રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
10 દિવસ પૂર્વે દિવાળીના દિવસે બનેલી ઘટના અંગે નોંધાતો ગુનો : જેલ સ્ટાફના 2 પોલીસમેન સસ્પેન્ડ
- Advertisement -
રાજકોટની મધ્યસ્થ જેલની સુરક્ષા વ્યવસ્થાના પંજાગરા ઉડાડતી એક જયંત રસપ્રદ અને ચોંકાવનારી પટના સામે આવી છે. દિવાળીના તહેવારના દિવસે જ પોક્સોના શુતામાં ખાજવન કેદની સજા ભાગવતી સમનગરનો એક માનસિક અંતરાલ કેદી જેલમાંથી બહાર નીકળી ગયો હતો. કેદીના કપડામાં જ આ શખ્સ 5 કલાક શહેરના મુખ્ય માર્ગો પર બિન્દાસ્ત ફરતો રહ્યો હતો, જેના કારણે જેલ તંત્રમાં ભારે દોડાદોડી મચી ગઈ હતી. અંતે ડીજીપીના આદેશથી ગુનો દાખલ થયો હતો. પોક્સોના ગુનામાં જન્મટીપની સજા કાપી રહેલો પાકા કામનો કેદી રાહુલ જેઠાભાઈ સાગઠિયા ગત તા.8 નવેમ્બર, દિવાળીના દિવસે પોતાની બેરેકમાંથી નીકળી પ્રોહિબિટેડ એરિયાનો અંદરનો ગેટ વટાવી ચાલતો-ચાલતો મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો. રાહુલ મેઈન ગેટ પાસે “જામનગર ક્યાંથી જવાય?’ તેમ પૂછતો હતો, પરંતુ જેલના સ્ટાફે ગૌશાળાનો માણસ હોવાનું સમજીને ધ્યાન દીધુ ન હતું. બીજીબાજુ મેઇન ગેટ પસાર કરી જામનગરનું એડ્રેસ પૂછતો પૂછતો રાહુલ કેદીના ડ્રેસમાં જ ચાલતો-ચાલતો છેક 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સિનર્જી હોસ્પિટલ સુધી પહોંચી ગયો હતો અને પાંચ ક્લાકના અંતે પકડાઈ ગયો હતો આ પ્રકરણમાં જેલ તંત્ર તરફથી પણ ફરજમાં બેદરકારી દાખવનાર ગાર્ડ તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ જાડેજા અને મહેશ ડામોરની પુછતાછ કરી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ઉપલેટામાં મિત્રને આપેલા દાગીના ગીરવે મૂકી લોન લઇ લીધી : દાગીના પરત નહિ આપતા ભાયાવદર પોલીસમાં નોંધાવી ફરિયાદ
ઉપલેટાના સાજડીયાળી ગામે રહેતાં કેતનભાઇ નટવરલાલ બગથરીયા ઉ.35એ આ જ ગામના મહેન્દ્ર શાંતિલાલ કનેરીયા સામે ભાયાવદર પોલીસમાં છેતરપિંડી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગામમાં નટરાજ હેર આર્ટ નામે દુકાન ચલાવે છે લગ્ન બાદ પૈસાની જરૂરીયાત પડતા મારી પત્નીના દાગીનામાંથી સોનાની હાંસડી ગોંડલ બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં તેમજ સોનાનો ચેઇન ગોંડલ મુથુટ ફાઇનાન્સમાં અને બુટીયા તથા વીટ્ટી તથા સરીયુ રાજકોટ મણીપુરમ ફાઇનાન્સમાં મુકી ગોલ્ડ લોન લીધી હતી જેથી આ દાગીના લોનના પૈસા ભરીને છોડાવવાના તેમજ તેમના મમ્મીની તબીયત બરાબર ના હોય જેથી તેની સારવાર માટે પૈસાની જરૂરીયાત પડતા મિત્ર મહેન્દ્ર શાંતીલાલ કનેરીયાને દાગીના છોડાવવાના અને પૈસાની જરૂરીયાત હોય તેમ તેઓને સાજડીયાળી ગામમાં વાત કરતા તેણે જણાવેલ કે, વાંધો નહિ તને હું મિત્રતાના નાતે પૈસા આપુ, મારે કોઇ વ્યાજ નથી જોતુ, પરંતુ તારે તેના બદલમાં આધાર તરીકે કોઇક વસ્તુ આપવી પડે.