By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    23 minutes ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    20 seconds ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    1 hour ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    1 day ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    1 day ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    37 minutes ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 day ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ
CRIME

રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ

Khaskhabar Editor
Last updated: 2026/09/23 at 1:54 PM
Khaskhabar Editor 51 minutes ago
Share
22 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

સરપદડના વેપારીને ખેતીની જમીન પર 5.50 લાખ 5 ટકા વ્યાજે આપ્યા હતા

- Advertisement -

સાટાખતના બહાને દસ્તાવેજ કરાવી લઇ જમીન પરત કરવા એક કરોડ પડાવ્યાની પડધરીમાં ફરિયાદ

રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકીએ સરપદડના વેપારીને 5.50 લાખનું ધીરાણ કરી 1.07 કરોડ પડાવી જમીન પણ લખાવી લઈ છેતરપીંડી આચરતાં પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. અલ્પેશ દોંગાએ 5 ટકા વ્યાજે યુવકને ખેતીની જમીન પર આપી સાટાખત કરાવવાના નામે રજીસ્ટ્રાર ઓફિસે લઈ જઈ દસ્તાવેજ કરાવી લીધો હતો અને જમીન પરત કરવા એક કરોડથી વધુની રકમ પડાવી હતી પડધરી પોલીસે ગુનો નોંધી કૌભાંડી અલ્પેશ દોંગાની ધરપકડ કરી અક્ષિત અકબરી ઉર્ફે હેપી પટેલ, ચંદુ વિરડીયા, પિયુષ વિરડીયા અને હિરેન લુણાગરીયાની શોધખોળ આદરી હતી. પડધરીના સરપદડ ગામે રહેતાં પ્રજ્ઞેશભાઈ કિશોરભાઈ ઝાલાવાડીયા ઉ.25એ અલ્પેશ ગોપાલ ડોંગા, અક્ષિત અકબરી ઉર્ફે હેપી પટેલ, ચંદુ છગન વિરડીયા, પિયુષ ચંદુ વિરડીયા અને સરપદડના હિરેન રતિભાઈ લુણાગરીયા સામે પડધરી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2022માં ગામના જ હિરેન લુણાગરીયાને રૂપીયાની જરૂરિયાત બાબતે વાત કરી હતી હિરેન રાજકોટના અલ્પેશ દોંગાના એજન્ટ તરીકે કામ કરતો હતો ત્યારે હિરેન લુણાગરીયાએ અલ્પેશ દોંગા મિલ્કત પર રૂપીયા આપે છે તેવી વાત કરી અન્ય એજન્ટ અક્ષીત અકબરી સાથે મુલાકાત કરાવી હતી. 5.50 લાખની જરૂરિયાત હોવાની વાત કરી હતી. જે બાદ તે બંને યુવકને નાના મવા રોડ પર આવેલ અલ્પેશ દોંગાની મની પ્લસ શરાફી મંડળીની ઓફિસે લઈ ગયા હતાં જ્યાં અલ્પેશ દોંગા સાથે 5.50 લાખની જરૂરિયાત અંગે વાત કરતાં તે મિલ્કત સામે ધિરાણ કરે છે તેવી કરી હતી જે બાદ યુવકે પોતાની ખેતીની જમીન પર રૂપીયા આપવા વાત કરતાં અલ્પેશે ખેતીની લોન પેટે 5.50 લાખ માસીક 5 ટકાના તોતિંગ વ્યાજે આપ્યાં હતા જે બાદ તેને વ્યાજની ચુકવણી દરમિયાન જમીન પચાવી પાડવા પઠાણી ઉઘરાણી કરી ઊંચું વ્યાજ વસુલતો હતો. જે બાદ અલ્પેશ દોંગાએ યુવકને જમીનનો સાટા ખત કરાવી આપવાનું કહી તેમને પડધરીની સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે બોલાવી આરોપી ચંદુ છગન વિરડીયા અને તેના પુત્ર પિયુષ વિરડીયાના નામનો જમીનનો રજીસ્ટર્ડ કરાવી લઈ છેતરપીંડી પણ આચરી હતી ત્યાર બાદ ફરીયાદીએ મુદલ અને વ્યાજ સહિત પુરેપરા 9.86 લાખ ચૂકવી આપ્યા છતાં જમીનનો દસ્તાવેજ રદ ન કરી આપ્યો હતો. તેમજ તે જમીન પર 80 લાખ ઉપાડી લીધાનું કહીં જમીન મુક્ત કરાવવાના બહાને આરોપી અલ્પેશ દોંગાએ ફરીયાદી પાસેથી એક વર્ષનું માસીક 27500 લેખે વ્યાજ સહિત 3.30 લાખ મેળવી લીધી હતી. તે ઉપરાંત 9.86 લાખ મળી કુલ 13.16 લાખ સહિત કુલ 40 લાખ આરોપીઓએ બળજબરી પૂર્વક પડાવી લીધાં હતાં ઉપરાંત આરોપી પીયૂષ વિરડીયાએ જમીન પરત યુવકના નામે કરી આપવા માટે વધું 54 લાખ પડાવી લીધાં હતા. તેમજ ખોટી ફરીયાદ કરી જેલમાં નાંખી દેવાની ધમકી પણ આપી કુલ 1.07 કરોડ બળજબરીથી પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરી આરોપીઓએ છેતરપીંડી આચરી હતી તેમજ ફરીયાદી યુવક અને તેના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી બનાવ અંગેની ફરિયાદ પરથી પડધરી પોલીસ મથકના પીઆઇ એમ.જી.ચૌહાણ અને ટીમે ગુનો નોંધી તુરંત જ કુખ્યાત આર્થિક કૌભાંડી અલ્પેશ દોંગાની અટકાયત કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

