મોરબીના પેડલર નરેન્દ્ર રામોલીયા પાસેથી લાવ્યાની કબૂલાત : એસઓજીનો સફળ દરોડો
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે બાતમી આધારે સોખડા ચોકડી પાસે વોચ ગોઠવી 10.27 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે માલીયાસણના પેડલર વિવેકને ઝડપી લઇ પૂછતાછ કરતા મોરબીના પેડલર નરેન્દ્ર પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત આપતાં પોલીસે સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ શહેરમાં માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયાની સુચના અન્વયે એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.વી.જાડેજા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના યોગરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને અનોપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, અગાઉ દારૂ અને મારામારીના કેસમાં પકડાયેલ વિવેક દિનેશ સોનરાત નામનો શખ્સ થોડીવારમાં કાળા કલરનુ એકટીવા લઈને સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફના રોડ ઉપર નિકળવાનો છે અને તેના કબ્જામાં માદક પદાર્થ એમ.ડીનો જથ્થો છે આ ચોક્કસ બાતમી આધારે ટીમે શોખડા ચોકડી નજીક વોચ ગોઠવી માલિયાસણના વિવેક ઉર્ફે બારોટ દિનેશ સોનરાતને પકડી જડતી લેતા તેની પાસેથી 30,810 રૂપિયાનો મેફેડ્રોનનો 10.27 ગ્રામ જથ્થો મળી આવતા ડ્રગ, મોબાઈલ અને વાહન મળી કુલ 65,810 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં આ એમડી ડ્રગ્સનો જથ્થો મોરબીના નરેન્દ્ર પાચા રામોલીયા પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપતાં સપ્લાયર નરેન્દ્ર રામોલીયાની શોધખોળ હાથ ધરી હતી પકડાયેલ પેડલરના રિમાન્ડ લેવાં તજવીજ હાથ ધરી છે.



