કપાસિયાની બોરીની આડમાં સંતાડી ભાણવડ લઇ જવાતો 1.28 કરોડનો દારૂ ઝડપાયો
રેન્જની ટીમનો ચોટીલા પાસે દરોડો : 1.46 કરોડનો મુદામાલ જપ્ત, ચારની શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના લોધિકામાં એસએમસીની ટીમે દરોડો પાડી દારૂનો મોટો જથ્થો પકડ્યા બાદ એક્ટિવ થયેલ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે ચોટીલા નજીકથી 1.28 કરોડનો દારૂ ભરેલ ટ્રક સાથે ભાણવદરના ટ્રક ચાલકની ધરપકડ કરી છે હરિયાણા તરફથી આવતો દારૂ ભરેલ ટ્રક ભાણવડમાં સપ્લાય કરવાનો હતો. હાલ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી 10740 બોટલ દારૂ, ટ્રક મળી રૂ.1.46 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર ભાણવડના બુટલેગર, સપ્લાયર સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ખાસ ખબર દ્વારા તાજેતરમાં એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ રેન્જના પાંચેય જિલ્લાઓમાં આર આર સેલ કાર્યરત થાય તો નવાઈ નહિ તેવું જણાવવામાં આવ્યું હતું આ અહેવાલ સચોટ સાબિત સાબિત થયો છે રાજકોટ રેન્જ આઈજી આઈજી નિર્લિપ્ત રાય દ્વારા દારૂ-જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા આપેલી સૂચના અન્વયે પીઆઈ રોહન એચ. બારની રાહબરીમાં પીએસઆઇ બી.સી.મિયાત્રા અને ટીમ ચોટીલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
ત્યારે કમલેશભાઇ રબારી, સંદિપસિહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, મીતેષભાઇ પટેલ તથા સંદિપસિંહ રાઠોડ, ધર્મેન્દ્રસિહ જાડેજાને અમદાવાદ તરફથી એક દારૂ ભરેલ ટ્રક ભાણવડ તરફ જઈ રહ્યો હોવાની મળેલ ચોક્કસ બાતમી આધારે રેન્જની ટીમે ચોટીલા નજીક વોચ ગોઠવી હતી.
ત્યારે જાનીવડલા અંડર પાસ નજીકથી પસાર થતી ટ્રકને અટકાવી ટ્રક ચાલકનું નામ પૂછતાં પોતે ભાણવડનો શાહિદ ઉર્ફે જુસબ એશા હિંગોરા હોવાનું જણાવ્યું હતું પોલીસે ટ્રકની જડતી લેતા કપાસીયાની બોરીઓ મળી આવી હતી તે હટાવીને જોતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 1,28,88,000 રૂપિયાની કુલ 10740 દારૂની બોટલ મળી આવતાં ટ્રક ચાલકની ધરપકડ કરી દારૂ, ટ્રક સહિત કુલ 1,46,59,300નો મુદામાલ કબ્જે કરી ચોટીલા પોલીસ મથકમાં ગુનો નોંધી પૂછતાછ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં પકડાયેલ શખ્સએ કબૂલાત આપી હતી કે ભાણવડના રાણપર ગામે રહેતાં ચના દેવા રબારીએ તેને દારૂનો જથ્થો ભરેલ ટ્રક લેવા મધ્યપ્રદેશ બોર્ડર પર ટ્રાવેલ્સમાં મોકલ્યો હતો તેને મધ્યપ્રદેશ બોર્ડર નજીકથી દારૂ ભરેલ ટ્રક સોંપવામાં આવ્યો હતો અને ભાણવડ ચના રબારીને પહોંચાડવાનો હતો. હાલ પોલીસે હરિયાણા તરફથી દારૂનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા શખ્સો, દારૂ મંગાવનાર ભાણવડના રાણપર ગામનો ચના રબારી અને ટ્રકના માલીકની શોધખોળ હાથ ધરી છે.



