રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો) દ્વારા રાજકોટ તાલુકાના પાંચ ગામોની પીવાના પાણીની રીવાઇઝડ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -
રાજકોટ તાલુકાના સણોસરા, હરિપર, ઉમરાળી, બાડપર અને લોધીડા ગામોની કુલ રૂ. ૬૦ લાખ ૬૪ હજાર ૬૮૫ની કિંમતની પીવાના પાણીની સુધારેલી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં આ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, તેમ રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્ય સચિવ અને કાર્યપાલક ઇજનેરશ્રી એન.જે.રૂપારેલની યાદીમાં જણાવાયું છે.