જેથી ફરીયાદીએ તેને કહેલ મારી પાસે બીજી કોઇ આધાર જામીન તરીકેની વસ્તુ નથી પરંતુ મારી પત્નીના સોનાના દાગીના છે, તે હું તને આપુ, તેમ કહેતા તેઓએ કહેલ કે, કાઈ વાંધો નહિ તુ મને સોનાના દાગીના આપીશ તે હું મારા લોકરમાં રાખી દઈશ અને તુ પૈસા આપ એટલે તને હું તારા સોનાના દાગીના પાછા આપી દઈશ. બાદ તા.16/04/2026 ના રોજ રોકડા તથા અમુક રકમ પત્નીના એકાઉન્ટમાં ઓનલાઈન મળી કુલ 2.90 લાખ આપેલ હતા. જેથી યુવકે દાગીના બેંક/ફાઇનાન્સમાથી છોડાવીને પાંચ તોલા દાગીના આ મહેન્દ્ર કનેરીયાને આપેલ તેના બદલામાં તેઓએ ત્યારબાદ અઠવાડીયા પછી આ બાબતનું રૂ.300 ના સ્ટેમ્પ પેપર ઉપર પત્નીના નામે લખાણ કરેલ હતું બાદમાં બે મહીના પહેલા જન્માષ્ટમી ઉપર યુવક પાસે 2.90 લાખ ભેગા થઈ જતાં મહેન્દ્રભાઈને કહેલ કે, મારે પૈસાની સગવડ થઈ ગયેલ છે, મારા દાગીના પાછા આપો. જેથી તેઓએ કહેલ કે, મે તમારા દાગીના બીજે ગીરવે મુકી લોન લીધેલ છે, તમે 15 દીવસની મુદત આપો બાદમાં ફરી સંપર્ક કરતા વધુ 15 દીવસ પછી કહેતા આ રીતે અવારનવાર મુદત માંગી દાગીના પરત આપતા ના હતા. 20 દીવસ પહેલા રૂ.3 લાખની રકમ ભરેલ બેંક ચેક આપેલ હતો અને કહેલ હતુ કે, 18 તારીખ સુધીમાં દાગીના પરત આપી દઈશ અને ચેક પાછો લઈ જાઇશ. છતા દાગીના પરત ન આપતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
- Advertisement -
જસદણમાં યુવકનો મોબાઈલ હેક કરી ગઠિયાઓએ 60 હજાર ઉપાડી લીધા
જસદણમાં રહેતા યુવાનનો મોબાઇલ હેક કરી અલગ અલગ બે ટ્રાન્ઝેકશન કરી તેના એકાઉન્ટમાંથી 60 હજાર ટ્રાન્સફર કરી લેતા ચકચાર મચી ગઈ છે યુવાન ઓનલાઈન ટ્રાન્જેક્શન કરવા જતા આ ટ્રાન્જેક્શન ફેઇલ થયા બાદ તપાસ કરતા તેની સાથે ફ્રોડ થયું હોવાનું માલુમ પડ્યું હતું જેથી આ અંગે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જસદણમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ ભગવાનજીભાઈ શાપરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગઈ તા.18 ના રોજ બપોરના સમયે તે મોબાઇલમાં ગુગલ પેથી ટ્રાન્જેક્શન કરવા જતા ટ્રાન્જેક્શન થયું ન હતું જેથી તેણે બેલેન્સ ચેક કરતા ઓનલાઈન એકથી વધુ ટ્રાન્જેક્શન દેખાતા હતા, જે ટ્રાન્જેક્શન તેણે કર્યા ન હતા. જે પૈકી કેટલાક ટ્રાન્ઝેકશન ફેઇલ પણ થયા હતા બાદમાં બેંકમાં જઈ તપાસ કરતા યુવાનના એકાઉન્ટમાંથી 50 હજાર તથા 10 હજાર એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ 60 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું યુવકની જાણ બહાર તેનો મોબાઇલ ફોન હેક કરી તેના એકાઉન્ટમાંથી નાણા તફડાવી લેવામાં આવ્યા હોય સાયબર ફ્રોડની આ ઘટના અંગે યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