રાજકોટમાં ભાડે લીધેલી થાર ડુપ્લિકેટ ચાવીની મદદથી ચોરી લેનાર બે ઝડપાયા : જીપીએસથી કાર ટ્રેક કરી કાર ચોરી મોજશોખ કરતા હતા

- Advertisement -

રાજકોટના કાલાવડ રોડ પરથી એકાદ વર્ષ પહેલા ચોરી કરેલી થાર સાથે ક્રાઈમ બ્રાંચે બે આરોપી આટકોટના જયેશગીરી ઉર્ફે જયેશ પ્રેમગીરી ગોસ્વામી અને મૂળ ધોરાજીના હાલ અમદાવાદ રહેતા ભાર્ગવ વિપુલ જોશીને ઝડપી લીધા હતા જીપીએસની મદદથી લોકેશન મેળવી થારની ચોરી કર્યા બાદ તેમાં મોજશોખ કર્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એ એસ ચાવડાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસે વોચ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બંને આરોપીઓએ ચોરી કરી તેના એક માસ પહેલા થાર સેલ્ફમાં ભાડે લીધી હતી ત્યારે તેની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી તેમાં જીપીએસ ફીટ કરી દીધું હતું દોઢેક દિવસ ફેરવ્યા બાદ પરત આપી દીધી હતી. તેના એકાદ માસ બાદ જીપીએસના આધારે લોકેશન મેળવી ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરી લીધી હતી.ત્યાર બાદ તેમાં બેસી મોજશોખ કર્યા હતા. ઘણી વખત સેલ્ફમાં ભાડે પણ આપી હતી. આખરે ક્રાઈમ બ્રાંચે બાતમી આધારે રેસકોર્સ ગ્રાઉન્ડ પાસેથી ઝડપી લઇ થાર, કબજે કરી છે. જે અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો ક્રાઈમ બ્રાંચના સુત્રોએ જણાવ્યું હતું કે, આરોપી ભાર્ગવ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં લૂંટનો અને આણંદના વલ્લભવિદ્યાનગરમાં એમવી એક્ટ સહિતની કલમો હેઠળ એમ કુલ બે ગુના નોંધાયેલા છે. બંને ભેજાબાજોની બીજા કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે પણ ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.

