રાજકોટ જીલ્લા ભાજપ અનુસુચિતજાતી મોરચાના મંત્રી તરીકે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આવેલ પૂજ્ય સંત દાસી જીવણ સાહેબની જગ્યાના ગાદીપતિ શામળદાસબાપુના પુત્ર લઘુમહંત ત્રિલોક બાપુની વરણી.
રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ સાથે રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, મતિ રક્ષાબેન બોળીયા, પ્રદેશ અનુસુચિતજાતી મોરચાના પ્રમુખ ડો.પ્રદ્યુમનભાઈ વાંઝા, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા સાથે જીલ્લા અનુસુચિતજાતી મોરચાના પ્રમુખ મનોજ રાઠોડએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપના અનુસુચિતજાતી મોરચાના મંત્રી તરીકે ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આવેલ પૂજ્ય સંત દાસી જીવણ સાહેબની જગ્યાના ગાદીપતિ શામળદાસબાપુના પુત્ર લઘુમહંત ત્રિલોક બાપુની વરણી કરવામાં આવેલ છે.
વધુમાં, ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે આવેલ પૂજ્ય સંત દાસી જીવણ સાહેબની જગ્યા સમાધિસ્થાન સંત દાસી જીવણ સાહેબ કવિવર્ય જેમનું ૫૧ વખત પ્રત્યક્ષ પરમાત્મા આવીને જેમનું કામ કરી ગયા. શામળિયો સન્મુખ આવીને ગોંડલની જેલમાં ૬૦ ને બદલે ૬૦૦ કોરી ચૂકવી ગયા તે કોરીનું આજે પણ ગોંડલ રાજવી પરિવાર પૂજન કરે છે. દાસી જીવણ સાહેબે ૩૬૦ વાણી પ્રેમ લક્ષ્ણા ભક્તિના પદો તેમજ જાલરી, પ્યાલો, ઘૂઘરી, બંસરી, આરાધ, પ્રભાતી, રામગ્રી, મોરલો. તેમજ યોગની વાણીની અનેક પદો રચનાઓ રચેલા છે. દાસી જીવણ રાધા સ્વરૂપ હતા બે ત્રણ જગ્યાએ તેમણે રાધાજીના સ્વરૂપ જરૂર પડ્યે કસોટીમાં બતાવેલ છે. તેમજ અઢારે વર્ણદાસી જીવણ સાહેબ જગ્યાના સેવકો સમગ્ર ગુજરાત સહીત દેશ-વિદેશમાં તેમના અનુયાયીઓ વસે છે. લોકોના અસાધ્ય રોગીની મનોકામના દાસી જીવણ સાહેબની જગ્યાએ પૂર્ણ થાય છે.તેવા સંત ના લઘુમહંત ત્રિલોક બાપુની વરણી થતા તેમના અનુયાયીઓમાં હરખની હેલી ફરી વળી છે.
- Advertisement -
ઉપરોક્ત વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, સાંસદ ઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રી ઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય ઓ મતિ ગીતાબા જે. જાડેજા, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ નવનિયુક્ત જીલ્લા અનુસુચિતજાતી મોરચાના મંત્રીને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.