23.50 લાખના હાઈબ્રીડ ગાંજાના કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ : કુવાડવાના લૂંટ વિથ મર્ડરના કેસમાં 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
રાજકોટમાં દિવાળી પહેલા રૈયા રોડ પરથી કબજે કરાયેલા 23.80 લાખની કિંમતના હાઈબ્રીડ ગાંજાના કેસમાં વોન્ટેડ આરોપી મોટાવડા કેળવ્યું બંગ્લોમાં રહેતા ગૌતમ ઉર્ફે ગૌતુ વસંતભાઈ દવેને એસઓજીએ પકડી લીધો હતો. થોડા દિવસ પહેલા રૈયા રોડ પર યોગીનગરમાં આવેલા ગીરીરાજ એપાર્ટમેન્ટમાંથી 23.80 લાખની કિંમતના હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે પૂજા સાગરભાઈ ભટ્ટને એસઓજીએ પકડી પાડી હતી. રેડ દરમિયાન આરોપી ભાણેજ ગૌતમ ફરાર થઈ ગયો હતો દરમિયાન ગૌતમ મુંબઈથી રાજકોટ આવ્યો હોવાની માહિતી મળતા આરોપીને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી એસઓજીએ પકડી લીધો હતો. પૂછપરછમાં તે મુંબઈ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014માં નોંધાયેલ લૂંટ વીથ મર્ડરના ગુનામાં બાર વર્ષથી વોન્ટેડ આરોપી જાવેદ ઉર્ફે જાવીદ અજીતખાન પઠાણને ક્રાઈ બ્રાંચે પકડી લીધો હતો.
સોની બજારમાં બે વેપારીઓનું 31 લાખનું સોનું ઓળવી નાસી છૂટેલો આરોપી ઝડપાયો : અગાઉ બે આરોપી પકડાઈ ચુક્યા છે : પેરોલ ફર્લો સ્કવોડે જામનગર રોડ પરથી ઝડપી લીધો
રાજકોટની સોની બજારમાં બે વેપારીઓનું 30.90 લાખની કિંમતનું સોનું ઓળવી ફરાર થઈ ગયેલા આરોપી કિરીટ મહેન્દ્રભાઈ રાધનપુરાને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે જામનગર રોડ પરથી ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ આરોપી કિરીટ તેના બે પાર્ટનર મિલન પાટડીયા અને ચિંતન પાટડીયા સોની બજારની જૂની ગધીવાડમાં રીયા ગોલ્ડ નામે દુકાન ધરાવી વેપાર કરતાં હતા. એકાદ વર્ષ પહેલાં આરોપીઓએ સોનાના દાગીના બનાવતા અલ્ફાજુદીન અને સુરજઅલીને વિશ્વાસમાં લઈ ઓર્ડર આપી તૈયાર સોનાના દાગીના લીધા હતા. તેની સામે હિસાબ પેટે 30.90 લાખની કિંમતનું 195.670 ગ્રામ ફાઇન સોનું નહીં આપી છેતરપિંડી કરી હતી આ અંગે ફરિયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસે આરોપી મિલન અને ચિંતનની ધરપકડ કરી હતી ફરાર આરોપી કિરીટ અલગ-અલગ શહેરોમાં છૂટક મજૂરી કામ કરતો હતો. તે રાજકોટમાં આવ્યો હોવાની માહિતી મળતા તેને ઝડપી લીધો હતો અને એ-ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.