જસદણમાં જવેલર્સમાંથી ચોરી કરનાર રાજકોટના દંપતિની ધરપકડ : ચાંદીના છત્તર જોવા બહાને દાણા ભરેલી પેટી મહિલા ઉઠાવી ગઈ’તી : રૂરલ એલસીબીએ કુલ 1.47 લાખનો મુદામાલ કબજે કર્યો

રાજકોટ જિલ્લાના જસદણના આદમજી રોડ પર આવેલ ચામુંડા જવેલર્સ પેઢીમાં ગત શનિવારે ગ્રાહકના સ્વાંગમાં મહિલા તસ્કર ત્રાટકી હતી. ચાંદીના છતર લેવાના બહાને દુકાને આવેલી મહિલા સોની વેપારીની નજર ચૂકવી એક લાખના સોનાના દાણા ભરેલી પેટી ઉઠાવી ફરાર થઈ ગઈ હતી. જે મામલે જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.દરમ્યાન રૂરલ એલસીબીએ રાજકોટના દંપતિને ઉઠાંવી લઈ કુલ 1.47 લાખનો મુદામાલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.જસદણના વિંછીયા રોડ પર આનંદધામ સોસાયટીમાં રહેતા સોની વેપારી જેન્તીભાઈ બાલુભાઈ થડેશ્વરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જસદણના આદમજી રોડ ઉપર ચામુંડા જજ્વેલર્સ નામની ઘરેણાની દુકાન ચલાવે છે. ગત.તા.૧૯ના શનિવારે ચાંદીના છત્તર જોવા બહાને આવેલ મહિલાએ ૭૦ સોનાના દાણા ભરેલી પેટી કિ.રૂ.૧ લાખની ઉઠાંતરી કરી ગયાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન રૂરલ એલસીબી ટીમે બાતમી આધારે ચોરીના ગુનામાં સામેલ રાજકોટના વેલનાથપરામાં રહેતો વલ્લભમનજીભાઈ કાવઠીયા તથા તેની પત્ની શોભના બન્નેને ઉઠાવી પૂછતાછ કરતા ચોરીની કબુલાત આપી હોવાથી પોલીસે સોનાના નાકના દાણા નંગ ૫૯, તથા બાઈક મળી કુલ રૂ.૧.૪૭લાખનો મુદામાલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

રાજકોટમાં મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરનાર સાજીદ કચરા સુરત જેલમાં હાજર : ગાંધીગ્રામ પોલીસ કબજો લઇ અન્ય સંડોવાયેલા આરોપીઓની માહિતી મેળવશે

રાજકોટના રૈયા રોડ પરના હનુમાન મઢી ચોકમાં આવેલા દેવ પુષ્પ મેડિકલ સ્ટોરમાં દસેક દિવસ પહેલા આંતક મચાવી મોટાપાયે તોડફોડ કરવાના કેસનો મુખ્ય આરોપી કુખ્યાત સાજીદ કચરા સુરત જેલમાં હાજર થઇ જતાં ગાંધીગ્રામ પોલીસે તેનો કબજો લેવા તજવીજ શરૂ કરી છે. શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરનાર આ કેસમાં ગાંધીગ્રામ પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ ઘણાં સમયથી આરોપીઓને ઝડપી લેવા મથતી હતી. પરંતુ સફળતા મળી ન હતી ગત તા.16મીએ પેરોલ પુરા થતાં હતા . ડબલ મર્ડરના કેસમાં આજીવન કેદની સજા પામેલ સાજીદ કચરાવાલા પેરોલ પર હોય થોડા દિવસો પહેલા રૈયા રોડ ઉપર હનુમાન મઢી પાસે આવેલ દેવપુષ્પ મેડિકલ સ્ટોર્સમાં અન્ય પાંચ સાગરીતો સાથે તોડફોડ કરી આતંક મચાવ્યો હતો જેને પગલે ઉહાપોહ મચી ગયો હતો. ખાસ કરીને વેપારીઓમાં અસુરક્ષાની લાગણી ઉદ્ભવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજમાં જે રીતે આરોપીઓ તોડફોડ કરતા નજરે પડ્યા હતા તે દ્રશ્યો જોઈ લોકોમાં ભયની લાગણી સાથે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. કમિશનરને આવેદન આપી તત્કાળ આરોપીઓને ઝડપી લેવાની અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેના ઘણાં દિવસો સુધી સાજીદ અને તેના સાગરીતો નહીં પકડાતા ગઈ તા.16ના રોજ કેમિસ્ટ એસોસિએશને શહેર પોલીસ પછી પણ આરોપીઓ પકડાયા ન હતા ગાંધીગ્રામ પોલીસને એવી માહિતી મળી છે કે, સાજીદ ગઈ તા.19મીએ સુરત જેલમાં હાજર થઈ ગયો હતો. ખરેખર તેના પેરોલ ગઈ તા.16મીએ પુરા થતા હતા. તેના 3 દિવસ બાદ હાજર થતાં હવે ગાંધીગ્રામ પોલીસે તેનો કબજો લેવા તજવીજ શરૂ કરી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, સાજીદ સાથે અન્ય ક્યા-ક્યા આરોપીઓ સંડોવાયેલા હતા તે અંગે તેની પુછપરછ પછી જ ખુલાસો થશે.

રાજકોટના વકીલને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપતી મુંબઈની મહિલા સામે ગુનો : પ્રેમ સંબંધ બાદ પતિને જાણ થતા ફરિયાદ નોંધાવતા યુવકની ધરપકડ થઇ હતી

રાજકોટના નાના મવા રોડ ઉપર કૈલાસ સોસાયટીમાં રહેતા અને વકીલાત કરતા નરેશભાઈ જગાભાઈ સારેસા ઉ.34એ લક્ષ્મી ગુપ્તા સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે 2023માં ઇન્સ્ટામાં રિકવેસ્ટ આવી હતી તે મુંબઈની લક્ષ્મી ગુપ્તા હોવાની ઓળખ આપી હતી અને બંને છ માસ સુધી ઇન્સ્ટામાં મેસેજ તથા વિડીયો કોલ મારફત વાતચીત કરતા હતા બન્ને વચ્ચે મિત્રતા થયેલ અને એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે થયેલ ત્યાર બાદ ફોનમાં વાતચીત થતી હતી અમો બન્ને પરણીત હોવાની જાણ અમો બન્નેને હતી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયેલ અને અમે મળવાનુ નક્કી કરેલ જેમાં મને લક્ષ્મીએ મુંબઇ ખાતે મળવા બોલાવતા જૂન 2024માં પ્રથમ વાર બન્ને બદલાપુરના લોટસ ગાર્ડન ખાતે રૂબરૂ મળ્યા હતા બાદ હું રાજકોટ પરત આવી ગયેલ આ દરમ્યાન લક્ષ્મીના ઇન્સટાગ્રામમાં ફોટા વાયરલ થયેલ અને અમારા પ્રેમસંબંધની જાણ લક્ષ્મીના પતિ રાજકુમાર ગુપ્તાને થયેલ અને મારા વિરૂધ્ધ લક્ષ્મીએ બદલાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરાવેલ હતી અને હાલ હું જામીન મુક્ત છું બાદ ગત 26 જુલાઈના રોજ હું તથા મારા મીત્ર ચિરાગભાઇ શેલડીયા તથા વિજયભાઈ વાઘેલા તથા મારા બહેન નિર્મળાબેન એમ અમે બધા અતિથી ચોક ખાતે ભેગા થયા હતા ત્યારે લક્ષ્મી ગુપ્તાના ત્રણ મીસ્ડ કોલ મારામાં હતા જેથી મે ફોન કરતા આ લક્ષ્મી ગુપ્તાએ મને કહેલ કે, “ઇન્સટાગ્રામમાં શું કામ ફોટો મુક્યો છે ? હવે તું જો હું શું કરું છું ” આમ કહી મને માં-બહેન સામે જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ જેથી હું પણ તેની સાથે જોર જોરથી ઉંચા અવાજે વાત કરવા લાગેલ આ દરમ્યાન મારા મીત્ર ચીરાગભાઇએ કહેલ કે શું થયુ છે અને કોનો ફોન છે તેમ કહેતા મે મારો ફોન લાઉડ સ્પીકરમાં કરેલ બાદ મારી અને આ લક્ષ્મી ગુપ્તા વચ્ચે વાત થતા આ લક્ષ્મી મને ગાળો આપવા લાગેલ હતી અને મને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ફરી ગાળો આપી ધમકી આપવા લાગેલ અને મારી બહેન વિશે ગાળો આપવા લાગેલ અને તારીખ 28ના રોજ તું આવ હું જોઇ લવ તને તેમ કહેલ બાદ અવાર નવાર મારા મોબાઇલમાં ફોન કરી આ લક્ષ્મી મને ગાળો આપી ધમકાવે છે જેથી ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટના સ્વાતિ પાર્કમાં બાઈક-એક્ટિવા અથડાતા માથાકૂટ : પાઇપ-સળીયાથી હુમલો થતા બેને ઇજા : સામસામે ફરિયાદ

રાજકોટના સ્વાતિ પાર્ક પાસે ઢાળ ચડાવતા બાઈક – એક્ટિવા અથડાતા માથાકૂટ થઈ ગઈ હતી. જેમાં પાઇપ – સળિયાથી હુમલો થતા સામસામે બે ઘવાયા હતા. આજી ડેમ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિવેક રમેશભાઈ પરસાણા (ઉંમર વર્ષ 25)એ જણાવ્યું કે, હું ગોવર્ધન ચોક 150 ફૂટ રીંગ રોડ, ઇગલ રેસીડેન્સી ખાતે સંયુક્ત કુટુંબમાં રહું છું અને મારા પિતાના કાસ્ટિંગના ધંધામાં મદદ કરું છું. ગઈ સાંજે સાડા પાંચેક વાગ્યે હું મારી પત્નીને ઘરેથી બાઇકમાં બેસાડી સ્વાતિ પાર્ક મેઈન રોડ રામેશ્વર સોસાયટી ખાતે આવેલ મારા સસરાના ઘરે મુકવા માટે જતો હતો. ત્યારે બોલબાલા રોડ સામે બ્રિજનું કામ ચાલુ હોય, ક્રિષ્ના પેટ્રોલપંપ તરફ કાદવ કિચડ હોય અને થોડો ઢાળ ચડાવવાનો થતો જેથી મારી પત્ની બાઈકમાંથી ઉતરી ગયેલ. હું આ ઢાળ પર બાઈક ચડાવતો હતો ત્યારે મારું બાઈક થોડી પાછી પડતા મારી પાછળ ઉભેલ એક્ટીવાને આગળના ભાગે અડી ગયેલ હતી. જેથી મેં આ એકટીવા ચાલકને કહેલ કે, તમારી એક્ટીવા થોડી પાછળ રાખો. અહીંયા ઢાળ છે. તેમ કહેતા એક્ટીવા ચાલક એક્દમ ઉશ્કેરાઈ ગયેલ. કહેવા લાગેલ કે, શું છે તારે, હું મારી એક્ટીવા પાછી નહીં લઉં. જેથી મેં ઢાળ ચડાવી બાઈક આગળ લેતા એક્ટીવા ચાલકે તેનું એકટીવા ઉભું રાખીને મને અપશબ્દો બોલવા લાગેલ. ઝપાઝપી કરવા લાગેલ. બાદમાં આ બનાવ બાબતે મેં મારા મોટાભાઈ પારસભાઈ અને સસરા કૌશિકભાઈને ફોન કરીને જાણ કરેલ. એકટીવા ચાલકે પણ કોઈકને ફોન કરતા મયુરભાઈ નામની વ્યક્તિ આવેલ અને તેણે એક્ટિવા ચાલકને વનરાજ કહીં બોલાવેલ. મયુર સાથે એક મહિલા હતી. તેના હાથમાં એક લોખંડનો પાઈપ હતો. તેની સાથે એક આશરે ચૌદેક વર્ષનો છોકરો પણ આવેલ હતો. વનરાજે પાઇપ મહિલા પાસેથી લઈ લીધો અને મને કહ્યું કે, તને પતાવી જ દેવો છે. તેમ કહીં માથાના ભાગે તથા શરીરે માર મારેલ. મયુરે મને ઢીકા પાટુનો માર મારેલ. મારી પત્ની મને છોડાવવા વચ્ચે પડતા અજાણી મહિલાએ મારી પત્ની સાથે ઝપાઝપી કરી અપશબ્દો કહ્યા. એટલામાં મારા ભાઈ પારસભાઈ તથા મારા સસરા કૌશિકભાઈ આવી જતા મને વધુ માર માંથી છોડાવવા જતા તેઓ સાથે પણ આ વનરાજે ઝપાઝપી કરી હતી. માણસોનું ટોળું ભેગું થઈ જતા વધુ મારથી બચાવેલ. 108માં ફોન કર્તા 108 એમ્બ્યુલન્સ આવી જતા અમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ હું ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ. મને માથાના વચ્ચેના ભાગે ઈજા થયેલ અને પાંચ ટાંકા આવેલ છે જયારે સામા પક્ષે વનરાજભાઈ બાવકુભાઈ ગોગડા પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ અને તેમને સળિયાથી માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે નિવેદન લઈ બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ધોરાજીથી ચારધામ જાત્રાએ જતાં વૃધ્ધનો મોબાઈલ ટ્રેનમાંથી ચોરાયા બાદ 99 હજાર પણ ઉપડી ગયા : સાયબર ફ્રોડ અંગે 1930માં ફરિયાદ નોંધાવ્યા બાદ ધોરાજી સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ધોરાજીથી ચારધામ જાત્રાએ જતાં વૃધ્ધનો મોબાઈલ ટ્રેનમાંથી ચોરાયા બાદ સાયબર ગઠિયાએ 99 હજાર પણ ઉપાડી લઈ ઠગાઈ આચરી હતી. ટ્રેનમાં ઓશીકા નીચે રાખેલ મોબાઈલ ગઠિયો સેરવી લીધા બાદ સાયબર ફ્રોડ આચરતા ધોરાજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ધોરાજીમાં અવેડા ચોક પાસે રહેતાં અને પટેલ એગ્રી એક્ષ્પોર્ટમા એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા પોપટભાઈ વાલજીભાઈ સિરોયા ઉ.65એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શેઠ રાજેશભાઇ હીરપરાએ સ્ટાફને ધોરાજીથી ચારધામની યાત્રામાં લઇ જવાના હોય જેથી ફરીયાદી ગઇ તા.02ના રોજ રાત્રે ધોરાજીથી બસમા બેસીને અમદાવાદ ગયા હતા ત્યાથી તા.03ના રોજ યોગનગરી, અમદાવાદ ઋષિકેશ વાળી ટ્રેનમા બેઠા હતા. ત્યાર બાદ તા.04ના મોડી રાત્રીના સુઇ ગયા હતા અને મોબાઇલ ઓશીકા નીચે રાખ્યો હતો દરમિયાન ચારેક વાગ્યાના અરશામા ઉઠીને જોયું તો મોબાઇલ ઓશિકા નીચે ન હતો જેથી તપાસ કરતા મોબાઇલ ક્યાંય મળેલ નહી અન્ય માણસોના મોબાઇલમાંથી ફોન કરતા તેઓનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો ત્યાર બાદ સાથે આવેલ રેનીશભાઈ વાછાણીના મોબાઇલમાંથી દીકરા પાવનકુમારને ફોન કરેલ અને સિમકાર્ડ બંધ કરાવેલ હતુ. ત્યાર બાદ ચારધામ યાત્રા કરીને તા.15ના રોજ ઘરે મોડી રાત્રે પરત આવેલ હતાં દરમિયાન તેઓના પુત્રએ તે નંબરવાળુ સીમકાર્ડ નવુ કઢાવી મોકલ્યું હતુ તેમજ ધોરાજી આવીને નવો મોબાઇલ ખરીદી નવુ કાર્ડ તા. 16ના ચાલુ કરતા તેમા ત્રણેય બેંકના ખાતામાંથી પૈસા કપાયેલના મેસેજ આવ્યા હતા જેથી તુરંત જ બેંકમા જઈ એન્ટ્રીઓ પડાવેલ જેથી મને ખબર પડેલ કે, એચડીએફસી બેંકમા 70 હજારની એફ.ડી. પાકતા આ એફ.ડી.ની રકમ વ્યાજ સહીત બેંક ખાતામા જમા થયેલ હતી. જે રકમ પણ તા.18ના કોઈ અજાણ્યા શખ્સે ટ્રાન્સફર કરી કોઈ રીતે ઉપાડી લીધેલ હતી તેમજ ત્રણેય બેંકના ખાતામાંથી આશરે કુલ 99,380 કોઈ અજાણ્યા શખ્સે તેઓના મોબાઇલ મારફતે કોઇને કોઇ રીતે ટ્રાન્સફર કરી કરાવી તેમજ એ.ટી.એમ. દ્રારા જાણ બહાર ઉપાડી લીધેલ હોય જેથી સાયબર હેલ્પ લાઇન નંબર 1930 ઉપર અરજી કરી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે.

