By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    4 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    5 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    5 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    6 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    4 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    4 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    4 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    4 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    5 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના આક્ષેપોની વણઝાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના આક્ષેપોની વણઝાર
ગુજરાતરાજકોટ

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના આક્ષેપોની વણઝાર

Khaskhabar Editor
Last updated: 2022/06/14 at 6:04 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

 વિકાસકાર્યોના બણગાં ફૂંકતા સદસ્યો પ્રજાલક્ષી કામોમાં સદંતર નિષ્ફળ !
 સત્તા પક્ષને ઘેરવાના વિપક્ષના બહોળા પ્રયાસ !

ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ વિકાસલક્ષી એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તો વિપક્ષના સભ્યોએ તળાવો ઉંડા ઉતારવા અને સિંચાઈના મુદે બઘડાટી બોલાવી હતી જયારે ગત સભાને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અંતર્ગત બિન ખેતી થયેલ જમીન પર લેવામાં આવતા દર દરેક તાલુકામાં એકસમાન રાખવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી તેમજ સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાં મંજુર થયેલ કામોની મુદત વધારવાની મંજુરી આપવામાં આવી હતી.

- Advertisement -

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અગાઉની અપેક્ષા મુજબ સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન અને આઈસીડીએસ સહિતના અલગ અલગ પ્રશ્નોને લઈ વિરોધ પક્ષે સતા પક્ષને ઘેરવા પ્રયાસ કર્યો હતો અને જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી 334 જેટલા ચેકડેમ રીપેર કરવા અને તળાવ ઉંડા કરવા સહિત નાની સિંચાઈના કામ બાકી હોવાથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ન હોવાનો પ્રશ્ન વિપક્ષી સભ્ય ભૂપતભાઈ ગોધાણીએ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય બાબતમાં પણ રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતના હોદેદારોની અણઆવડતથી પીએચસી-સીએચસી મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી છે તેમજ જિલ્લા પંચાયતમાં આઉટ સોર્સથી કામ કરતા કર્મચારીઓનું પણ મોટા પાયે શોષણ થતું હોય છે જેની અસર કામગીરીમાં થતી હોય છે જેથી જિલ્લા પંચાયતમાં કામ કરતા કર્મચારીઓને પગારમાં થતું શોષણ અટકાવવા પણ સરકારમાં રજૂઆત કરવા મોરબી જિલ્લા પંચાયતના કોંગી સભ્યોએ માંગણી કરી હતી તેમજ પશુઓના રોગચાળાને અટકાવવા માટે થતા રસીકરણના અભાવ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.

નાની સિંચાઈ યોજનામાં થયેલાં કૌભાંડનું ભુત ફરી ધૂણ્યું !
મોરબી જિલ્લામાં તત્કાલીન કાર્યપાલક ઈજનેર સી ડી કાનાણીના સમયમાં નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ થયું હતું જેથી સામાન્ય સભામાં આરોગ્ય સમિતિના ચેરમેને કોંગ્રેસના શાસનમાં કૌભાંડ થયું હતું જેનું પરિણામ ખેડૂતો ભોગવે છે તેવો આક્ષેપ કરતા કોગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે, તમે જે કૌભાડમાં ધારાસભ્ય પરસોતમ સાબરીયા સામે આક્ષેપ કર્યા અને દોઢથી બે મહિના જેલમાં રાખ્યા હતા જો તેઓ કૌભાંડમાં સંડોવાયેલ હતા તો તેમને જેલમાં નાખી દેવા જોઈતા હતા, તમે તો ભાજપમાં લાવી ટીકીટ આપીને પાછા ધારાસભ્ય બનાવી દીધા તેમજ ભૂતકાળમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ અને ભાજપના કાર્યકરો સહીતનાએ સાથે મળી કૌભાંડ કર્યા અને ખેડૂતો છેલ્લા ચાર વર્ષથી ભોગવી રહ્યા છે.

મોરબી જિલ્લાની 19 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક !
મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદો પણ સામાન્ય સભામાં ગુંજ્યો હતો જે મામલે વિપક્ષી સભ્ય ભૂપત ગોધાણીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાની 19 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે અને 251 શિક્ષકોની ઘટ છે ઉપરાંત લવણપુર અને રાજપર (કું) ની બે શાળાઓ બંધ કરવામાં આવી છે જેના કારણે બાળકોના અભ્યાસમાં અસર પડી છે જેથી શિક્ષકોની ઘટ તાકીદે પૂર્ણ કરવા અને ભરતી કરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

- Advertisement -

પ્લાસ્ટિકના ડ્રમ આપવાની સરકારી યોજનામાં ખેડૂતો સાથે મજાક !
ખેડૂતોને પ્લાસ્ટિકના ડ્રમ આપવાની સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાંથી 31788 અરજીઓ મળેલ છે જેમાંથી આ યોજનાનો લાભ મેળવવા પાત્ર 31684 માંથી આજ સુધી એક પણ ખેડૂતને આ યોજનાનો લાભ મળ્યો નથી અને ખેડૂતો સાથે મજાક થઈ રહી હોય તેવું લાગી રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

વિપક્ષી સદસ્યની આત્મવિલોપનની ચીમકી !
વાંકાનેરના ઠીકરિયાળા ગામે તળાવની પાળ બાંધવાના કામમાં વિલંબ થશે તો ખેડૂતોની જમીન ધોવાશે અને જો આવું થશે તો વિપક્ષના જિલ્લા પંચાયત સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

TAGGED: District Panchayat, GeneralMeeting, morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીના સિરામિક ઝોનમાં પ્રથમ વરસાદે જ વીજળીના ધાંધિયા
Next Article રસ્તે રખડતાં અને અડચણરૂપ કુલ 136 પશુઓને પાંજરે પુરતી મહાપાલિકાની ટીમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?