રાજકોટના મોચીનગરમાં ઘરમાં મટનના ટુકડા ફેંકી વૃદ્ધાને પાડોશીઓએ કરી મારકૂટ : પુત્રને છેડતીની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી : મહિલા સહિત ચાર સામે ગુનો
રાજકોટના મોચીનગર વિસ્તારમાં અગાઉ થયેલી માથાકૂટ અને પોલીસ ફરિયાદનો ખાર રાખીને પડોશી પરિવારે એક વૃદ્ધા પર હુમલો કરી, તેમના પુત્રને છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઉપરાંત હુમલાખોરો પરિવારના ઘરમાં અવારનવાર મટનના ટુકડા ફેંકી ત્રાસ આપતા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ગાંધીગ્રામ પોલીસે આ મામલે પાડોશી મહિલા સહિત ચાર શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના મોચીનગરમાં રહેતા અને સ્વિગીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા પંકજભાઈ હુદડએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.4 નવેમ્બરના રોજ પંકજભાઈ મવડી વિસ્તારમાં પોતાની ફરજ પર હતા, ત્યારે તેમના માતા સમજુબેનનો ફોન આવ્યો હતો. બાજુમાં રહેતા અસ્માબેન, તેમના માતા વાહિદાબેન, અસ્માબેનના ભાભી અને ભાઈએ ઘરમાં ઘૂસીને તેમને લાત મારી નીચે પછાડી દીધા હતા અને માથા, કમર તેમજ શરીરના ભાગે મૂઢમાર માર્યો હતો. આ સમયે પંકજભાઈના મોટા ભાઈ પ્રકાશભાઈ ઘરમાં જમવા બેઠા હતા. હુમલાખોરોએ પ્રકાશભાઈ સાથે પણ બોલાચાલી કરી “તું વચ્ચે ન આવ, નહીંતર તને છેડતીની ફરિયાદમાં ફસાવી દઈશું’ તેવી ચીમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પરિવાર લઇ ગયા બાદ પતિ-સસરાનું અપહરણ : જાનથી મારી નાખવાની ધમકી : યુવતીના મામા અને પિતા સહિત ચાર સામે ફરિયાદ
રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના પરિવારજનો લઈ ગયા હતા. એટલું જ નહીં તેના પતિ અને સસરાનું અપહરણ કરી ધાકધમકી આપી છોડી મૂક્યા હતા. રાજકોટ તાલુકા પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અઠવાડિયા પહેલાંની આ ઘટનામાં સમાધાન નહીં થતા ફરિયાદ નોંધાવાઈ છે. મૂળ વઢવાણના અને હાલ પારડી ગામે રહેતા અને માલધારી ફાટક પાસે ઓટોમોબાઈલના શો-રૂમમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મોહનભાઈ પરમાર ઉ.53એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા.11નાં રોજ રાત્રે નોકરી પર હતા ત્યારે બે અજાણ્યા શખ્સો છરી બતાવી, લોખંડનો ગેઇટ ખોલાવી, બહાર બોલાવી કારમાં લઈ ગયા હતા કારમાં તેની પુત્રવધૂ ફોરમના મામા દીપક ગેડિયા ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠા હતા. તેના પુત્ર રવિએ એકાદ માસ પહેલા જ પોતાની જ્ઞાતિના રાકેશભાઈ શ્રીમાળીની પુત્રી ફોરમ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પુત્ર રવિ શાપરમાં કારખાનામાં કાસ્ટીંગનું કામ કરે છે તેનું કારમાં અપહરણ કરી લીધા બાદ તેની આજુબાજુમાં બે શખ્સો બેસી ગયા હતા. તેની આંખ ઉપર રૂમાલ બાંધી કોઈ જગ્યાએ લઈ ગયા હતા. રસ્તામાં એક શખ્સે ગળા ઉપર અને બીજા શખ્સે પેટ પાસે છરી રાખી દીધી હતી પુત્રવધૂ ફોરમના મામા દિપકે ઘરનું એડ્રેસ માંગ્યું હતું. ત્યારબાદ તેને કહ્યું કે તારા ઘરે જઈને વીડિયો કોલમાં તારી સાથે વાત કરાવશું. આ પછી દિપક અને અજાણ્યો શખ્સ તેના ઘરે જવા માટે નીકળી ગયા હતા. જ્યારે એક શખ્સ તેની ઉપર વોચ રાખીને બેઠો હતો. થોડીવાર બાદ તે શખ્સના મોબાઈલમાં તેની પત્ની નયનાનો વીડિયો કોલ આવ્યો હતો. જેમાં તેણે આરોપીઓએ કહ્યા મુજબ મને આ લોકોએ કાંઈ કર્યું નથી, ફોરમને તેના મામાને સોંપી દેજો તેમ કહ્યું હતું જેથી તેના પત્નીએ ફોરમને તેના પિતા રાકેશભાઈને સોંપી દીધી હતી. ઘરમાંથી તેના પુત્ર રવિને પણ આરોપીઓ કારમાં ઉપાડી ગયા હતા બીજી બાજુ તેને પણ કારમાં લઈ જવાયો હતો. આરોપીઓ તેને અને પુત્રને ટંકારા પાસેની હોટલે લઈ આવ્યા હતા. જ્યાં રાકેશભાઈએ કહ્યું કે આપણે ચાર-પાંચ દિવસમાં સમાધાન કરી નાખશું. સાથોસાથ પુત્રીને લઈ જતાં હોવાની પણ વાત કરી હતી. આ પછી તેને અને પુત્રને ભાડાની ગાડીમાં રવાના કરી દીધા હતા રસ્તામાં તેના પુત્રએ જણાવ્યું કે આરોપીઓએ તેને છરી બતાવી પત્ની ફોરમ સાથે ગાડીમાં બેસાડી દીધો હતો. ગોંડલ ચોકડીએથી ફોરમના પિતા પણ ગાડીમાં બેસી ગયા હતા. રસ્તામાં તેને કેમ મારી દીકરી સાથે પરાણે લગ્ન કર્યા તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી ફોરમે તેને કોઈ બળજબરીથી નહીં લઈ ગયાનું સોગંદનામું મોકલી દીધું હતું તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં કાકાના ઘરે ભત્રીજાનો ફાંસો ખાઈ આપઘાત : ગોંડલ પંથકનો યુવક રાજકોટમાં નોકરી કરતો હતો : કારણ અકબંધ
રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરમાં કાકાના ઘરે રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૂળ ગોંડલ નજીક સતાપર ગામના અને અહીં રાજકોટમાં નોકરી કરી કાકાના ઘરે રહેતા સતીશ ધ્રાંગાએ રાત્રીના સમયે બાલ્કનીના હુકમાં ચૂંદડી બાંધી જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મૂળ ગોંડલ તાલુકાના સતાપર ગામનો સતિષ કલ્પેશભાઈ ધ્રાંગા ઉ.23 છેલ્લા કેટલાક સમયથી રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરના આઠમા માળે આવેલા બ્લોક નંબર બી-12માં હેડક્વાર્ટરમાં જ ફરજ બજાવતા પોતાના કાકા અનિલભાઈના ઘરે રહીને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ગઈકાલે રાત્રિના કાકા અનિલભાઈ નોકરીએ ગયા હતા જ્યારે કાકી બહારગામ હોવાથી સતિષ એકલો હતો. આ દરમિયાન સતિષે બાલ્કનીમાં આવેલા લોખંડના હુક સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં જ માલવીયાનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે મૃતક યુવાન સતિષ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને તેના પિતા વતનમાં ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
બેડી ગામે પિતા સાથે ભોજન લીધા બાદ તરુણીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું : આપઘાતનું કારણ જાણવા કુવાડવા રોડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
રાજકોટ-મોરબી રોડ પર આવેલા બેડી ગામે રહેતી 17 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે જમ્યા બાદ પિતા પાન-ફાકી ખાવા માટે બહાર ગયા હતા અને થોડીવારમાં ઘરે પરત ફર્યા ત્યારે પુત્રી બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજતાં કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના બેડી ગામે રહેતી ગાયત્રી પ્રવીણભાઈ રાણવા ઉ.17 ગઈકાલે બપોરે તેના પિતા સાથે જમી હતી. જમ્યા બાદ તેના પિતા પાન-ફાકી ખાવા માટે બહાર ગયા હતા અને ઘરે પરત આવ્યા ત્યારે ગાયત્રી બેભાન હાલતમાં જોવા મળી હતી અને તેના મોઢામાંથી ઝેરી દવાની વાસ આવી રહી હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા બનાવની જાણ કરવામાં આવતા કુવાડવા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ગાયત્રી ત્રણ બહેન અને એક ભાઈમાં સૌથી નાની હતી. તેના પિતા ડ્રાઈવિંગ કામ કરીને અને માતા કોલેજમાં રસોઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે ગાયત્રી પોતે ઘરે બેઠા ઈમિટેશનનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા કુવાડવા પોલીસ દ્વારા તપાસ યથાવત રાખવામાં આવી છે.