માખાવડ પાસે અકસ્માતે ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવકનું મોત

લોધીકાના માખાવડ પાસે અકસ્માતે ઈજાગ્રસ્ત મળેલ 42 વર્ષીય સાલસિંગ બામનીયાનું મોત નીપજ્યું હતું લોધિકાના સાંગણવા ગામે રહેતા સાલસિંગ ભૂરજનભાઈ બામનીયા 42 વર્ષીય યુવાન ગઈકાલ સવારે 6 વાગ્યાં આસપાસ બાઇક લઈને જતા હતા ત્યારે માખાવડ સત્યમ ઇન્ડસ્ટ્રીઝ ગેટ નંબર 2 પાસે કોઈ કારણોસર અકસ્માત થતા ઈજાગ્રસ્ત મળી આવ્યો હતો તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ટૂંકી સારવારમાં જ તેમનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જાણ કરતા લોધિકા પોલીસની ટીમ દોડી આવી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવથી મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ હતી. લોધીકા પોલીસે અકસ્માત કેમ કરતા સર્જાયો તે જાણવા તપાસ હાથ ધરી હતી.

પરિવારની ઈચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર યુવતીને લફરાબાજ પતિએ ઝઘડો કરી માર માર્યો : પતિએ હુ જાવ છુ અને આજ પછી મને ગોતતી નહી તેમ કહી ફોન કાપી નાખ્યો 

