આફ્રિકાના કોંગોમાં 400 લોકોને લઈ જતી બોટમાં અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા, હજુ પણ ઘણા ગાયબ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
આફ્રિકન દેશ કોંગોમાંથી એક દુ:ખદ દુર્ઘટનાના સમાચાર મળ્યા છે. અહીં એક બોટ પલટી જવાથી એક મોટો અકસ્માત થયો હતો, જેમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 148 લોકોનાં મોતના સમાચાર છે તેમજ અનેક લોકો ગુમ હોવાનું કહેવાય છે. રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે બોટમાં આગ લાગી અને ત્યાર બાદ એ પલટી ગઈ. બોટમાં લગભગ 400 લોકો સવાર હતા.
એક સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ, કોંગો નદી પર થયેલા અકસ્માતમાં ડઝનબંધ લોકોને બચાલી લેવામાં આવ્યા છે, જેમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા હતા. રેડ ક્રોસ અને પ્રાંતીય અધિકારીઓની મદદથી બચાવ ટીમો દ્વારા ગુમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે.