, જી અને એચ – તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે. સમિતિએ પ્રવેશદર અંગે પણ સ્પષ્ટતા કરી છે. કેટેગરી-જે અને કેટેગરી-કે માટેની રાઈડ્સમાં મહત્તમ રૂ. 35નો પ્રવેશદર રાખી શકાશે, જ્યારે યાંત્રિક કેટેગરી ઈ, એફ, જી અને એચની વિવિધ રાઈડ્સ માટે મહત્તમ રૂ. 50નો પ્રવેશદર નક્કી કરવામાં આવ્યો છે. લોકમેળાનો સંપૂર્ણ નકશો નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ (શહેર-1), જૂની કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર કચેરી સમય દરમિયાન નિહાળી શકાશે. ઉપરાંત કેટેગરી-એક્સ હેઠળ આઈસ્ક્રીમના પ્લોટ માટે કોઈપણ વ્યક્તિ અથવા કંપની હરરાજીમાં ભાગ લઈ શકશે તેમજ પોતાના સ્ટોલ પર પોતાની આઈસ્ક્રીમ કંપનીની જાહેરાત પણ કરી શકશે, તેવી માહિતી લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેક્ટર રાજકોટ (શહેર-1) દ્વારા જાહેર કરવામાં આવી છે.

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
Next Article કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની
જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ
સ્વામી રામદાસનો ઉપદેશ
ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક
ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?