મૂળ અમરેલી જિલ્લાના બાબરાના હાલ દેવપરામાં બહેન સાથે રહેતા અને ટુરીઝમની ઓફીસમા નોકરી કરતા શીતલબેન ધર્મેશભાઈ ભાદાણી ઉ.28એ સુરત રહેતા પતિ ધર્મેશ રમેશભાઈ ભાદાણી, સસરા રમેશભાઈ કનુભાઈ ભાદાણી, સાસુ હંસાબેન, જેઠ મંથનભાઈ અને જેઠાણી હીનાબેન સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે 2023માં હું પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવેલ પરંતુ મે વાત કરેલ નહી બાદ આ નબરમાંથી મેસેજ આવેલ અને મારા ડી.પી.બાબતે મારા વિશે સારા સબ્દો કહ્યા હતા થોડા દિવસ પછી આ મોબાઇલ નંબરવાળા ધર્મેશભાઈ ભાદાણી હોવાનુ કહી અવાર નવાર વાત થતી એક મહીના પછી આ ધર્મેશ મને રૂબરૂ મળવા બોલાવેલ જેથી હું રાજકોટથી સુરત ગઈ હતી અને ધર્મેશના ઘરના સભ્ય સાથે વાત કરી લગ્નની વાત કરી હતી બાદ હુ રાજકોટ પરત આવી ગયેલ બાદ મારા બહેન સારીકાબેન શાંતીભાઈ દેસાણી મને લગ્ન કરવાની ના પાડી દીધેલ બાદ આ ધર્મેશ સાથે ફોનમા વાત ચાલુ હતી અને મારા ઘરના લગ્ન કરવા રાજી ન હોય જેથી ડિસેમ્બર 2023માં ધર્મેશ મને રાજકોટથી લઇ ગયેલ અને સુરત જતા રહ્યા હતા બાદ હુ રાજકોટ પરત આવી ગયેલ હોય અને અમારા લગ્ન બાબતે મારા કુંટુંબના સભ્યોને જાણ ન હતી મારા ઘરના સભ્યને અવાર નવાર લગ્ન કરવા વાત કરેલ પરંતુ રાજી ન હોય જેથી બે મહીના પછી ફેબ્રુઆરી 2024મા ધર્મેશ મને લેવા આવેલ હોય જેથી હું સુરત જતી રહી હતી અમે બન્ને અમારા સાસુ સશરાના મકાનમા પાંચ મહીના રોકાયેલ હતા તે દરમ્યાન મારી તબીયત સારી ન હોય તેમ છતા મારા સાસુ તથા જેઠાણી ઘરના કામ કરાવતા હતા અને મને મેણા ટોણા મારતા હતા મારી સાથે બોલાચાલી કરતા હતા બાદ અમો અલગ રહેવા જતા રહ્યા હતા અને મારા સાસુ તથા સશરા તથા મારા જેઠ મારા પતિને ચડામણી કરતા હોય જેથી મારી સાથે અવાર નવાર ઝધડો કરતા હોય અને તેના માતા પિતાનુ માનતા હોય બાદ મારા જેઠાણીને ત્યા બાબાનો જન્મ થતા હુ મારા સાસુ સશરાને ત્યા એક મહીનો રહેવા ગયેલ હતા મારા જેઠ અમને કહેલ કે તમારે આ મકાનમાં આવવુ નહી તમારે બીજુ મકાન લઇ લેવુ બાદ મારે ગાંધીનગર સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરવાની હોય જેથી ગાંધીનગરમા પી.જી.મા રહેતી હતી ત્યારે મારા પતિએ મને કહેલ કે તુ પરીક્ષાની તૈયારી કરીશ ત્યાં સુધી મા હુ તારી માટે કાર તથા નવુ મકાન લઇ લઇશ તેમ વાત કરેલ હતી બાદ હુ મારા સાસુ સશરાના ઘરે સુરત બે દિવસ ગઈ હતી ત્યારે મારા ભાભીએ મારી સાથે ઝધડો કરેલ હોય બાદ મારા જેઠ મારી સાથે બોલાચાલી કરી મારા પતિને મારા વિરૂધ્ધ ચડામણી કરતા હતા બાદ હું ગાંધીનગર જતી રહી હતી હું મારા પતિ હોટલમા રોકાયેલ ત્યારે મારા પતિના ફોનમા કોઇ છોકરીનો ફોન આવ્યો હતો જેથી તે બાબતે મારી સાથે જધડો કરી મને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો બાદ જૂન 2026માં હુ બરોડા પરીક્ષા આપવા ગઈ હતી બાદ મારા પતિનો મને ફોન આવેલ અને કહેલ કે હુ જાવ છુ અને આજ પછી મને ગોતતી નહી તેમ કહી ફોન કાપી નાખેલ બાદ સાસુને વાત કરતા કોઈ જવાબ આપેલ નહી બાદ જેઠએ ફોનમાં કહ્યું કે ધર્મેશ ઠેલો કપડા લઇને કયાંક જતો રહેલ છે. અને તમારે અમારા ઘરે આવવાનુ નથી તેમ કહી ફોન કાપી નાખેલ બાદ હું રાજકોટ આવી ગઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

You Might Also Like

બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે

રાજકોટમાં ટ્રાકીકજામ રોકવા બેરીકેડ હટાવતા પદ્મિનીબા વાળા સહિત 5 સામે ફરજમાં રુકાવટનો ગુનો

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલે ધોળકા બંધનું એલાન
Next Article રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 22 seconds ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રાજકોટમાં ટ્રાકીકજામ રોકવા બેરીકેડ હટાવતા પદ્મિનીબા વાળા સહિત 5 સામે ફરજમાં રુકાવટનો ગુનો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?