લોહીના સંબંધ-પિતરાઈ સાથે લગ્નથી સંતાનમાં જીનેટિક ડીસઓર્ડરનો મુદ્દો ઊચ્ચ ન્યાયાલયમાં
મુસ્લિમ ઉપરાંત હિન્દુઓના અનેક સમુદાયમાં આ પ્રકારે થતા લગ્ન ફકત કાનુનથી જ અટકાવી શકાયઃ કેન્દ્ર પાસે જવાબ માંગતી સુપ્રીમ કોર્ટ
- Advertisement -
દેશમાં એક તરફ કોમન સિવિલ કોડ લાવવા માટેની તૈયારી વચ્ચે સુપ્રીમકોર્ટે પણ આ કાનુનની જરૂર હોવાના મંતવ્ય સાથે જે રીતે મુસ્લીમો ઉપરાંત હિન્દુઓના પણ અનેક સમુદાયમાં અત્યંત નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન પ્રતિબંધીત કરવાની આવશ્યકતા દર્શાવી છે. અત્યંત નજીકના એક જ ‘ગૌત્ર’ અથવા તો સમાન ડીએનએ ધરાવતા બે વ્યક્તિઓના લગ્નથી જીનેટીક ડીસઓર્ડર-શારીરિક અપંગતા- ખોડખાપણ અને અનેક પ્રકારના આનુવાંશિક રોગોની શકયતા વધી છે. સર્વોચ્ચ અદાલત સમક્ષ મૂળભૂત રીતે ૨૦ વર્ષથી બેંગ્લોરની એક મહિલાનો કેસ આપ્યો હતો. જેની શારીરિક પરીસ્થિતિના આધારે લો-કોલેજમાં એડમીશનની અગ્રતા માટે અરજી કરી હતી. આ કેસની વિચારણા કરતા સમયે સર્વોચ્ચ અદાલતે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને લાવવાની સાથે અત્યંત નજીકના સંબંધો ધરાવતા કુટુંબીજન વચ્ચે લગ્ન પર પ્રતિબંધ મુકવાના કાનુની માર્ગ ચકાસવા પણ કેન્દ્રને ભલામણ કરી હતી. ખાસ કરીને મુસ્લીમોમાં પિતરાઈ ભાઈ-બહેનો પણ લગ્ન કરી શકે છે તો હિન્દુ સમાજ પણ અનેક સમુદાયમાં આ પ્રકારે લગ્ન થાય છે જે ભવિષ્યમાં તેમના સંતાનોને અસહ્ય બિમારી, શારીરિક ખોડખાપણની પણ ભેટ આપી શકે છે અને જીનેટીક ડિસઓર્ડરની સમસ્યા બને છે. આ વિદ્યાર્થીનીના માતા-પિતા પિતરાઈ ભાઈ-બહેન છે અને યુવતીને તેના કારણે ફોટાફોલીયા- જેમાં વ્યક્તિની આંખો તેજ સુર્યપ્રકાશ કે પછી ટયુબલાઈટ- મોબાઈલ રોશની પણ સહન કરી શકતા નથી તે ઉપરાંત ડીસ્ટ્રોફી એક દુર્લભ આંખની બિમારી જેડ રંગ પારખવામાં પણ મુશ્કેલી અનુભવે છે તેની બિમારી છે જે બાળકો આ પ્રકારે પિતરાઈ કે અત્યંત નજીકના સંબંધીઓના લગ્નના કારણે સંતાન હોય છે તેને આ પ્રકારના અનેક જીનેટીક ડિસઓર્ડરની શકયતા વધુ રહે છે.
હવે આ પ્રકારના કેસમાં પણ એક જાહેર હિતની અરજીથી તેણે હિન્દુ લગ્ન ધારા કે સ્પેશ્યલ મેરેજ એકટમાં આ પ્રકારના લગ્ન પર પ્રતિબંધની માંગણી કરી હતી. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકાંતની વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું કે આ ન્યાયીક કામગીરી કરતા સરકાર કાનુની રીતે તેનો સારો ઉકેલ લાવી શકે છે. સર્વોચ્ચ અદાલત સમક્ષ આ માટે નેશનલ ફેમીલી સર્વે ડેટા પણ રજુ થયો જેમાં લોહીના સંબંધો ધરાવતા (સગોત્ર)માં ૧૩% મહિલાઓ લગ્ન પુર્વે પતિ સાથે લોહીના સંબંધ ધરાવે છે. ૧૧% લગ્ન અત્યંત નજીકના સગા સાથે થયા છે.



