જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી પર્વે ઉત્સાહ સાથે અનેક મતદાન મથકો પર લોકશાહીના દૃશ્યો
સહ પરિવાર, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગ નાગરિકોએ ચૂંટણીમાં ઉત્સાહ સાથે મતદાન કર્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહ સાથે મતદાન કરીને ભારતના નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. ત્યારે જિલ્લાના અનેક મતદાન મથકો પર લોકશાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. માખિયાળા ગામમાં ફરજ અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. માખીયાળા ગામની નવવધૂ ડેનીશાબેન ગજેરાએ લગ્નના પવિત્ર ફેરા ફરતા પૂર્વે મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિકનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જયારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહેલા વિસાવદરના લેરીયા ગામના દ્રષ્ટિબેન ઠુંમરે મતદાન કરીને પોતાની ફરજ પૂર્ણ કરી હતી. લોકશાનીની અન્ય તસવીરોમાં મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગ નાગરિકોએ મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી તેની સાથે મતદાન મથક પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ પણ વૃદ્ધ લોકોને મત કુટિર સુધી પોહાચાડીને પોતાની ફરજ સાથે માનવતા ધર્મ બજાવ્યો હતો. આમ જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રકિયા પૂર્ણ થઇ હતી.



