નાગર બોર્ડિંગ ખાતે સંતો-મહંતોના હસ્તેથી થશે પ્રારંભ, ધાર્મિક-સામાજિક આગેવાનો રહેશે ઉપસ્થિત
કાર્યાલય દરરોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે
- Advertisement -
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ભવ્ય રીતે ઉજવવા માટે રાજકોટમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિશ્વ હિંદુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન આવતીકાલે, તા. 8
ઓગસ્ટ (શનિવાર)ના રોજ સાંજે 7 વાગ્યે નાગર બોર્ડિંગ, વિરાણી સ્કૂલ સામે, ટાગોર રોડ ખાતે સંતો-મહંતોના હસ્તેથી યોજાશે. આ પ્રસંગે રાજકોટ શહેર અને જિલ્લાના સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ
મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહેશે. વિશ્વ હિંદુ પરિષદ છેલ્લા ચાર દાયકાથી રાજકોટમાં લાખો ભક્તોની હાજરીમાં ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરે છે. ભક્તિ, સંગીત, સંસ્કૃતિ અને એકતાનો સંદેશ
આપતી આ શોભાયાત્રા શહેરની આગવી ઓળખ બની ગઈ છે. આ વર્ષની જન્માષ્ટમી મહોત્સવની તૈયારીઓને ગતિ આપવા માટે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ વિભાગના મંત્રી અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મહામંત્રી પરેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે માર્ગદર્શન સમિતિના માર્ગદર્શકો માવજીભાઈ ડોડીયા, નરેન્દ્રભાઈ
દવે, ભુપતભાઈ ગોવાણી, પ્રતાપભાઈ કોટક, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતિભાઈ રૂપારેલિયા, વનરાજભાઈ ગરૈયા, નીતિશભાઈ કથીરિયા અને અશોકભાઈ મકવાણા સહિતના અગ્રણીઓ માર્ગદર્શન આપશે. આ ઉપરાંત
વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ પ્રાંતના આગેવાનો પ્રકાશભાઈ પનારા, વિપુલભાઈ અગ્રાવત, વિનુભાઈ ટીલાવત, અશ્વિનભાઈ ગોસાઈ, કૌશિકભાઈ સરધારા, કૃણાલભાઈ વ્યાસ, દીપકભાઈ ગામઢા, મનોજભાઈ ડોડીયા સહિત વિવિધ
સમાજોના આગેવાનો, સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ધાર્મિક સંસ્થાઓના પ્રમુખો અને વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિએ જણાવ્યું છે કે, તાજેતરમાં યોજાનારી ત્રિશૂલ દીક્ષા
માટે યુવાનોમાં ભારે ઉત્સાહ અને સતત પૂછપરછને ધ્યાનમાં રાખીને કાર્યાલયના ઉદ્ઘાટન સમયે જ ત્રિશૂલ દીક્ષા માટેના ફોર્મ ભરવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેથી વધુમાં વધુ યુવાનો સરળતાથી નોંધણી કરાવી
શકે.
દીપકભાઈ ગામઢાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય દરરોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન વિવિધ સંસ્થાઓ અને મંડળોના નોંધણી કાર્ય હાથ
ધરાશે. સાથે જ સમગ્ર રાજકોટમાં જન્માષ્ટમીનો કેસરિયો માહોલ સર્જવાના હેતુથી કેસરિયા ધ્વજ, પતાકા, ખેસ તથા ધાર્મિક સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાનુડા પ્રેમી જનતામાં વિશેષ
ઉત્સાહ જોવા મળી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું.
- Advertisement -
કાર્યાલય વ્યવસ્થાપન માટે રાજુભાઈ ઉમરણીયા, દિલીપભાઈ દવે અને પંકજભાઈ તાવીયાનીની કાર્યાલય સમિતિમાં વરણી કરવામાં આવી છે. કાર્યાલય સંબંધિત માહિતી અને સંપર્ક માટે વિનયભાઈ કારિયાએ ધર્મપ્રેમી
જનતાને આ સભ્યોનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. જ્યારે સમગ્ર કાર્યક્રમમાં કાર્યકર્તાઓના સંકલનની જવાબદારી ધનરાજભાઈ રાઘાણીને સોંપવામાં આવી છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિએ રાજકોટના તમામ ધર્મપ્રેમી
નાગરિકો, સમાજસેવી સંસ્થાઓ, વિવિધ મંડળો, જ્ઞાતિ સંગઠનો, વેપારી સંગઠનો, ટ્રાન્સપોર્ટર ભાઈઓ અને સર્વ હિંદુ સમાજને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં હાજરી આપવા તેમજ જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા
તમામ કાર્યક્રમોમાં પરિવાર સાથે જોડાઈ મહોત્સવને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.




